ભારતને આપવા માટે પૈસા નહતા.. માલ્યાએ વિદેશમાં ખરીદી લીધી 330 કરોડની સંપત્તિ !

સીબીઆઈએ મુંબઈની કોર્ટમાં દાખલ કરેલા પૂરક ચાર્જશીટમાં નવો ધડાકો: જે સમયે માલ્યાની કિંગફિશર એરલાઈન્સ ભીષણ આર્થિક તંગીનો સામનો કરી રહી હતી તેજ વખતે માલ્યાએ ઈંગ્લેન્ડ અને ફ્રાન્સમાં સંપત્તિ ખરીદ્યાનો ઉલ્લેખ.સીબીઆઈએ મુંબઈની એક અદાલતમાં દાખલ કરેલા પોતાના પૂરક ચાર્જશીટમાં દાવો કર્યો છે કે ભાગેડું કારોબારી વિજય માલ્યાએ 2015-16 દરમિયાન ઈંગ્લેન્ડ અને ફ્રાન્સમાં 330 કરોડ રૂપિયાની સંપત્તિઓ ખરીદી લીધી છે.આશ્ચર્યજનક રીતે આ સમયે તેની કિંગફિશર એરલાઈન્સ પૈસાની તંગીનો સામનો કરી રહી હતી અને તે બેન્કો પાસેથી લીધેલી લોન ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહ્યા હતા ! વિજય માલ્યા કથિત રીતે 900 કરોહથી વધુના આઈડીબીઆઈ બેન્ક-કિંગફિશર એરલાઈન્સ લોન છેતરપિંડી મામલાનો આરોપી છે.

Fugitive Vijay Mallya had ₹7,500 crore in 2017, enough to repay banks: CBI | Latest News India - Hindustan Times
image soucre

જેની તપાસ સીબીઆઈ કરી રહી છે. કેન્દ્રીય એજન્સીએ તાજેતરમાં જ એક વિશેષ સીબીઆઈ અદાલત સમક્ષ પૂરક ચાર્જશીટ દાખલ કર્યું છે. પાછલા ચાર્જશીટમાં સમાવિષ્ટ તમામ 11 આરોપીઓ સાથે સીબીઆઈએ પોતાના નવા ચાર્જશીટમાં આઈડીબીઆઈ બેન્કના પૂર્વ ડાયરેક્ટર બુદ્ધદેવ દાસગુપ્તાનું નામ પણ ઉમેર્યું છે. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે પોતાના સત્તાવાર પદનો દુરુપયોગ કરીને દાસગુપ્તાએ ઑક્ટોબર-2009માં 150 કરોડ રૂપિયાની ટૂંકા ગાળાની લોન મંજૂર કરી.

Vijay Mallya had enough money in 2008-17 to repay banks, but bought assets in Europe: CBI - BusinessToday
image soucre

અને વિતરણ મામલે આઈડીબીઆઈ બેન્કના અધિકારીઓ અને વિજય માલ્યાએ મળીને કાવતરું રચ્યું હતું. દાસગુપ્તા દ્વારા મુખ્યત્વે ઉલ્લેખીત 150 કરોડ રૂપિયાની ઉપરોક્ત લોનને એરલાઈન્સ દ્વારા મુળ રૂપથી માંગવામાં આવેલી 750 કરોડની લોનમાંથી સમાયોજિત કરીને ચૂકવવાનીહતી. જો કે લોન મળ્યા બાદ એવું બતાવવા માટે પ્રસ્તાવમાં પરિવર્તન કરવામાં આવ્યું કે ક્રેડિટ સમિતિએ ને એક અલગ લોન રૂપમાં ગણી હતી જેને કુલ લોનમાંથી સમાયોજિત અથવા વસૂલી શકાય અથવા તો ન પણ વસૂલી શકાય. ચાર્જશીટમાં કહેવાયું છે કે આઈડીબીઆઈ બેન્કનું એક્સપોઝર 750 કરોડ રૂપિયાની કુલ રકમ સુધી મર્યાદિત થવાનું હતું.

Vijay Mallya says allegations of stealing money against him completely false
image soucre

પરંતુ 2009માં આ 900 કરોડ રૂપિયા થઈ ગયું કેમ કે 150 કરોડ રૂપિયાની એસટીએલ મોટાપાયે દાસગુપ્તાના ઈશારે એક અલગ લોનના રૂપમાં રાખવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સીબીઆઈ અદાલતની અનુપતિ પ્રમાણે લેટર્સ રોગેટરી યૂનાઈટેડ કિંગડમ, મોરિશિયસ, યુએસએ અને સ્વિત્ઝરલેન્ડને મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ ઉપરાંત ઈડી પણ માલ્યા વિરુદ્ધ નાણાંની ગેરકાયદેસર હેરફેર મામલાની તપાસ કરી રહ્યું છે. પાંચ જાન્યુઆરી-2019ના મુંબઈની એક વિશેષ અદાલતે માલ્યાને ભાગેડું જાહેર કરેલો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *