મૂંગદાલ રસભરા – ગુલાબજાંબુ અને રસગુલ્લા તો તમે ખાતા અને બનાવતા હશો તો હવે બનાવો આ નવીન સ્વીટ…

બધાએ જાંબુ, રસગુલ્લા જેવી સ્વીટનો ટેસ્ટ કર્યો જ હોય છે પરંતુ આજે હું અહીં મૂંગદાલ રસભરાની રેસિપિ આપી રહી છું. જે ખૂજબજ સરસ જ્યુસી છે. રસભરા ખૂબજ હેલ્ધી તેમજ ટેસ્ટી સ્વીટ છે. જ્યુસી હોવાથી બધાને ખુબજ યમ્મી લાગશે. દિવાળી, નવરાત્રી કે હોલી જેવા તહેવારોમાં તમે ચોક્કસથી આ સ્વીટ બનાવજો. કેમેકે આ મૂગદાલ રસભરા બનાવવા ખૂબજ ઇઝી અને ક્વીક છે. તેમજ ઘરમાંથી જ મળી જતી, થોડીજ સામગ્રીમાંથી બની જાય છે. તો આજે હું અહીં મૂંગદાલ રસભરાની ખૂબજ સ્વાદિષ્ટ એવી રેસપી આપી રહી છું તો તમે પણ ચોક્કસથી તમારા રસોડે ટ્રાય કરજો.

મૂંગદાલ રસભરા બનાવવા માટેની સામગ્રી :

  • 100 ગ્રામ મગની ફોતરા વગરની દાળ
  • ¼ ટી સ્પુન સોલ્ટ
  • ¼ ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ
  • ¼ ટી સ્પુન બેકીંગ પાવડર
  • 1 ½ કપ સુગર
  • 1 ½ કપ પાણી
  • ½ ટી સ્પુન એલચી પાવડર

ગાર્નિશિંગ માટે :

  • 1 ટી સ્પુન બારીક કાપેલા કાજુ અને પિસ્તા

મૂંગદાલ રસભરા બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ 100 ગ્રામ મગની ફોતરા વગરની દાળ એક બાઉલ્માં લઈ તેને 2-3 વખત પાણીથી ધોઈ લ્યો.

ત્યારબાદ થોડા હુંફાળા ગરમ પાણીમાં 3-4 કલાક માટે પલાળી દ્યો.

4 કલાકમાં દાળ પલળીને સરસ ફુલીને સોફ્ટ થઈ જશે એટલે ગ્રાઇંડ કરવાથી તેની સરસ પેસ્ટ બનશે.

4 કલાક પછી તેમાંથી પાણી નિતારી લ્યો. ત્યારબાદ તેને મિક્ષર જારમાં ભરી ફાઇન-સ્મુધ પેસ્ટ બનાવી લ્યો.

તેને એક બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.

તેમાં ¼ ટી સ્પુન સોલ્ટ ઉમેરો.

સાથે તેમાં ¼ ટી સ્પુન બેંકીગ પાવડર અને ¼ ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ એકદમ ફ્લફી થાય ત્યાંસુધી ફીણી લ્યો. 5 મિનિટ એકબાજુ રાખો.

સુગર સીરપ બનાવવાની રીત :

સાથે એક પેનમાં 1 ½ કપ સુગર અને 1 ½ કપ પાણી ઉમેરી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.

હવે તેમાં રહેલી સુગરને સ્પુન વડે હલાવતા રહી પાણીમાં ડાયલ્યુટ કરો. તેમાં ½ ટી સ્પુન એલચીનો પાવડર ઉમેરો. મિક્ષ કરો.

બનેલા સુગર સિરપમાં એક ઉભરો આવે ત્યાં સુધી જ બોઇલ કરો. તારવાળું સુગર સિરપ બનાવવાનું નથી. (પાતળું સુગર સિરપ હોય તો મૂંગદાલ રસભરામાં જલ્દીથી એબસોર્બ થઈ જશે).

ગરા સિરપ બની જાય એટલે તેને બધ ફ્લૈમ પર જ રાખો, જેથી ગરમ રહે.

મુંગદાલ ગુલ્લા ફ્રાય કરવાની રીત :

હવે એક પેનમાં મગની દાળના ગુલ્લા ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો. હવે ઓઇલ ગરમ થાય એટલે ફ્લૈમ સ્લો મિડિયમ રાખી તેમાં બનાવેલી મુંગદાલ પેસ્ટમાંથી નાના નાના ગુલ્લા પાડો. તેને ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરો.

ફ્રાય થાય એટલે ગરમા ગરમ ગુલ્લા તરતજ ગરમ સુગર સિરપમાં ઉમેરી ડીપ કરી લ્યો.

આ પ્રમાણે બાકીની પેસ્ટમાંથી બધા ગુલ્લા બનાવી લ્યો, અને સુગર સિરપમાં ડીપ કરી દ્યો.

1 થી 2 કલાક સુધી મુંગદાલ રસભરા સુગર સિરપમાં ડીપ કરી રાખો. સુગર સિરપ તેમાં બરાબર એબસોર્બ થઈ, સોફ્ટ થઈ, કલર થોડો ટ્રાંસ્પરંટ થાય ત્યાં સુધી ડીપ કરી રાખો.

હવે યમ્મી, જ્યુસી મૂગદાલ રસભરા સર્વ કરવા માટે રેડી છે. એક બાઉલમાં થોડા સુગર સીરપ સહીત સર્વ કરી તેના પર બારીક સમારેલા પિસ્તા અને કાજુથી ગાર્નીશ કરી સર્વ કરો.

ખૂબજ યમ્મી, ડીલીશ્યશ મુંગદાલ રસભરા સ્વીટ નાના મોટા બધાને ખૂબજ ભાવશે. તો તમે પણ ખૂબજ ઇઝી અને ક્વીક તેમજ હેલ્ધી સ્વીટ મુંગદાલ રસભરા તમારા ઘરે ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *