ખાખરા પાપડ ની ચૂરી – આ ચૂરી આપ નાસ્તા માં કે જમવા માં સાઈડ ડીશ તરીકે પીરસો અને જુઓ બનાવેલ વાનગી નો સ્વાદ ડબલ થઈ જશે..

આ ખાખરા પાપડ ની ચૂરી ખાવા માં ખૂબ જ સરસ લાગે છે. આ ચૂરી આપ નાસ્તા માં કે જમવા માં સાઈડ ડીશ તરીકે પીરસો અને જુઓ બનાવેલ વાનગી નો સ્વાદ ડબલ થઈ જશે.

હું ઘર માં જ્યારે ખાખરા ના બહુ ટુકડા વધ્યા હોય ત્યારે અચૂક આ ચુરી બનાવું. આપ ખાસ આના માટે પણ ખાખરા નો ભૂકો કરી શકો..

સામગ્રી ::

• ખાખરા

• થોડા પાપડ

• ઘી

• થોડા સફેદ તલ

• લીમડા ના પાન

• હિંગ

• લાલ મરચું

• સંચળ/ મીઠું

• હળદર

• ચપટી આમચૂર

મિત્રો , મેં અહીં કોઈ પણ સામગ્રી નું માપ આપ્યું નથી , કારણ કે આ ચુરી સંપૂર્ણ આપના સ્વાદ પર આધાર રાખે છે.

રીત ::

ખાખરા ના ટુકડા એક મોટી થાળી માં લો. આપ જોઈ શકશો મેં 3 થી 4 જાતના અલગ અલગ ખાખરા ના કટકા લીધા છે, જે મારા ઘર માં વધ્યા હતા. આપ કોઈ પણ લઈ શકો.

આ ખાખરા ને હાથ થી ભૂકો કરો. મિક્સર માં કરવા થી એ બહુ ભૂકો થઈ જશે. આપણે સાવ ઝીણો ભૂકો નથી જોતો.. હાથ થી બને એટલો ઝીણો કરવાનો..

કડાય માં ઘી ગરમ કરો. ત્યારબાદ એમાં તલ , લીમડો ઉમેરો. ઘી નું પ્રમાણ આપના પર આધારિત છે. જો સાવ ઘી નહીં ઉમેરો તો ચુરી ચાવવા માં બહુ સૂકી લાગશે..

તલ અને લીમડો થઈ જાય એટલે એમાં હિંગ ઉમેરી ખાખરા નો ભૂકો ઉમેરો. સાવ ધીમા ગેસે કોઈ પણ મસાલો ઉમેર્યા વગર થોડી વાર શેકો..

આમ કરવા થી જુના ખાખરા જો થોડા હવાઈ ગયા હશે તો પણ એકદમ સરસ કડક થઇ જશે. ખાખરા ને ધીમા તાપે 3 થી 4 મિનિટ માટે શેકો.

ખાખરા સરસ કડક થઇ જાય ત્યારબાદ જ મીઠું /સંચળ , લાલ મરચું અને હળદર ઉમેરો. મિક્સ કરો અને ગેસ બંધ કરી લેવો જેથી મસાલો બળે નહીં. મીઠું કે સંચળ ધ્યાન થી ઉમેરવા કેમ કે ખાખરા અને પાપડ બંને માં મીઠું જોય જ છે.

પાપડ ને શેકી લો. મેં અહીં મગ અડદ ના પાપડ લીધા છે. જે સ્વાદ માં સરસ લાગે છે. પાપડ ખાવા માં હેલ્ધી નથી તો ઓછા જ લેવા.

હવે આ શેકેલા પાપડ નો હાથ થી ભૂકો કરો અને ગરમ ખાખરા માં મિક્સ કરી લો. ખાખરા અને પાપડ ની આ ચુરી સંપૂર્ણ ઠરે નહીં ત્યાં સુધી કડાય માં જ રાખવા..

ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો , ..આશા છે પસંદ આવશે.


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *