સ્પેશિયલ પબ્લિક ડિમાન્ડ ઝીરો ઓઇલ દાલ મખની લઈને આવ્યા છે આજે સુરભી વસા…

આજે આપણે સ્પેશિયલ પબ્લિક ડિમાન્ડ ઝીરો ઓઇલ દાલ મખની બનાવતી વખતે ખાસ ધ્યાન માં રાખવાની ઉપયોગી ટીપ્સ જોઈશું. આજે આપણે તેલ,ઘી વગર આપણે દાલ મખની જોઈશું અને બહુ સરસ ટેસ્ટી લાગે છે જો દાલ ની વાત કરીએ તો ગુજરાત છે,મહારાષ્ટ્ર છે,રાજસ્થાન કે સાઉથ માં જાવ બધી જગ્યાએ દાળ નો કઈક ને કંઇક ઉપયોગ તો થતો જ હોય છે આપણે હોટલ માં જઈએ તો લાંબુ લીસ્ટ હોય કે દાળ તડકા, દાલ ફ્રાય, દાલ મખની, ઢાબે કી દાલ કેટલું મોટું લાંબુ લીસ્ટ હોય છે તો આજે આપણે તેના પર જ ફોકસ કરીશું.અને નવી નવી ટાઇપ ની દાલ શીખીશું.

1- તો દાલ મખની કઈ રીતે બને,આ દાલ જસ્ટ કૂકર માં જ બનાવવાની છે હવે તેની માટે ની સામગ્રી જોઈશું.તો આખા અડદ અને રાજમાં આ બન્ને મુખ્ય સામગ્રી છે.તો તમે એક વાડકી અડદ લો તો તેની સામે પા વાડકી રાજમાં લેવાના છે.

2- હવે આ બંને ને ગરમ પાણી માં પલાળી લેવાની છે.આખા અડદ લેવાના છે તેની દાળ નથી લેવાની,અને રાજમાં આ બન્ને ને કૂકર માં લઇ લેવાના છે તેની સાથે ત્રણ ટામેટા લેવાના છે તેને નાના ચોપ કરી ને ઉમેરો આદુ નો નાનો ટુકડો, લીલા મરચા ઝીણા સમારેલા એડ કરીશું.તેની સાથે તજ બે ટુકડા,લવિંગ ત્રણ, મરી ત્રણ અને ઈલાયચી બે અને એક તમાલપત્ર આટલી વસ્તુ ઉમેરી દેવાની છે.

3- હવે તેની સાથે સાથે મસાલા કરી લઈશું. અડધી ટી સ્પૂન હીંગ,પા ચમચી હળદર ત્યારબાદ બે ચમચી લાલ મરચું પાવડર,એક ચમચી ધાણાજીરૂ પાવડર તેની સાથે બે ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું.અને અડધી ચમચી ગરમ મસાલો પણ એડ કરીશું.ત્યારબાદ બે ચમચી કસ્તુરી મેથી એડ કરીશું.તેનો સ્વાદ બહુ સરસ લાગે છે.આ બધું જ મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ પા ચમચી મરી પાવડર અને શેકેલું જીરું પાવડર પણ એડ કરવાનું છે આ બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે.

4- હવે આપણે ગેસ ચાલુ કરીશું. તેની સાથે એક ગ્લાસ પાણી આ માપ આપ્યું છે એક વાડકી અડદ અને પા કપ રાજમાં લીધા તેમાં એક ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે અને કૂકર માં અને સીટી વગાડી લેવાની છે લગભગ સાત થી આઠ સીટી વગાડી લેવાની છે.કૂકર ઠંડુ થઈ જાય એટલે મેસર થી મેસ કરી લેવાનું છે.જો તમે ઝીરો દાલ મખની ના બનાવતા હોય તો કૂકર માં તેની સાથે બે ચમચી ઘી એડ કરવાનું છે વઘાર ની કઈ જ જરૂર નથી ડાયરેક જ બે ચમચી ઘી એડ કરી દેવાનું તો તેનો ટેસ્ટ બહુ સરસ લાગશે.

5- હવે તેને મેસર થી મેસ કરી ને તેમાં બે ટી કપ દૂધ એડ કરજો.તેને ધીમા તાપે લગભગ પંદર થી વીસ મિનિટ માટે થવા દેજો.જો તમે રીચ દાલ મખની બનાવતા હોય તો ઉપર થી બે ચમચી મલાઈ પણ એડ કરજો.અને જો ઝીરો ઓઇલ બનાવતા હોય દાલ મખની તો તેમાં થોડું પનીર ઉમેરી દેજો.લગભગ ૫૦ ગ્રામ પનીર છીણી ઉમેરી દેજો.તો એકદમ સરસ ટેસ્ટી દાલ મખની તૈયાર થઈ જશે.આ દાલ મખની છે એ તમે નાન સાથે,પરાઠા સાથે અને રાઈસ સાથે બધા સાથે સર્વે કરી શકો છો.

6- હવે આપણે દાલ ફ્રાય જોઈશું એ પણ ઢાબા ની દાલ ફ્રાય.જ્યારે ઢાબા માં દાલ ફ્રાય નો જે ટેસ્ટ હોય ને એ ઘરે કઈ રીતે લાવવાનો.તો તેની માટે સામગ્રી જોઈશું એક તો તેમાં તુવેર ની દાળ,ચણા ની દાળ અને મગ ની દાળ આ ત્રણ વસ્તુ ઉમેરવાની છે અને ત્રણેય સરખા ભાગે લેવાના છે.એટલે કે તમે ત્રણ દાળ પા પા વાડકી લઈ શકો છો. કૂકર માં ઘણું પાણી એડ કરી ને દાળ ને બાફી લેવાની છે.

7- બાફ્યા પછી તેને તેવી ને તેવી જ રહેવા દેવાની છે અને પછી ઘી થી વઘાર કરવાનો છે અને તેની સાથે જીરા નો વઘાર કરવાનો છે જીરું,હીંગ અને હળદર આ ત્રણ વસ્તુ એડ કરવાની છે.અને તેની સાથે આદુ ને મરચા ઉમેરવાના છે.અને તેમાં ખડા મસાલા પણ એડ કરીશું,જેમ કે લવિંગ,ઈલાયચી અને એક તમાલપત્ર ઉમેરી શું ત્યારબાદ જ ટામેટા એડ કરીશું.આમાં બે થી ત્રણ ટામેટા ને છીણી લેવાના છે.આ બધો મસાલો સરસ રીતે સાંતળી લેવાનો છે.ઘી છૂટું પડે ત્યાં સુધી ટામેટા ને સાંતળી લેવાના છે.

8- હવે મસાલો કરી લઈશું એટલે બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે જ્યારે તમે લાલ મરચું ઉમેરો ત્યારે પાણી માં પલાળી ને ઉમેરવાનું છે આ રીતે ઉમેરશો તો દાલ ફ્રાય નો કલર બહુ સરસ આવશે.હવે એક ચમચી ધાણાજીરૂ પાવડર એડ કરીશું.ત્યારબાદ એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું.ત્યારબાદ પા ચમચી ગરમ મસાલો અને એક ચમચી કસ્તુરી મેથી એડ કરીશું.હવે આ બધો મસાલો ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈશું.

9- હવે તેમાં બાફેલી દાળ એડ કરીશું અને એકદમ ધીમા તાપે લગભગ પંદર થી વીસ મિનિટ સુધી થવા દઈશું.જો આમાં તમને ગમે ને તો આદુ મરચા એડ કરી શકો છો.હવે દાળ જ્યારે રેડી થઈ જાય ને ત્યારે ઉપર થી રીંગ કરી ને એટલે જે મરચા આવે ને તેની રીંગ કરી ને એડ કરવાની જેથી મોંમાં આવશે ને તો બહુ મજા આવશે.

10- હવે થોડી કોથમીર ભભરાવી લઈશું.તો સરસ મજા ની ઢાબા સ્ટાઈલ દાલ ફ્રાય તૈયાર થઈ જશે જો તમારે દાલ તડકા બનાવવી હોય તો દાલ ફ્રાય તો તૈયાર જ છે તેની પર ખાલી વઘાર જ રેડવાનો છે.આપણે ઘી નો જ વઘાર રેડી શું,તેની સાથે વઘાર માં જીરું અને તેની સાથે લાલ મરચા ની પેસ્ટ છે તે અથવા તો લાલ મરચા જે પાણી માં પલાળેલા છે તે અથવા તો આખા લાલ મરચાં ની પેસ્ટ તમારે જે ઉપયોગ માં લેવું હોય તે લઈ શકો છો.હવે તેની સાથે એક ચમચી કિચન કિંગ મસાલો લઈશું, હવે આ બધું મિક્સ કરી લેવાનું છે,અને તેની સાથે એક ચમચી મલાઈ એડ કરવાની છે આ દાલ તડકા જે ટેસ્ટ જોઈએ છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ એ ટેસ્ટ પણ તમને મળશે.તો તમે આ ટીપ્સ જરૂર થી ફોલો કરજો અને આ પ્રમાણે એકવાર જરૂર થી બનાવજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *