પ્રેશર કૂકર ખાંડવી રોલ્સ – હવે ખાંડવી બનાવો એકદમ સરળતા થી પ્રેશર કૂકર માં…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે પ્રેશર કૂકરમાં ખાંડવી રોલ્સ બનાવવાની પરફેક્ટ રેસિપી આ ખાંડવી બનાવતી વખતે તમારે નાહતો હલાવવાની ઝંઝટ છે નાહતો તમારે જોતા રહેવાની ઝંઝટ છે.ફક્ત થોડાક બાફ અને ટાઈમ આ રીતે ફોલ્લોવ કરશો તો તમારી ખાંડવી એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ એવી જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવી મસ્ત મજેદાર લાગશે. એકવાર ઘરે આ રીતે બનાવશો તો નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ આંગળા ચાટતા જ રહી જશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

ખાંડવી ના ખીરા માટે –

  • ૧ કપ ચણા નો લોટ
  • ૧ કપ દહીં
  • ૧ કપ પાણી
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૧/૪ ટી સ્પૂન હિંગ
  • મીઠું સ્વાદ અનુસાર

વઘાર માટે –

  • ૧ ટેબલ સ્પૂન તેલ
  • ૧ ટી સ્પૂન રાઈ
  • ૨ લીલા મરચા લાંબા સમારેલા
  • ૧.૫ ટી સ્પૂન તલ
  • કોથમીર ઝીણી સમારેલી

રીત :

૧. ખાંડવી ના ખીરા માં બતાવેલી બધી જ સામગ્રી ને બરોબર મિક્સ કરી લેવી.

૨. દહીં અને પાણી ની જગ્યા એ ૨ કપ છાશ પણ લઇ શકાય.

૩. હવે આ મિશ્રણ ને કૂકર માં એક સ્ટેન્ડ મૂકી, પાણી ઉમેરી ને બાઉલ માં કૂકર માં મૂકી દેવું.

૪. ૬ સીટી વગાડી ને કૂકર ને ઠંડુ થવા દેવું.

૫.કૂકર ઠંડુ થાય એટલે ખાંડવી નું મિશ્રણ એમાં થી કાઢી ને ફટાફટ થાળી પર કે કિચન પ્લેટફોર્મ પર પાથરી દેવું.

૬. થાળી પર તેલ લગાડવા ની જરૂર નથી.

૭. હવે ઠંડુ થાય ૫ મિનિટ એટલે ખાંડવી ના રોલ વાળી લો. ઉપર થી કોથમીર ભભરાવી દો.

૮. હવે વાઘરીયા માં તેલ લઇ ને એમાં રાઈ ઉમેરવી.

૯. રાઈ તતડે એટલે મરચા અને તલ ઉમેરવા.

૧૦. આ વઘાર ને ખાંડવી ના રોલ પર રેડી દો.

૧૧. હવે આ ખાંડવી ને ચટણી સાથે કે પછી એકલી પીરસો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *