ઈન્કમ ટેક્સ વિભાગે ઈન્કમ ટેક્સ પેયર્સ માટે શરૂ કરી નવી સેવા, સાંભળીને દિલ ખુશ થઈ જશે

જો તમે પણ આવકવેરા વિભાગને દર વર્ષે ટેક્સ ચૂકવો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ માટે મોબાઈલ એપની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ એપ દ્વારા કરદાતા મોબાઈલ પર TDS સહિત એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) જોઈ શકશે. વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આની સાથે, કરદાતાઓને સ્ત્રોત પર કર કપાત / સ્ત્રોત પર ટેક્સ કલેક્શન (TDS/TCS), વ્યાજ, ડિવિડન્ડ અને શેર ડીલ્સ વિશે માહિતી મળશે.

Income Tax: Income Tax Department Launched AIS For Taxpayer Mobile App For The Convenience Of Taxpayers, All Financial Transactions Are Visible In AIS | ઈન્કમ ટેક્સ વિભાગે Income Tax પેયર્સ માટે શરૂ
image soucre

આ સિવાય ટેક્સ પેયરને તેના પર પોતાનો અભિપ્રાય આપવાનો વિકલ્પ પણ મળશે. કરદાતાઓ મોબાઇલ એપ્લિકેશન દ્વારા વાર્ષિક માહિતી નિવેદન (AIS) / કરદાતા માહિતી નિવેદન (TIS) માં ઉપલબ્ધ માહિતી જોઈ શકશે. કરદાતા માટે AIS એ મોબાઇલ એપ્લિકેશન છે. તે આવકવેરા વિભાગ દ્વારા મફતમાં પ્રદાન કરવામાં આવે છે અને તે Google Play અને App Store પર ઉપલબ્ધ છે.

Income Tax પેયર્સ માટે આયકર વિભાગે શરૂ કરી નવી સેવા, સાંભળીને દિલ થઈ જશે ખુશ
image soucre

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘એપનો ઉદ્દેશ્ય કરદાતાને AIS/TIS વિશે માહિતી આપવાનો છે. તે કરદાતાઓને લગતા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવેલી માહિતી આપે છે. TDS/TCS, વ્યાજ, ડિવિડન્ડ, શેર વ્યવહારો, કર ચૂકવણીઓ, આવકવેરા રિફંડ, કરદાતા AIS/TIS માં ઉપલબ્ધ અન્ય વસ્તુઓ સંબંધિત માહિતી જોવા માટે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.

Income Tax Saving: If You Want To Save Income Tax, Then Settle This Important Work In This Month. | Income Tax Saving: જો તમે ઈન્કમ ટેક્સ બચાવવા માંગતા હોવ તો આ મહિનામાં
image soucre

કરદાતા પાસે એપમાં દર્શાવેલી માહિતી પર પ્રતિસાદ આપવાનો વિકલ્પ અને સુવિધા પણ છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, ‘કરદાતાઓને અનુપાલનની સુવિધા અને સારી સેવા આપવાના ક્ષેત્રમાં આ વિભાગની બીજી પહેલ છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *