નેચરલ મેંગો શ્રીખંડ – હવે શ્રીખંડ બહારથી લાવવાની જરૂરત નહિ રહે, ઘરે જ બનાવો મીઠી મીઠી કેરીમાંથી આ શ્રીખંડ…

મિત્રો, ઉનાળાની સીઝનમાં શરીરને ઠંડક આપે તેવી ઠંડી લીકવીડ મીઠાઈ તેમજ શ્રીખંડ ખાવાની મજા પડે છે તો આપણે અવારનવાર બહારથી લાવીને ખાઈએ છીએ. બહારથી લવાતી આ વસ્તુઓ શુદ્ધ હોય તેની કોઈ ગેરન્ટી હોતી નથી, વળી ફ્રેશ પણ નથી હોતી જે આરોગવાથી આપણે પોતે જ આપણી હેલ્થ સાથે ખીલવાર કરીએ છીએ. આપણે અવારનવાર ન્યુઝ પેપરમાં આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવામાં આવતી વાસી મીઠાઈ વિશે વાંચતા જ હોઈએ છીએ તેમ છતાંય બહારનું હોંશે હોંશે ખાઈએ છીએ અને હેલ્થ બગાડીયે છીએ.

મિત્રો, આવી દરેક સ્વીટ આપણે ઘરે જ બનાવીને સર્વ કરવી જોઈએ જેથી હેલ્થ ખરાબ ન થાય અને વળી પૈસાનો પણ બચાવ થાય. આજે કોઈપણ રેસિપી આપણને યુ-ટ્યૂબ કે પછી કૂકિંગ વેબ-સાઈટ પરથી ઇઝિલી મળી જાય છે અને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો પણ અવેઇલેબલ છે જેથી જાતે બનાવવું સાવ સરળ રહે છે,તો શા માટે બહારનું અનહેલ્થી અને અનહાયજેનિક ખાઈ હેલ્થ બગાડવી.

તો મિત્રો, આજે હું સૌની પસંદ શ્રીખંડ બનાવવાની રેસિપી શેર છું. અત્યારે કેરીની સીઝન છે તો આપણે નેચરલ મેંગો શ્રીખંડ બાનવીશું, જે બનાવવો ખુબ જ ઈઝી છે તો આ રેસિપી જોયા પછી તમને પણ થશે કે આટલો ટેસ્ટી શ્રીખંડ આટલી સરળતાથી ઘરે જ બનતો હોય તો હવે બહારથી લાવવાની કોઈ જરૂર નથી.

સામગ્રી :

Ø 250 ગ્રામ દહીં

Ø 3/4 કપ દળેલી ખાંડ

Ø 1/2 કપ કેરીનો રસ

Ø ચપટી એલચી પાવડર

Ø થોડા કેરીના ટુકડા

Ø થોડા મનપસંદ ડ્રાય-ફ્રૂટ્સ

રીત :

1) સૌ પ્રથમ દહીંમાંથી પાણી નિતારી લેવાનું છે તે માટે દહીંને કોટનના કપડામાં બાંધી ઊંચું લટકાવી દેવું જેથી દહીમાનું બધું જ પાણી નીતરી જાય. આ રીતે દહીંને 6 થી 7 કલાક લટકાવી રાખવાનું છે. આ જો લટકાવી ના શકાય તો દહીંની પોટલીને ગરણામાં પણ રાખી શકાય. શ્રીખંડ બનાવવા માટે દહીંમાંથી પાણી નિતારી લેવુ ખુબ જ જરૂરી છે જેથી શ્રીખંડમાં ખટાશ ના રહે અને મશ્કો પણ સારો બને.

2) દહીં સાવ કોરું થાય એટલે તેને બાઉલમાં લઇ 4 થી 5 મિનિટ ફેંટી લો જેથી મશ્કો સરસ સોફ્ટ અને ફ્લફી થઈ જાય.

3) 4 થી 5 મિનિટ ફેંટી લીધા બાદ ઈલાયચી પાવડર તેમજ દળેલી ખાંડ નાંખી ફરી પાંચેક મિનિટ માટે ફેટી લો. સ્વાદ પ્રમાણે ખાંડ વધઘટ કરી શકાય.

4) પાંચેક મિનિટ પછી કેરીનો રસ એડ કરી બરાબર મિક્સ કરી લો.

5) લાસ્ટમાં ડ્રાય-ફ્રૂટ્સ તેમજ કેરીના ટુકડા નાખી મિક્સ કરી લો. જો કોઈ બીજો ફ્લેવર બનાવવો હોય તો કેરીના રસને બદલે ફ્રૂટ પલ્પ કે ફ્લેવર્ડ એસેન્સ એડ કરી શકાય.

6) તો મિત્રો, તૈયાર છે આ ટેસ્ટી ટેસ્ટી હોમ-મેડ શ્રીખંડ છે ને સાવ સરળ, તો તમે પણ હવેથી ઘરે જ બનાવજો અને મિત્રો એકવાર નીચે આપેલ વિડીયો જરૂર જોઈ લેજો જેથી શ્રીખંડ પરફેક્ટ બને.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મેંગો શ્રીખંડ રેસિપી વિડીયો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *