નવી રીત થી કાંદા કેરી નું કચુંબર – શાક ની પણ જરૂર નહી પડે જો બનાવશો આવી રીતે

આજે આપણે બનાવીશું નવી રીત થી કાંદા કેરીનું કચુંબર.ગરમી ની સીઝન આવતા જ ઘરે ઘરે કાંદા કેરી નું કચુંબર બનવા માંડ્યું છે. આ બનાવશો તો શાક ની પણ જરૂર નહી પડે.આ ઘર માં દરેક ને પસંદ આવશે. અને ગરમી માં લું થી બચાવશે.અને તમે રોજ એકનાએક શાક ખાય ને કંટાળી ગયા હશો.તો એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ કચુંબર જોઈ લઈએ.તો તમે ઘરે એકવાર અચૂક થી બનાવજો.અને આ વિડિયો ને અંત સુધી જોજો.તો ચાલો તેની રેસીપી જોઈશું.


સામગ્રી

  • કેરી
  • ડુંગળી
  • લાલ મરચું
  • મીઠું
  • જીરું
  • ગોળ
  • વરિયાળી
  • કાળી દ્રાક્ષ

રીત


1- સૌથી પહેલા કેરી ને છોલી ને છીણી લીધી છે. આને કટકી કરી ને પણ બનાવી શકાય.પણ છીણ ની મજા જ કંઈક અલગ છે તે સાચી મજા છે. છીણી ની બે સાઈડ હોય છે એક નાની અને બીજી મોટી તો આપણે મોટી સાઈડ છીણી લેવાની છે.

2- અહીંયા બે કેરી ની સામે એક ડુંગળી લેવાની છે. જેથી કેરી નો સ્વાદ આગળ પડતો આવે. ગરમી માં આ કાંદા કેરી નું કચુંબર લું થી બચાવશે. અને કાયમ તેને ઘરમાં બનાવી ને રાખી શકો છો. હવે તેને એક બાઉલમાં લઈ લઈશું.

3- હવે તેમાં મસાલા કરી લઈશું.હવે તેમાં એક ચમચી જીરૂ નાખીશું. ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું. હવે એક ચમચી શેકેલી વરિયાળી ઉમેરી શું. વરિયાળી આપણ ને ઠંડક આપે છે.

4- હવે તેમાં બે ચમચી ગોળ એડ કરીશું. કેરી ની ખટાશ મુજબ ગોળ લેવાનો છે. હવે બધું મિક્સ કરી લઈશું. અહીંયા આપણે દેશી ગોળ લીધો છે. જો તમારી પાસે દેશી ગોળ ના હોય તો તમારી પાસે જે ગોળ હોય તે નાખી શકો છો. આ એક નવી સામગ્રી કે જે તમે પણ નાખી ને ટ્રાય કરજો.


5- તેમાં કાળી દ્રાક્ષ નાખીશું. આ પણ ઠંડક આપે છે. તેને ઝીણી કટ કરી ને ઉમેરી લઈશું. વચ્ચે વચ્ચે જે કીસમીસ ના દાણા આવશે તો ખાવાની બહુ જ મજા આવી જશે. હવે બધું મિક્સ કરી લઈશું. હવે તેને એક કલાક રહેવા દઈશું. જે ગોળ છે તે ઓગળી જશે. અને તેનું સરસ પાણી વરશે.

6- હવે તેને ઢાંકીને મૂકી દઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક કલાક થઈ ગયો છે. અને આપણો ગોળ ઓગળી ગયો છે. બહુ સરસ સુગંધ આવે છે. અને કેટલું સરસ દેખાય છે. હવે ગોળ ઓગળી ગયો છે.

7- જો તમારી કેરી બહુ ખાટી હોય તો વધારે ગોળ એડ કરી શકો છો. હવે તેને એક નાના બાઉલ માં કાઢી લઈશું. છીણેલી કેરી બહુ સરસ લાગે છે. તમે ઝીણા ટુકડા પણ કરી શકો છો. તમને તાજુ છુંદા જેવું ફીલ થશે.

8- જો તમારી પાસે છીણવા નો ટાઇમ ના હોય કે ટુકડા કરવાનો ટાઈમ ના હોય તો તમે મિક્સર માં ક્રશ કરી ને ચટણી ની જેમ પણ ખાય શકો છો. તો ખૂબ ટેસ્ટી અને નવી રીત થી કાંદા કચુંબર તૈયાર છે. આને તમે બનાવી ને રાખો ગરમી માં લું નઈ લાગે. આ ખૂબ જ જલ્દી બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ ચોક્ક્સ બનાવજો.


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *