પૌઆ ટીક્કી – ડુંગળી અને બટેકા વગરની આ ટીક્કી સ્વાદમાં છે ખૂબ જ ટેસ્ટી અને યમ્મી…

બટેટા ડુંગળી વગર ની આ પૌઆ કટલેટ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે. મેં અહીં આ ટીક્કી બનાવામાં કાચા કેળા વાપર્યા છે. આપ ચાહો તો બટેટા વાપરી શકો છો. શીંગદાણા , ફોદીનો , પૌઆ નો સ્વાદ ખરેખર લાજવાબ છે.

આ કટલેટ આપ એમ જ ચટણી સાથે , કે બ્રેડ વચ્ચે અથવા ચા સાથે પણ પીરસી શકો છો .

ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ ટીક્કી ની રીત :

સામગ્રી :

1.5 વાડકો પૌઆ

1 કાચું કેળુ , બાફી ને છીણી લેવું

1/2 વાડકો સમારેલી કોથમીર

1/4 વાડકો તાજા ફોદીના ના પાન , બારીક સમારેલા

1/2 વાડકો શીંગદાણા

2 બ્રેડ સ્લાઈસ

1 મોટી ચમચી બાફેલી મકાઈ ના દાણા

2 નાની ચમચી લીલા મરચા ની પેસ્ટ

1 ચમચી ખાંડ

2 ચમચી લીંબુ નો રસ

1 ચમચી ગરમ મસાલો

1 ચમચી લાલ મરચું

મીઠું

1 મોટી ચમચી કોર્નફ્લોર

1 મોટી ચમચી મેંદો

રીત :

સૌ પ્રથમ પૌઆ ને ધોઈ પલાળી લો. 5 મિનિટ પલાળ્યા બાદ પાણી નિતારી 2 મિનિટ માટે ચાયળી માં મૂકી દેવા. વધારા નું બંધુ પાણી નીતરી જશે. શીંગદાણા ને શેકી , એના ફોતરાં ઉડાડી દો. મિક્સર માં અધકચરો ભૂકો કરી લેવો.


મોટી થાળી માં પૌઆ , શીંગદાના નો ભૂકો અને બધી સામગ્રી ભેગી કરો.


જરૂર હોય તો 3 થી 4 ચમચી પાણી ઉમેરી એક લોટ જેવું તૈયાર કરો . નાના નાના લુવા હાથ માં લઇ હળવા હાથે કટલેટ નો શેપ આપો.


કડાય માં તેલ ગરમ કરવા મુકો. મેં અહીં શેલૉ ફ્રાય કરી છે. આપ ચાહો તો ડીપ ફ્રાય કરી શકો.


નાના બાઉલ માં કોર્ન ફ્લોર અને મેંદો મિક્સ કરો. પાણી ઉમેરી પાતળી અને સ્મૂધ પેસ્ટ બનાવો. વાળેલી કટલેટ ને આ પેસ્ટ માં ડીપ કરી ગરમ તેલ ની કડાય માં તળો.


કડક થાય ત્યાં સુધી તળો અને ગરમ ગરમ પીરસો. સાથે કોથમીર ચટણી અને ટામેટા નો સોસ પીસરો..

આશા છે આપ ને પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *