કુરકુરા મસાલેદાર ચણા નમકીન – પેકેટના તૈયાર નાસ્તા ભુલાવી દે એવો સ્વાદ -Chana Made by Karishma Pandya

આજે આપણે કુરકુરા મસાલેદાર ચણા નમકીન પેકેટ ના તૈયાર નાસ્તા ભુલાવી દે એવો સ્વાદ સાથે આપણે તેની રેસિપી જોઈશું.આ નાના બાળકો થી લઈ વડીલો ને સૌને મનપસંદ છે તમે વીડિયોમાં તેનો અવાજ પણ સાંભળી શકો છો આ ખડ ખડ અવાજ કરતા ચણા ઘરમાં બહુ જ સહેલાઈ થી બનાવી શકો છો અને આ પ્રોટીન થી ભરપૂર છે એટલે બાળકોને આપતા જરા પણ ખચકાટ નઈ થાય તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી.

સામગ્રી

  • કાબુલી ચણા
  • લાલ મરચું પાવડર
  • આમચૂર પાઉડર
  • ચાટ મસાલો
  • મીઠું
  • ખાંડ
  • સંચળ પાવડર
  • તેલ
  • ધાણા પાવડર
  • જીરું પાવડર

રીત

1- સૌથી પહેલા આપણે એક કપ કાબુલીન ચણા લઈ લઈશું અને તેને આખી રાત પલાડી લીધા છે હવે તેને કૂકર માં બાફી લઈશું માત્ર એક સીટી વગાડી લઈશું ત્યારબાદ એક સીટી થઈજાય પછી એક ચમચી લઈ કૂકર માંથી વરાળ ને કાઢી લઈશું.


2- આપણે આને વધારે ચડવા નથી દેવાના હજુ ચણા સાવ પોચા નથી થયા આપણે આ જ રીત ના ચણા જોઈએ છીએ હવે આપણે ચણા નું બધું પાણી કાઢી લઈશું હવે આ ચણા સાવ કોરા કરી લેવાના છે.

3- તેને કોરા કરવા માટે એક કપડાં પર કે નેપકીન પર તેને સુકવી લઈશું તેને પંખા નીચે અથવા એમનમ જ રહેવા દઈશું જેથી તેનું બધું પાણી છે તે સોસાઇ જાય,તેને અડધો કલાક રાખશો તો તે સુકાઈ જશે.

4- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે હાથ માં લઈએ તો પાણી નથી આવતું હવે તેલ ને ગરમ કરવા મુકીશું હવે ગરમ તેલ માં ચણા ને ફ્રાય કરી લઈશું યાદ રાખવું કે આમાં પાણી નો ભાગ ના હોવો જોઈએ નહી તો ચણા ઉડશે.

5- હવે ધ્યાન રાખવું કે ચણા ફ્રાય કરતી વખતે કોઈ ચણો ફૂટી પણ શકે છે જેથી તેના થી થોડા દૂર ઉભા રહેવું આગળ આપણે ચણા માટે એક સ્પેશિયલ મસાલો પણ બનાવીશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ચણા એકદમ કુરકુરા થઈ ગયા છે.

6- તમે જ્યારે ચમચા માં લેશો તો તેનું વજન નઈ લાગે તો સમજી લેવાનું કે તમારા ચણા ફ્રાય થઈ ગયા છે હવે ચણા ને કાઢી લઈશું હવે તે જ રીતે બીજા ચણા ફ્રાય કરી લઈશું જ્યારે ચણા ફ્રાય કરીએ એટલે કે શરૂઆત માં ચણા ઉડવાની બીક લાગે તો તેની પર એક ઢાંકણ ઢાંકી દેવું જેથી બહાર ના આવે.

7- આમ કરવાથી જે શરૂઆત માં જે પાણી નો ભાગ હશે તો બળી જશે ચણો ફૂટશે નહી અને તમારે દાજવાની એવી કોઈ ચિંતા નઈ રહે હવે આપણા ચણા ફ્રાય થઈ ગયા છે તો તેનો મસાલો બનાવી લઈશું.


8- તો તેના માટે અડધી ચમચી લાલ મરચું પાવડર લઈશું ત્યારબાદ અડધી ચમચી જીરૂ પાવડર નાખીશું ત્યારબાદ અડધી ચમચી ધાણા નો પાઉડર લઈશું ત્યારબાદ અડધી ચમચી મીઠું નાખીશું અને અડધી ચમચી ચાટ મસાલો નાખીશું.

9- હવે અડધી ચમચી સંચળ પાવડર નાખીશું ત્યારબાદ અડધી ચમચી આમચૂર પાઉડર નાખીશું ત્યારબાદ અડધી ચમચી ખાંડ નાખીશું હવે આ બધું મિક્સ કરી લઈશું આ મસાલો બહુ જ ટેસ્ટી બને છે અને આ મસાલો બીજા નાસ્તા માટે પણ યુઝ કરી શકો છો.

10- હવે આ મસાલા માં આપણે ચણા એડ કરી લઈશું હવે બધું મિક્સ કરી લઈશું હવે આપણા કુરકુરા ચણા તૈયાર છે આને તમે એર ટાઈટ ડબ્બા માં ભરી ને રાખી શકો છો તમે વીડિયોમાં સાંભળી શકો છો કે તેનો અવાજ સરસ આવે છે દબાવતા સરસ રીતે ભાંગી જતા ચણા એકદમ ટેસ્ટી લાગે છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *