ખંભાત નું પ્રખ્યાત હલવાસન – સરળ રેસિપી અને પરફેક્ટ સ્વાદશિયાળામાં પણ ખાવો રહેશે બેસ્ટ…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “દિવાળી સ્પેશિયલ ખંભાતનું ફેમસ હલવાસન બનાવવાની ખૂબ જ સરળ રેસિપી” હલવાસન તો તમે બધાએ ખાધું જ હશે. અને વાર તહેવાર આ બનાવવું ખૂબ સહેલું બની જઈ તેના માટે આ રેસિપીમાં થોડા ફેરફાર પણ કર્યા છે.અને આને ખૂબ સરળ બનાવાનો પ્રયત્ન પણ કર્યો છે.તમે પણ આજ હલવાસન ઘરે ખૂબ જ ઓછી સામગ્રીથી બનાવી શકો છો.જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવું હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મીઠો મધુર બનશે.એકવાર ઘરે આ રીતે બનાવશો તો ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાનર બોઉં જ ભાવશે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો. તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૫૦૦ મિલી ફુલ ફેટ દૂધ
  • ૨ ટેબલ સ્પૂન ખાવા નો ગુંદર નો પાવડર
  • ૨ ટેબલ સ્પૂન ઘઉં નો જાડો લોટ
  • ૨ ટેબલ સ્પૂન ઘી
  • ૧/૨ કપ ખાંડ
  • ઈલાયચી નો પાવડર
  • બદામ પિસ્તા ઉપર થી લગાડવા માટે

રીત :

૧. એક પેન માં ૧ ટેબલ સ્પૂન ઘી ગરમ કરી ને એમાં મિક્સી માં પીસેલો ગુંદર શેકી લેવા નો છે.

૨. માધ્યમ તાપે હલાવતા હલાવતા ગુંદર શેકાય જાય એટલે એક વાટકી માં કાઢી લેવું.

૩. હવે એજ પેન માં ૧ ટેબલ સ્પૂન ઘી ગરમ કરવું અને ઘઉં ના લોટ શેકવો.

૪. ઘઉં નો લોટ ના હોય તો ઘઉં ના ફાડા ને મિક્સી માં અધકચરા ક્રશ કરી લેવા.

૫. હવે લોટ શેકાય એટલે એને એક વાટકી માં કાઢી લેવો.

૬. એ જ પેન માં ખાંડ ને ધીમા તાપે ગરમ કરવી. ખાંડ ઓગળે અને બ્રાઉન રંગ આવે ત્યાં સુધી શેકવી.

૭. ખાંડ કૅરમલાઈઝ થઇ જાય એટલે એમાં દૂધ ઉમેરી દેવું. ગેસ ધીમો જ રાખવો.

૮. હવે દૂધ ગરમ થશે એટલે ખાંડ પાછી ઓગળી જશે.

૯. દૂધ ગરમ થાય એટલે એમાં ગુંદર ઉમેરવો.

૧૦. દૂધ ઉકળશે એટલે ફાટી જશે અને માવો તૈયાર થવા માંડશે.

૧૧. દૂધ થોડું ઉકળી જાય એટલે એમાં લોટ ઉમેરવો.

૧૨. હવે એમાં એલચી નો પાવડર ઉમેરી ને જાડું ના ત્યાં સુધી હલાવત રહો.

૧૩. મિશ્રણ આકાર લે એટલું જાડું થાય એટલે ગેસ બંધ કરી ને એક પ્લેટ માં ઠંડુ કરવા માટે મૂકી દેવું.

૧૪.૧૦ મિનિટ જેવું ઠંડુ થાય એટલે એની ટિક્કી ઓ વાળી લેવી.

૧૫. દરેક ટિક્કી પર બદામ પિસ્તા ની કતરણ લગાડી દેવી.

૧૬. આ હલવાસન ને ૨૪ કલાક રાખ્યા પછી એ ખાવા માટે તૈયાર છે.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *