બહાર લારી પર મળે એવા ગરમાગરમ ક્રિસ્પી બ્રેડ પનીર પકોડા બનાવવાની બેસ્ટ રીત – Bread Paneer Pakoda

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “બ્રેડ પનીર પકોડા” નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય છે.જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે?? તરત જ ખાવાનું મન પણ થઈ જઈ એવા ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી તેમજ મસાલેદાર બનશે.બાળકોને જયારે પણ બપોરે ભૂખ લાગે ત્યારે ઘરે જ બનાવી આપો.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થયા કરશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા પનીર પકોડા ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે જરૂરથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • ચણા નો લોટ
  • લીલા મરચા
  • લાલ મરચું પાવડર
  • ચાટ મસાલો
  • આમચૂર પાઉડર
  • મીઠું
  • હળદર
  • બટાકા બાફેલા
  • તલ
  • ઘઉ ની બ્રેડ
  • પનીર

રીત

1- સૌથી પેહલા આપણે બટાકા ને બાફી લઈશું.અને તેને મેશ કરી લઈશું. ત્યાર બાદ એક લીલું મરચું સમારી ને એડ કરીશું.ત્યાર બાદ એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.અને થોડી હળદર નાખીશું.

2- હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું.અને ખટાશ માટે અડધી નાની ચમચી આમચૂર પાવડર એડ કરીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે અડધી નાની ચમચી ચાટ મસાલો નાખીશું.હવે તેના માટે નું બેટર તૈયાર કરી લઈશું.

3- હવે એક કપ ચણા નો લોટ લઈશું.અને તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.થોડી હળદર નાખીશું.હવે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આ મિક્સ કરી ને તેનું બેટર બનાવવાનું છે.આપણું બેટર બહુ જાડુ પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તેવું હોવું જોઈએ.

4- હવે બધું મિક્સ કરી લઈશું. બેટર ની કંસેન્ટનસી જોવા માટે ની એક ટિપ્સ જોઈશું.કોઈ એક ચમચી લેવાની છે. અને બેટર માં ડીપ કરવાની છે.ત્યારબાદ બધું નીચે પડી જાય પણ તમને હલકો કોટ જોવા મળે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક લેયર કોટિંગનું છે.તે બહુ જાડુ પણ નથી અને બહુ પાતળું પણ નહીં.આ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે.

5- તો તમે આ રીતે ચેક કરી શકો છો.તો ચાલો બ્રેડ પકોડા બનાવવાની શરૂઆત કરીએ.આપણે અહીંયા ચાર ઘઉ ની બ્રેડ લીધી છે.અને પનીર ને બ્રેડ ના જેવો આકાર આપી કટ કરી લઈશું.હવે એક બાજુ જે આપણે આલુ નો મસાલો તૈયાર કર્યો હતો. તે મુકીશું.તેને હાથ થી જ દબાવી લઈશું.હવે મસાલા ને સરખી રીતે સ્પ્રે કરી લઈશું.

6- હવે બીજી બાજુ ગ્રીન ચટણ લગાવી લઈશું.હવે આ સાઈડ પર પનીર મૂકી દઈશું.અને પછી બંને ને જોઈન્ટ કરી લઈશું.હવે તેને બેટરમાં ડીપ કરી ને ફ્રાય કરી લઈશું.બધી બાજુ સરખું કોટ થઈ જવું જોઈએ.હવે આપણે તેલ માં ફ્રાય કરી લઈશું.હવે સરસ ફ્રાય થઈ ગયું છે.તો તેને ટિસ્યુ પેપર પર કાઢી લઈશું.

7- બીજી રીતે પણ કરી શકાય કે બ્રેડ ને વચ્ચે થી કટ કરી લઈશું.અને તેને બેટરમાં ડીપ કરી ફ્રાય કરી લઈશું.હવે તેને પણ ટિસ્યુ પેપર પર કાઢી લઈશું.તો તૈયાર છે બ્રેડ પનીર પકોડા.તેને કેચપ સાથે સર્વ કરી શકો છો.બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *