કાજુ કરેલા શાક – લગ્નપ્રસંગમાં જમવા મળતું આ કાજુ કારેલાનું શાક હવે બનશે તમારા રસોડે…

આજે આપણે લગ્ન પ્રસંગમાં બનતું કાજુ કારેલા નું શાક બનાવીશું. કારેલા નું નામ સાંભળતા જ ઘણા બધાના મોઢા કડવા થઈ જતા હોય છે. કારણકે કારેલા કડવા હોય છે કારેલા ઘણા બધા ને ભાવતા પણ હોતા નથી. જે તમે આ રેસીપી કાજુ કારેલા નું શાક બનાવો તો જે લોકોને કારેલા નથી ખાતા તે પણ ખાતા થઈ જશે. કેટલું ટેસ્ટી બને છે. કારેલાની કડવાશ કઈ રીતે ઓછી કરવી તેની ટિપ્સ સાથે બનાવીશું.

સામગ્રી

  • કારેલા
  • મીઠું
  • ધાણાજીરૂ
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • લીલા ધાણા
  • આમચૂર પાવડર
  • લીલા મરચા
  • જીરુ
  • રાઈ
  • તલ
  • તેલ
  • કાજુ
  • ગોળ

રીત-

1- સૌથી પહેલા 400 ગ્રામ કારેલા લઈ લઈશું. કારેલા કુણા અને તાજા લેવાના.તેને ઉપર થી છોલી કાઢીશું. તેને ઉપરથી અને નીચેથી ભાગ કટ કરી લઈશું. અને પાતળા પાતળા ગોળ કટ કરી લઈશું. અને ધ્યાન માં રાખવાનું કે તમારા કારેલા બહુ કુણા ના હોય જો અંદર બીયા હોય તો તે કાઢી લેવાના.

2- હવે આપણે એક ચમચી મીઠુ નાખીશું.અને નાની ચમચી હળદર નાખીશું. મિક્સ કરી ૧૫ થી ૨૦ મિનીટ માટે રાખી દઈશું. આ રીત કરવાથી કારેલાની કડવાશ ઓછી થઈ જાય છે. હવે પંદર મિનિટ થઈ ગઈ છે. તો તેને મસળી લઈશું.મીઠા ના કારણે કારેલા સોફ્ટ થઈ ગયા હસે.અને તેનું પાણી પણ નીચોવી કાઢીશું.

3- હવે આપણે કારેલા નો વઘાર કરી લઈશું.એક કઢાઈ લઈશું. તેના માટે 3 મોટી ચમચી તેલ લઈશું. હવે અડધો કપ કાજુના ટુકડા કરી લઈશું. તેને ધીમા ગેસ પર ફ્રાય કરી લઈશું.ગુલાબી થાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈશું. રોસ્ટ કરેલા કાજુ નો ટેસ્ટ ખુબ સરસ આવે છે.હવે કાજુ રોસ્ટ થઈ ગયા છે. તો તેને કાઢી લઈશું.હવે તે જ તેલ માં શાક નો વઘાર કરીશું. હવે એક નાની ચમચી જીરું નાખી શું. અને એક નાની ચમચી રાઈ નાખીશું.

4- હવે એક મોટું લીલુ મરચુ સમારીને નાખીશું.હવે એક મોટી ચમચી તલ નાખીશું.હવે વઘાર ને સરસ સાંતળી લઈશું.હવે તેમાં આપણે કારેલા નાખીશું.હવે તેને સરસ મિક્સ કરી લઈશું.હવે તેને ઢાંકીને પાચ મિનિટ માટે કુક કરી લઈશું.હવે તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહીશું. ચાર મિનિટ થઈ ગઈ છે.હવે તેનો કલર પણ બદલાઈ ગયો છે.

5- આપણે તેને વધારે નથી સેકવાનું.હવે તેમાં મસાલા કરી લઈશું. સૌથી પહેલાં એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું.ત્યારબાદ પા ચમચી હળદર નાખીશું. હવે મીઠું સ્વાદ મુજબ નાખીશું.હવે પા ચમચી ગરમ મસાલો નાખીશું.અને એક નાની ચમચી આમચૂર પાવડર નાખીશું.

6- હવે બધુ મિક્સ કરી લઈશું. હવે તેને ઢાંકીને એક મિનિટ માટે કુક કરી લઈશું. જેથી બધા જ મસાલા કારેલા માં ભળી જાય. હવે તેને એક વાર હલાવી લઈશું. હવે એક ચમચી ગોળ નાખીશું.હવે સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ શેકેલા કાજુ નાખીશું. હવે એક નાની ચમચી તલ નાખીશું. હવે ફરીથી તેને મિક્સ કરી લઈશું. હવે તેને એક મિનિટ માટે મિક્સ કરી લઈશું.

7- હવે એક મિનિટ થઈ ગઈ છે. એકદમ સરસ શાક તૈયાર થઈ ગયું છે. તેની સુગંધ પણ ખુબ સરસ આવે છે. જે લોકોને કારેલા ભાવતા હોય તેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. હવે છેલ્લે લીલા ધાણા નાંખી શું. અને મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું. હવે શાક ને ગરમાગરમ સર્વ કરીશું. તો તૈયાર થઈ ગયું છે લગ્ન પ્રસંગમાં બનતું કાજુ કારેલા નું શાક. બન્યું છે ને એકદમ સરસ ટેસ્ટી. કાજુ કારેલા ના શાક સાથે પરોઠા, ફૂલકા રોટલી અથવા તો રોટલા સાથે ખાઈ શકો છો. ખુબ જ સરસ લાગે છે તો તમે જરૂરથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *