કાચી કેરી ના ક્રિસ્પી પકોડા – ઉનાળામાં ફક્ત કેરીનું કચુંબર જ નહિ પણ આવીરીતે ભજીયા પણ બનાવો…

ઉનાળા માં કાચી કેરી નો અલગ અલગ રીતે બને એટલો ઉપયોગ કરવો જોઈએ.. કેરી સ્વાદ માં તો ઉમેરો કરે જ છે સાથે તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે…

કાચી કેરી ખાવાના અગણિત ફાયદાઓ છે. કાચી કેરી માં વિટામિન A અને E આવેલું હોય છે. જે હોર્મોન્સ ના બેલેન્સ માં મદદરૂપ છે. કાચી કેરી અને મીઠું જોડે ખાવાથી શરીર માં પાણી નું પ્રમાણ પણ જળવાય રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ઊંચા તાપમાને શરીરમાં થતા નુકસાન ને અટકાવે છે. એટલે જ કહેવાય છે કે ઉનાળા માં બને એટલો કાચી કેરી નો ઉપયોગ કરો.

ચા અને પકોડા એકબીજા ના પર્યાયી કહી શકાય એવા શબ્દો છે. પકોડા ઘણી પ્રકાર ના હોય છે અને તેમાં પણ ડુંગળી ના, મગની દળ ના, ચણા દળ ના , મિક્સ દાળ ના ઘણા પ્રખ્યાત છે.

આજે હું કાચી કેરી નો ઉપયોગ કરી ને ચણાદાળ ના સુપર ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પકોડા ની રેસિપી લાવી છું.. સાંજે ચા જોડે અથવા કોઈ પણ ટાઈમ પર બનાવી શકાય એવા કાચી કેરી ના પકોડા બનાવામાં ખૂબ જ સરળ છે.

પકોડા માટે ની સામગ્રી:-

1 મોટો કપ ચણાદાળ

2-3 લીલાં મરચાં

3 ચમચા કોથમીર

1 કાચી કેરી છીણેલી

1 ડુંગળી ઝીણી સમારેલી

1/2 ચમચી લાલ મરચું

મીઠું સ્વાદ અનુસાર

ચપટી હિંગ અને હળદર

1 ચમચી ધાણાજીરું

રીત:-


સૌ પ્રથમ એક કપ ચણા દાળ લો. અને 2-3 વાર પાણી થી ધોઈ લો અને 3-4 કલાક પાણી માં પલાળી રાખો. ત્યારબાદ હવે દાળ માંથી પાણી નીતારી લો. એક મિક્સર બાઉલ માં થોડી પલાળેલી ચણા દાળ ઉમેરો. હવે તેમાં લીલાં મરચાં અને કોથમીર ઉમેરો.હવે ફરી થી બાકી રહેલી ચણા દાળ ઉમેરો. ત્યારબાદ મિક્સર માં દાણાદાર ક્રશ કરી લો. (પેસ્ટ નથી કરવાની) પાણી નિતારી ને કોરી જ ક્રશ કરવાની છે.


એક નાની કાચી કેરી ને છાલ નીકાળી ને છીણી લો.


હવે આ ચણા દાળ ના મિશ્રણ માં કાચી કેરી નું છીણ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, હિંગ , હળદર ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો. છેલ્લે ડુંગળી અને મીઠું ઉમેરો અને મિશ્રણ બરાબર મિક્સ કરો.


હવે હાથેથી મિશ્રણ ને થોડું થોડું ભેગું કરી ને નાના પકોડા ગરમ તેલ માં મુકો. તમને ગમે તો કોઈ શેપ પણ આપી શકો છો. તેલમાં મુક્યાં પછી 3-4 મિનીટ તેને જારા થી હલાવશો નહીં.ત્યારબાદ સાઈડ બદલી ને થવા દો. મધ્યમ આંચ પર 5-7 મિનિટ લાગશે બ્રાઉન કલર ના થાય બન્ને બાજુ પછી નીકાળી ને પેપર નેપકિન પર મૂકો. સ્વાદિષ્ટ ક્રિસ્પી પકોડા તૈયાર છે.


ગરમ ગરમ પકોડા ને ચા કે ચટણી અને સોસ સાથે સર્વ કરો.


નોંધ:-

જો બહુ ટાઈમ ના હોય તો તમે ચણા દાળ થોડા ગરમ પાણી માં 2 કલાક માટે પણ પલાળી શકો.

ચણા દાળ ને પીસવામાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું .અને મિક્સર માં અટકી અટકી અમે ચર્ન કરવાનું જેથી કરકરું પીસાય.

મેં અહીં તોતા કેરી નો ઉપયોગ કરો છે કેમકે એની ખટાશ મધ્યમ હોય છે.

તમેં ઈચ્છો તો લાલ મરચાં ની બદલે અધકચરો મરી નો ભુકો પણ ઉમેરી શકો.

મીઠું અને ડુંગળી પકોડા તળતી વખતે જ ઉમેરો .

ધીમી થી મધ્યમ આંચ પર જ પકોડા તળવા એટલે અંદર થી પણ ક્રિસ્પી બને..

આ પકોડા નું મિશ્રણ છૂટું હોય એવું લાગશે. ખીરા જેવું નહીં હોય એટલે અને થોડું હાથે થી ભેગું કરી ને તળો.

પકોડા બને એટલા નાની સાઈઝ ના બનાવો જેથી વધુ ક્રિસ્પી થાય

મેં કોઈ શેપ નથી આપ્યો આમ જ નાની સાઈઝ ના ભજીયા ની જેમ તેલ માં મુક્યા છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *