લસુની પાલક – આ રીતે આવશે ૧૦૦% મજેદાર સ્વાદ અને ચટક રંગ

આજે આપણે લસુ ની પાલક બનાવીશું.જો તમે આ રીતે બનાવશો તો ૧૦૦% મજેદાર સ્વાદ અને ચટક રંગ આવશે,આ રીતે લસું ની પાલક જરૂર થી ટ્રાય કરજો, તેનો કલર પણ સરસ આવે છે પ્રોટીન થી ભરપુર છે તો તમે એકવાર ચોક્કસથી બનાવજો. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • પાલક
  • મીઠું
  • કસ્તુરી મેથી
  • લાલ મરચું પાવડર
  • ગરમ મસાલો
  • દહીં
  • લસણ
  • તલ
  • તેલ
  • બટર
  • સૂકા મરચાં
  • જીરું
  • ધાણાજીરું પાવડર
  • ડુંગળી
  • હળદળ

રીત

1- સૌથી પહેલા આપણે ૫૦૦ ગ્રામ પાલક ને ધોઈ ને લઈ લીધી છે હવે તેને ઉકળતા પાણી માં એક ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું,હવે તેમાં પાલક એડ કરી લઈશું,હવે આને બે મિનિટ જેવું ઉકળવા દઈશું,આમ કરવાથી જે પાલક નો કલર છે તે જળવાઈ રહે છે.

2- હવે એક વાસણમાં ઠંડુ પાણી લીધું છે અને પાલક ને ગરમ પાણી માંથી કાઢી ઠંડા પાણી માં એડ કરી દઈશું, આમ કરવાથી તેનો કલર ગ્રીન સરસ રહે છે તમે કોઈપણ શાક બનાવો તો આ રીત કરવી ખૂબ જરૂરી છે તેમાં રહેલા જીવાણુ પણ મરી જાય છે હવે તેને ઠંડા પાણી માંથી નીચોવી ને કાઢી લઈશું.

3- હવે આને કટ કરી લઈશું,આમાં પનીર કે કઈ પણ એડ કરવાના નથી હવે આપણે પાલક ઝીણી સમારી લીધી છે હવે જે બીજી પાલક છે તેમાં ચાર લીલા મરચા એડ કરી તેને મિક્સર માં ક્રશ કરી લઈશું.હવે એક પેન માં એક ચમચી તેલ લઈશું.

4- હવે અડધી ચમચી જીરૂ એડ કરીશું, હવે તેમાં છ થી સાત કડી લસણ ને ઝીણું સમારી ને એડ કરીશું,હવે લસણ ને ધીમા તાપે સાંતળી લઈશું,હવે એક ડુંગળી ને ઝીણી સમારી ને એડ કરીશું, હવે આનો કલર બદલાઈ ત્યાં સુધી તેને સાંતળી લઈશું,હવે તેમાં પાલક સમારેલી એડ કરીશું.હવે આની અંદર અડધી ચમચી હળદર નાખીશું.હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, ત્યારબાદ આપણે પાલક ની પેસ્ટ બનાવી હતી,તે એડ કરીશું.

5- હવે તેમાં અડધો કપ પાણી એડ કરીશું,હવે આને સરસ રીતે ઉકાળી લઈશું,તમે વિડિયો માં જોઈ શકો છો કે તેનો કલર સેજ પણ જાખો નથી પડ્યો હવે આમાં એક ટી સ્પૂન ધાણાજીરુ પાવડર નાખીશું.આમાં વધુ મસાલા નથી એડ કરવાના,ઓછા મસાલા માં વધુ સ્વાદ આવે છે.હવે આમાં એક ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું.હવે આને સરસ મિક્સ કરી લઈશું.

6-તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ પાલક ઉકળી ગઈ છે હવે તેમાં બે ચમચી દહીં એડ કરીશું.આપણે ક્રીમ ની જગ્યા એ દહીં નો ઉપયોગ કરીએ છીએ કારણકે દહીં ની ખટાશ આમાં આવી જાય આમાં બીજી કોઈ ખટાશ એડ કરી નથી. દહીં ને ફેટી ને જ એડ કરીશું જેથી દહીં ફાટી ના જાય.હવે આને પાંચ મિનિટ સુધી હલાવતા હલાવતા તેને ઉકાળી લઈશું.

7- અહીંયા તમારે જરૂર લાગે તો મીઠું એડ કરી શકો છો.તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાલક રેડી છે હજુ તેમાં વઘાર એડ કરવાનો બાકી છે હવે એક કડાઈમાં એક ચમચી બટર અને એક ચમચી તેલ લઈ લઈશું.તમે વધુ પણ લઈ શકો છો.હવે તેમાં અડધી ચમચી જીરૂ એડ કરીશું.

8- હવે તેમાં સાત થી આઠ લસણ ની કડી એડ કરીશું.જેથી ગેસ ધીમો રાખીશું જેથી લસણ બળી ના જાય, હવે તેમાં સૂકા લાલ મરચા એડ કરીશું. હવે તેમાં એક ટી સ્પૂન તલ એડ કરીશું, હવે આમાં એક ચમચી કસ્તુરી મેથી એડ કરીશું.હવે આમાં અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.

9- હવે ગેસ બંધ કરી દઈશું જેથી મરચું બળી ના જાય,હવે વઘાર રેડી થઈ ગયો છે હવે જે આપણે પાલક બનાવી ને રેડી કરી હતી તેની ઉપર એડ કરીશું.તો દેખાય છે ને એકદમ સરસ આ લસૂ ની પાલક તો આ તમે જરૂર થી બનાવજો તમે આમાં પનીર પણ એડ કરી શકો છો.પણ આ રીતે બનાવવાથી એકદમ ટેસ્ટી લાગે છે પોતાનો સ્વાદ છે તે પુરે પૂરો જળવાઈ રહે છે અને ખૂબ જ હેલ્ધી બને છે.તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *