ભરેલા સરગવાનું શાક બનાવવાની પરફેક્ટ રેસિપી…

આજે આપણે ભરેલા સરગવાનું શાક બનાવવાની રીત જોઈશું.જોઈ ને જ ખાવાનું મન થઈ જાય એવું આ સરગવાના શાક ને આજે નવી રીતે બનાવીશું આ બન્યા પછી એકદમ ટેસ્ટી બને છે આને તમે રોટલી સાથે ખાઈ શકો છો જે લોકો સરગવો નથી ખાતા એ લોકો વારંવાર ખાશે તો ચાલો બનાવી લઈએ સરગવાનું શાક.

સામગ્રી

  • સરગવાની સીંગ
  • વરિયાળી પાવડર
  • ધાણાજીરું પાવડર
  • સીંગદાણા નો ભુક્કો
  • બેસન
  • ગરમ મસાલો
  • આદુ અને લસણ ની પેસ્ટ
  • હળદળ
  • વાટેલા તલ
  • મીઠું
  • ટામેટા
  • લીલા મરચા ની પેસ્ટ
  • હીંગ
  • કાશ્મીરી લાલ મરચું
  • ગોળ
  • લીંબુ નો રસ
  • લીલા ધાણા

રીત

1- સરગવાની સીંગ નું શાક બનાવવા માટે અહીંયા આપણે ૨૫૦ ગ્રામ સરગવો લઈ લીધો છે,સરગવો જ્યારે પસંદ કરો ત્યારે તે બહુ પાતળો પણ ના હોવો જોઈએ,સરગવો થોડો જાડો હોવો જોઈએ અને એકદમ ફ્રેશ લેવાના છે.

2- હવે તેને કટ કરી લઈશું,જે ઉપર છોડા નો ભાગ છે તે કટ કરી લઈશું અને એક આંગળી જેટલી લંબાઈ રાખીશું,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધી સરગવાની સીંગ ને સાફ કરી લીધી છે.

3- હવે આમાં મસાલો ભરવાનો નથી પણ તેને વચ્ચે થી કટ આપી દઈશું, જેથી બધો મસાલો તેમાં જતો રે સરગવાની સીંગ માં તેનો ટેસ્ટ આવી જાય.બવ મોટો કટ નથી આપવાનો, તમારા થી બે ટુકડા ના થાય તે રીતે કટ આપીશું.

4- હવે આ રીતે બધા કટ કરી લઈશું. હવે સીંગ ને બાફી દઈશું,સીંગ ને બાફવા માટે પાણી ગરમ કરી લીધું છે હવે પાણી માં અડધી નાની ચમચી હળદર નાખીશું,સ્વાદ મુજબ મીઠું નાખીશું, ત્યારબાદ તેમાં તૈયાર રાખેલી સીંગ એડ કરીશું.હવે તેને મિક્સ કરી ને કુક કરી લઈશું.

5- જો તમે વધારે કુક કરશો તો મસાલા માં ઉકાળી શું તો વધારે સોગી થઈ જશે,તમે ચાહો તો તમે કૂકર માં એક સીટી વગાડી શકો છો.આને આપણે ધીમા ગેસ પર કુક કરી લઈશું.હવે ત્યાં સુધી મસાલો તૈયાર કરી લઈશું,હવે તેના માટે એક ટી સ્પૂન તેલ નાખીશું, હવે બે ચમચી બેસન લીધો છે હવે તેને શેકી લઈશું.

6- જ્યાં સુધી તેની સુગંધ ના આવે ત્યાં સુધી તેને શેકી લઈશું અને બેસન નો કલર ના બદલાઈ ત્યાં સુધી તેને શેકી લઈશું,આને આપણે સતત હલાવતા રહીશું,તમે શેકેલા ચણા બજાર માં મળે છે તે પણ તમે લઈ શકો છો,અથવા તમે ગાઠીયા નો પાવડર પણ લઈ શકો છો,હવે તેને થોડું ઠંડું થવા દઈશું.

7- હવે બેસન ઠંડો થઈ ગયો છે તો તેમાં મસાલા કરી લઈશું,હવે આપણે ૧/૪ કપ શેકેલા સીંગદાણા નો પાવડર નાખીશું,હવે ત્રણ ચમચી તલ પણ એડ કરીશું.આપણે તલ ને પણ અધકચરા વાટી લીધા છે,તમે કોઈપણ ભરેલા શાક માં આ ત્રણ વસ્તુ લઈ શકો છો. હવે તેમાં મસાલા કરી લઈશું,હવે એક ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.

8- હવે એક નાની ચમચી ગરમ મસાલો નાખીશું, ત્યારબાદ એક નાની ચમચી વરિયાળી નો પાવડર લઈશું,આનો ટેસ્ટ અને ફ્લેવર્સ બન્ને સરસ આવે છે, ત્યારબાદ અડધી નાની ચમચી હળદર નાખીશું, ત્યારબાદ એક ચમચી ગોળ નાખીશું જેથી આપણા બધા ટેસ્ટ ને બેલેન્સ કરી દેશે.

9- તમે ખાંડ પણ નાખી શકો છો,ત્યારબાદ એક નાની ચમચી લીંબુ નો રસ એડ કરીશું, ત્યારબાદ આપણે કલર આપવા માટે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું,હવે આપણે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, ત્યારબાદ ૧/૪ કપ ઝીણા સમારેલા લીલાં ધાણા એડ કરીશું.

10- હવે આ બધા જ મસાલા ને હાથ થી મિક્સ કરી લઈશું,આ કોઈપણ શાક માં ભરી શકાય ટેસ્ટી મસાલો.આ મસાલા ને તમે કોઈપણ એર ટાઈટ ડબ્બા માં ભરી શકો છો,એક મહિના સુધી મસાલા ને ભરી ને રાખી શકો છો. હવે આપણે ચેક કરી લઈએ કે આપણી સીંગ બફાય છે કે નઈ,આને પ્રેસ કરી ને જોવાની કે સીંગ બફાય છે કે નઈ જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

11- હવે ગેસ બંધ કરી સીંગ અને પાણી અલગ કરી લઈશું, હવે આ પાણી ફેંકવાનું નથી તેને રહેવા દઈશું હવે આપણે શાક નો ફટાફટ વઘાર કરી લઈશું,હવે એક પેન લઈ લઈશું હવે આમાં ત્રણ મોટી ચમચી તેલ નાખીશું તમે ઓછું ખાતા હોય તો ઓછું પણ નાખી શકો છો,હવે તેલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી જીરૂ નાખીશું.

12- હવે પા ચમચી હિંગ નાખીશું, ત્યારબાદ એક મોટી ચમચી આદુ લસણ ની પેસ્ટ નાખીશું તમે લસણ ના ખાતા હોય તો સ્કિપ કરી શકો છો, ત્યારબાદ એક ચમચી લીલા મરચા ની પેસ્ટ નાખીશું,તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો,હવે આને અડધી મિનીટ માટે સાંતળી લઈશું.

13- હવે તેમાં બે મોટા ટામેટા ને ઝીણા સમારીને એડ કરીશું,હવે ટામેટા ના ભાગ નું મીઠું નાખીશું આ યાદ રાખજો, હવે આને સરસ મિક્સ કરી લઈશું, ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને કુક કરી લેવાના છે હવે તેને ઢાંકીને બરાબર કુક કરી લઈશું, તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે.

14- હવે તેમાં આપણે જે તૈયાર કરેલો મસાલો હતો તે એડ કરીશું,બધો મસાલો એડ કરી દઈશું હવે મસાલા ને ટામેટા સાથે સરસ મિક્સ કરી લઈશું તમે વિડિયો માં જોઈ શકો છો કે મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે તેમાં બાફેલી સીંગ નાખીશું, તેને હલકા હાથે મિક્સ કરી લઈશું ધ્યાન રાખવાનું છે કે સીંગ તૂટી ના જાય આપણે સીંગ ને ૮૦ ટકા જ કુક કરી છે એટલે તેને મસાલા માં કુક કરી લઈશું.

15- હવે જે પાણી હતું તે એડ કરીશું, તમને જેટલી ગ્રેવી જોઈએ તેટલું પાણી એડ કરી શકો છો,આપણે અહીંયા બધું જ પાણી એડ કરી લઈશું હવે તેને મિક્સ કરી ને ઢાંકી ને ફરી ત્રણ થી ચાર મિનિટ માટે કુક કરી લઈશું,એટલે સીંગ પણ સરસ બફાઈ જશે અને ગ્રેવી પણ સરસ થઈ જશે.

હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ સીંગ માં બધો જ મસાલો ભળી ગયો છે અને એકદમ સરસ ટેસ્ટી શાક બન્યુ છે અને ગ્રેવી પણ એકદમ ઘટ્ટ થઈ ગઈ છે અને સુગંધ પણ સરસ આવી રહી છે હવે તેમાં લીલા ધાણા નાખીશું હવે ગેસ બંધ કરી ને ગરમા ગરમ રોટલા સાથે,કે રોટલી સાથે સર્વે કરીશું તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *