સ્ટોબેરી લસ્સી – થોડી થોડી ગરમી લાગી રહી છે તો હવે બનાવો આ સ્ટ્રોબેરી ટ્વિસ્ટની લસ્સી…

ઉનાળાની શરૂઆત થોડી થોડી થઈ ગઈ છે અને ગરમી શરૂ થાય યેટલે આપણે વિવિધ પ્રકારનાં ઠંડા પીણા, લસ્સી, આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ, અને હમણાં તો સ્ટોબેરી બઉ સરસ મળી રહી છે અને સિજનલ ફ્રૂટ ખાવાની મજા જ કયીઓર હોય છે આજે આપણે બનાવીશું ફ્લેવર્ડ લસ્સી જે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે.

સ્ટોબરી માંથી આપણે રાયતું, આઇસક્રીમ,જ્યૂસ આ બધું તો બનાવીએ છે આજે ફ્રેશ સ્ટોબેરી સમુધી બનાવીશું. હવે ગરમીમાં ઘણીવાર જમવાનું ઓછું ભાવતું હોયછે તો એક ગ્લાસ સ્મુધી પી લયીએ તો તમારો આખો દિવસ આરામથી નીકળી જતો હોય છે. ઘણા લોકો ક્રિસમસના વેકેશનમાં સ્પેશ્યલી મહાબળેશ્વર સ્ટ્રોબેરી ખાવા માટે જ જતા હોય છે. સ્ટ્રોબેરી મહારાષ્ટ્રની ધરતી પર જ ઊગે છે. સ્ટ્રોબેરી દરરોજ લગભગ એક વાટકી ભરીને ખાઈ શકાય..

આરોગ્યની દૃષ્ટિએ સ્ટોબેરી ત્યારે જ ખાવી જોઈએ જ્યારે એની સીઝન હોય. આ ફળ એવું છે જેમાં ભરપૂર પાણી અને ફાઇબર્સ છે. એની સો અઢળક પોષક તત્વો છે જે વ્યક્તિને જુદા-જુદા રોગોથી બચાવે છે અને જેને એ રોગ હોય તેને એના પર કાબૂ રાખવામાં મદદરૂપ થાય છે. સ્ટ્રોબેરીને કારણે લોહીમાંની શુગર ઘણી ક્ધટ્રોલમાં રહે છે. જે ડાયાબિટીઝના દરદી છે તે અને જેમના ઘરમાં કોઈને ડાયાબિટીઝ છે તે પણ વગર કોઈ રોકટોક સ્ટ્રોબેરી ખાઈ શકે છે. તો ચાલો ફટાફટ બનાવી યે સ્ટોબેરી સમૂધી…

“સ્ટોબેરી લસ્સી “

સામગ્રી :-

  • બે કપ દહીં
  • એક કપ સમારેલી સ્ટ્રોબેરી
  • અડધી ટીસ્પૂન વાટેલી ઈલાયચી
  • ત્રણ ચમચી ક્રશ્ડ બરફ
  • બે ટેબલસ્પૂન મલાઇ
  • ૩ ચમચી સ્ટ્રોબેરી ક્રશ

બનાવવાની રીત:

સૌ થી પહેલા સ્ટ્રોબેરી ને પાણી થી બરાબર ધોઈ લેવી.

હવે તેને નાના નાના ટુકડા માં સમારી લેવી.

હવે એક બાઉલ માં દહીં, સ્ટોબેરી તેમાં સ્ટ્રોબેરી ક્રશ , ઇલાયચી પાઉડર તથા બરફ ઉમેરો. સ્ટ્રોબેરી ક્રશમાં ખાંડ ઉમેરેલી હોવાથી ખાંડ ઉમેરવી નહીં.

હવે ક્રશ કરી સ્ટ્રોબેરી લસ્સી તૈયાર છે. આ લસ્સીને ગ્લાસમાં ભરો. ઉપરથી થોડી મલાઈ ઉમેરી ઠંડી-ઠંડી લસ્સી સર્વ કરો.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *