મગની દાળના ઢોકળા – હેલ્થી અને ટેસ્ટી મગની દાળના ઢોકળાની પરફેક્ટ રેસિપી

આજે આપણે બનાવીશું મગની દાળના ઢોકળા. એકદમ સ્પોન્જી મોમા ઓગળી જાય તેવા રૂ જેવા ઢોકળા. કોઈપણ આથો લાવ્યા વગર દાળ ચોખા પલાળીને આપણે મગની દાળના ઢોકળા બનાવીશું. ખૂબ જ ટેસ્ટી બને છે. અને એકદમ સરળ રીતે બની જાય છે. તો ચાલો બનાવીએ મગની દાળના ઢોકળા.

સામગ્રી

  • મગની દાળ(મોગર દાળ)
  • ચોખા
  • દહીં
  • મીઠું
  • લીલા મરચાની પેસ્ટ
  • હળદર
  • ઈનો
  • તેલ
  • હિંગ
  • રાય
  • જીરું
  • લીલા મરચા
  • મીઠા લીમડાના પાન
  • લાલ મરચું પાવડર
  • ફ્રેશ લીલા ધાણા

રીત-

1-સૌથી પહેલા આપણે તેનું માપ જોઈ લઈશું. એક કપ છોડા વગરની મગની દાળ લઈશું.જે મોગર દાળ આપણે કહીએ છે તે. અને પા કપ ચોખા લઈશું. જાડા ચોખા લેવાના.

2-હવે તેને બે થી ત્રણ પાણીથી સાફ કરી લઈશું. અને ચોખા અને દાળ ડુબે તેટલું પાણી નાખી તેને પાચ થી છ કલાક રહેવા દઈશું.

3-હવે ૫ કલાક થઈ ગયા છે અને આપણા દાળ-ચોખા સરસ પલળી ગયા છે. હવે આપણે મિક્સર જાર લઈ લઈશું.તેમાં દાળ – ચોખા નાખીશું. આપણે હવે ખાટું બે ચમચી દહીં લઈશું.

4-હવે આપણે તેની પેસ્ટ બનાવી લઈશું. હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેમાં બેથી ત્રણ ચમચી જ પાણી વપરાયું છે. હવે પેસ્ટ ને એક બાઉલમાં કાઢી લઈશું.હવે તેને ચમચી થી એક મિનિટ માટે હલાવી લઈશું.જેથી આપણું ખીરું એકદમ હલકું થઈ જાય.


5-આમ કરવાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ બને છે. હવે આપણે ખીરામાં મસાલા કરી લઈએ. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. ત્યારબાદ અડધી નાની ચમચી હળદર નાખીશું. હળદર નાખવાથી ઢોકળા નો કલર એકદમ સરસ આવે છે.

6-હવે તેમાં અડધી ચમચી લીલા મરચાની પેસ્ટ નાંખીશું. હવે તેમાં એક મોટી ચમચી તેલ નાખીશું. અને બધું સરસ મિક્સ કરી લઈશું. તેલ નાખવાથી ઢોકળા સોફ્ટ બને છે. તેમાં સાઈનીંગ પણ આવી જાય છે. હવે આપણો ખીરું સરસ મિક્સ થઈ ગયું છે.

7- હવે આપણે ખીરાના બે ભાગ કરી લઈશું. આપણે ખીરામાં ઈનો નાખવાના છે. તમારે જેટલી થાળી કરવી હોય તે પ્રમાણે ઈનો નાખવાનો હોય છે. પહેલા આપણે થાળી ને તેલ થી ગ્રીસ કરી લઈશું. આપણે પાણી પણ ગરમ કરવા મૂકી દઈશું.

8- હવે આપણે અડધી નાની ચમચી ઈનો નાખીશું. હવે તેને બરાબર ફેટી ને મિક્સ કરી લઈશું. ઈનો નાખ્યા પછી ખીરાને રહેવા નથી રહેવાનું તરત જ થાળીમાં નાખીને ઢોકળીયામાં મૂકી દેવાનું. હવે ઉપરથી લાલ મરચું ભભરાવી શું. જેથી તેનો દેખાવ અને ટેસ્ટ સારો આવે છે.

9-હવે આપણે ઢોકળીયામાં મૂકી દઈશું. હવે તેને ઢાંકીને 15 મિનિટ સુધી કુક થવા દઈશું. હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો તેને ચેક કરી લઈએ. એક ચપ્પુ નાખી ચેક કરી લેવાનું. ચપ્પુ કોરું નીકળે તો ઢોકળા તૈયાર થઈ ગયા છે.


10-હવે આપણે થાળીને બહાર કાઢી ઠંડી થવા દઈશું. એકદમ ગરમ ગરમ હોય ત્યારે કટ નહીં કરવાના. હવે તમને જે સાઈઝના કટ જોઈએ તે સાઈઝના કરી શકો છો. આ ટુકડાને તમે ગરમ ગરમ ઉપર તેલ નાખીને ખાય શકો છો.

11-આ ઢોકળાને વઘારવા ની જરૂર પડતી નથી. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને સરસ ઢોકળા બન્યા છે. આજ રીતે બીજી થાળી પણ તૈયાર કરી લઈશું.

12- હવે ઢોકળા નો વઘાર કરી લઈએ. એક પેન લઈશું. તેમાં બે મોટી ચમચી તેલ લઈશું. તેલ ગરમ થવા દઈશું. ગરમ થઇ ગયા પછી એક નાની ચમચી રાય નાખીશું. અડધી નાની ચમચી જીરું નાખીશું. ચારથી પાંચ મીઠા લીમડાના પાન નાખીશું.

13- હવે 2 લીલા મરચાં સમારીને નાખીશું. અને ચપટી હિંગ નાંખીશું. અને વઘારને બરાબર સાંતળી લઈશું. હવે ગેસ બંધ કરીને આ વઘારને ઢોકળા પર સ્પ્રેડ કરી લઈશું. બધા જ ઢોકળા પર વઘાર આવે તે રીતે કરવાનું છે. બન્યા છે ને એકદમ સરસ. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા.

14- હવે આપણે ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. ચટણી સાથે આ ઢોકળાને સર્વે કરીશું. ચટણી વગર પણ ખાઈ શકો છો. હવે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. કોઈપણ આથો લાવ્યા વગર. એકદમ સોફ્ટ અને રૂ જેવા ઢોકળા બનાવ્યા છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *