કેસર પિસ્તા માટલા કુલ્ફી – નાના બાળકોની મનગમતી કેસર પિસ્તા માટલા કુલ્ફી બનાવવાની રીત

આજે આપણે નાના બાળકો ની મનગમતી કેસર પિસ્તા માટલા કુલ્ફી બનાવવાની રીત જોઈશું.ઉનાળા માં તમે બાળકો ને માટલા કુલ્ફી બનાવી ને આપી દેશો તો મજા પડી જશે જે એકદમ સરસ અને ટેસ્ટી બનશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • દૂધ
  • મિલ્ક પાવડર
  • કન્ડેન્સ મિલ્ક
  • બદામ ની કતરણ
  • પિસ્તા ની કતરણ
  • કેસર

રીત

1- સૌથી પહેલા આપણે કુલ્ફી બનાવવા માટે દૂધ ગરમ કરી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક ઉભરો આવી ગયો છે થોડી વાર હજુ તેને ઉકાળી લઈશું.જેથી તે જાડું થઈ જાય જ્યારે દૂધ જાડું થાય ત્યારે તે ક્રીમી થઈ જાય છે.

2- આપણે દૂધ ને પાંચ મિનિટ જેવું ઉકાળી લીધું છે હવે ગેસ ધીમો કરી લઈશું.હવે આપણે અડધો કપ મિલ્ક પાવડર લઈશું આ થીકનેસ નું કામ કરે છે અને ક્રીમી પણ બનશે.આને બરાબર મિક્સ કરી લઈશું જેથી તેમાં ગઠા ના પડે,હવે આમાં થોડા સમારેલા પિસ્તા એડ કરીશું.

3- હવે તેમાં થોડી બદામ ની કતરણ એડ કરીશું.હવે આમાં થોડું કેસર એડ કરીશું, હવે ગેસ બંધ કરી દઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલું સરસ ઘટ્ટ થઈ ગયું છે.

4- હવે તેમાં કન્ડેન્સ મિલ્ક એડ કરીશું. હવે તેમાં ગળપણ પણ આવી ગયું અને એકદમ સરસ ઘટ્ટ પણ થઈ ગયું છે ઠંડુ થશે એટલે વધારે ઘટ્ટ થઈ જશે.હવે આ થોડું ઠંડુ થાય એટલે તેને એક બાઉલ માં કાઢી લઈશું.

5- હવે દૂધ ઠંડુ થઈ ગયું છે તો તેને હવે માટલા કુલ્ફી ના સ્ટેન્ડ માં મૂકી દઈશું સેટ કરવા.હવે તેને બંધ કરી દઈશું, હવે તેને સેટ કરવા ફ્રીઝર માં મૂકી દઈશું. તેને દસ થી બાર કલાક માટે મૂકી દઈશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે દસ થી બાર કલાક થઈ ગયા છે.

6- હવે આપણી માટલા કુલ્ફી તૈયાર થઈ ગઈ છે.હવે તેને થોડું હલાવી શું. ત્યારબાદ તેમાંથી કાઢીશું. છે ને બહાર જેવી આ રીતે બધી જ હાથ થી હલાવી લઈશું અને બહાર કાઢી લઈશું.

7- તમે આને કટ કરી ને પણ ખાઈ શકો છો.આ ઉનાળા માં આઈસક્રીમ ના બદલે આવી માટલા કુલ્ફી બનાવી આપો તો બાળકો ખુશ થઈ જશે અને ટેસ્ટી પણ છે. હવે તેને બદામ,પિસ્તા થી ગાર્નિશ કરીશું.આ ઉનાળા માં જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *