હળવા નાસ્તાની સાથે ભૂખ સંતોષે છે પૌંઆની આ દેશી વાનગી, કરી લો ઘરે જ ફટાફટ ટ્રાય

નમકીન નાયલોન પૌવાનો ચેવડો

દરેક ઘરોમાં નાસ્તા માટે અવારનવાર જુદા જુદા ચેવડાઓ બનાવવામાં આવતા હોય છે. જે બાળકોના નાસ્તા બોક્ષમાં આપવા માટે, ગેસ્ટ આવ્યા હોય ત્યારે કે ઘરના લોકોના નાસ્તા માટે કે લોંગ જર્નીમાં નાસ્તા માટે સાથે લઈ જવા માટે બનાવવામાં આવે છે. મકાઈના પૌવા, સાબુદાણા પૌવા, ઓટ્સનાં પૌવા, ઘઉંના પૌઆ કે ચોખાના જાડા કે નાયલોન(પેપર) પૌઆમાંથી ચેવડો બનાવામાં આવતો હોય છે.

અહી હું આપ સૌ માટે ચોખાના નાયલોન પૌઆમાંથી સરસ કુરકુરો, ક્રિસ્પી અને જલ્દી બની જતા ચેવડાની રેસીપી આપી રહી છું, જે આપ સૌને ટી ટાઈમ સ્નેક તરીકે પણ ખુબજ ભાવશે. દિવાળી કે હોળી જેવા તહેવારોમાં પણ બનાવવામાં આવે છે. થોડા સ્પાયસીસ, લીમડાના પાન અને થોડા નટ્સ ઉમેરીને બનાવવામાં આવતો આ ચેવડો ખુબજ સ્વાદિષ્ટ બને છે.

નમકીન – નાયલોન પૌવાનો ચેવડો બનાવવા માટેની સામગ્રી :

૫ કપ ચોખાના નાયલોન પૌવા
૧/૨ કપ શીગદાણા
૧૫-૨૦ બદામના ટુકડા
૧૫-૨૦ કાજુના ટુકડા
૨૦-૨૫ ડ્રાય કોકોનટ ચિપ્સ
૨૦-૨૫ મીઠા લીમડાનાં પાન
૧/૨ ટી સ્પુન ગરમ મસાલો
સ્વાદ મુજબ સોલ્ટ
૧ ૧/૨ ટેબલ સ્પુન સુગર પાવડર
૧/૨ ટી સ્પુન ચાટ મસાલો
૧/૨ ટી સ્પુન ગરમ મસાલો
૧/૨ ટી સ્પુન લાલ મરચું પાવડર
ઓઈલ ૪ ટેબલ સ્પુન ૨ ટેબલ સ્પુન વ્હાઈટ તલ
૧/૨ ટીસ્પુન હળદર પાવડર

નમકીન – નાયલોન પૌવાનો ચેવડો બનાવવાની રીત :

સૌ પ્રથમ ૫ કપ નાયલોન પૌવા લઈ તેને સારી રીતે ચાળી લ્યો. ત્યારબાદ પૌવા ક્રિસ્પી થાય ત્યાં સુધી તપાવી લ્યો અથવા ઓવનમાં મૂકી તેને ક્રિસ્પી કરી લ્યો. અથવા સ્લો ફ્લેઈમ પર હલાવતા રહી શેકીને ક્રિસ્પી કરી લ્યો. આ સ્ટેપ કરવું ખુબ જરૂરી છે જેથી ચેવડો સરસ કુરકુરો બનશે.

ત્યારબાદ જાડા પેનમાં ઓઈલ મૂકી તેમાં વારાફરતી ૧/૨ કપ શીગદાણા, ૧૫-૨૦ બદામનાં ટુકડા, ૧૫-૨૦ કાજુના ટુકડા, ૨૦-૨૫ ડ્રાય કોકોનટ ચિપ્સ અને ૨૦-૨૫ ફ્રેશ મીઠા લીમડાનાં પાન ઉમેરી ક્રન્ચી થાય ત્યાં સુધી ફ્રાય કરી એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લો.

હવે એજ પેનમાં જરૂર પડે તો ૧ ટેબલ સ્પુન વધારે ઓઈલ ઉમેરી, ગરમ થાય એટલે તેમાં ૨ ટેબલ સ્પુન વ્હાઈટ તલ ઉમેરી સાતળી લ્યો. સ્લો ફ્લેઈમ રાખી ત્યારબાદ તેમાં ૧/૨ ટીસ્પુન હળદર પાવડર ઉમેરી મિક્સ કરી લો.

હવે તેમાં શેકેલા નાયલોન પૌવા ઉમેરી મિક્ષ કરી બરાબર જારા વડે હલાવતા જઈ મિક્સ કરી લો.. જેથી બધા જ પૌવામાં હળદર લાગીને સરસ એકસરખો કલર થઇ જાય.

હવે ફ્લેઈમ પર જ રાખીને તેમાં ૧/૨ ટી સ્પુન ચાટ મસાલો, સ્વાદ મુજબ સોલ્ટ, ૧/૨ ટી સ્પુન મરી પાવડર, ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો, ૧ ૧/૨ ટેબલ સ્પુન સુગર પાવડર ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. સ્લો ફ્લેઈમ પર જ ૨-૩ મિનીટ હલાવતા રહો. જેથી બધા મસાલા બરાબર પૌવામાં મિક્ષ થઇ જાય અને પૌવા ક્રિસ્પી પણ થઈ જાય.

હવે આ પૌવામાં ફ્રાય કરીને પ્લેટમાં કાઢેલી બધી જ સામગ્રી ઉમેરી મિક્ષ કરી લ્યો. તેના પર સોલ્ટ સ્પ્રિન્કલ કરી મિક્ષ કરી લ્યો. ત્યારબાદ તેનાં પર ૧/૨ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું સ્પ્રીન્કલ કરી લ્યો. જારા વડે હલકા હાથે મિક્ષ કરો. જેથી પૌવા આખા જ રહે. ફ્લેઈમ બંધ કરી. ચેવડોનું પેન નીચે ઉતારી થોડીવાર હલાવતા રહો.

હવે ખુબ જ ક્રિસ્પી, ટેસ્ટી, નટી ટેસ્ટ વાળો નમકીન નાયલોન પૌવાનો ચેવડો સર્વ કરવા માટે રેડી છે. ખુબજ જલ્દી બની જતો અને બ્રેક ફાસ્ટથી માંડીને ગમે તે સમયે નાસ્તા માટે હોટ ફેવરીટ એવો આ સ્વાદિષ્ટ ચેવડો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો.

એર ટાઈટ ક્ન્ટેઇનરમાં ૧૫ – ૨૦ દિવસ માટે સ્ટોર કરી શકાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *