કોઠાની ચટણી – ચટાકેદાર કોઠાની ખાટ્ટી મીઠી ચટણી કોઈ પણ ફરસાણ-રોટલી-પરાઠા સાથે ખાઈ શકાય / Wood Apple Chutney

કેમ છો મિત્રો? આજે હું આપણા બાળપણની એક અનોખી યાદ લઈને આવી છું. કોઠું હા, કોઠું તો તમને યાદ જ હશે ઘણીવાર શાળાની બહારથી આપણે કોઠું ખરીદી લેતા અને ચાલુ ક્લાસમાં ખાતા હતા, કેટલાને યાદ છે એ ખાસ દિવસો? આજે હું તમારી માટે એ જ કોઠાની ચટણી બનાવવા રેસિપી લાવી છું.

કોઠું હજી પણ ઘણી જગ્યાએ મળતું હોય છે. મને તો જયારે પણ કોઈ લારી પર કોઠું દેખાય તો હું ખરીદી જ લઉં છું અને તેમાંથી આ ચટણી જરૂર બનાવું છું આ ચટણી બાળકોથી લઈને મોટા બધાને પસંદ આવે છે. આ ચટણી તમે કોઈપણ ફરસાણ, ગોટા, ભજીયા અને રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકશો. તો ચાલો વધારે સમય ના બગાડતા ફટાફટ શીખી લઈએ કોઠાની ચટણી…

સામગ્રી

  • કોઠા
  • ગોળ
  • સંચળ
  • શેકેલું જીરું
  • મીઠું
  • લાલ મરચું પાવડર

રીત-

1- સૌથી પહેલાં 5 કોઠા લઈ લઈશું. તેનો ઉપરનું લેયર બહુ કઠણ હોય છે જેથી તેને પરાઈ વડે તોડી લઈશું. ત્યારબાદ તેની અંદર થી પલ્પ કાઢી લઈશું.

2- જો કોઠું વજનમાં હલકું હોય તો સમજી લેવાનું કે કાઠું પાકું હશે. હવે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું.હવે તેમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી સંચળ નાખીશું.

3- હવે તેમાં એક ચમચી શેકેલું જીરું નાખી શું. ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.હવે આ બધી વસ્તુ ને ક્રશ કરી લઈશું. પાણી નાખ્યા વગર જ પીસી લઈશું. ત્યારબાદ તેમાં અડધો કપ ગોળ નાખી દઈશું.

4- હવે ફરીથી મિક્સરમાં ક્રશ કરી લઈશું.હવે આપણી ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે કોઈપણ ફરસાણ સાથે ખાઈ શકો છો. ભજીયા પકોડા સાથે પણ ખાઈ શકો છો.તેને ખાલી રોટલા કે પરાઠા સાથે પણ ખાઈ શકો. તો તમે આ ચટણી ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *