ઇન્સ્ટન્ટ બ્રેડ ઢોકળા – હવે જયારે પણ ઢોકળા ખાવાનું મન થાય ફટાફટ આવીરીતે બનાવી લેજો…

આજે આપણે બ્રેડ નો નવો નાસ્તો ઇન્સ્ટન્ટ બ્રેડ ઢોકળા જોઈશું તે કઈ રીતે બને છે અને ઘર માં બધા ને ભાવશે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સોફ્ટ બન્યા છે તો ચાલો આપણે જોઈ લઈશું કઈ રીતે બને છે.

સામગ્રી

  • બ્રેડ
  • રાય
  • મીઠા લીમડાના પાન
  • લીલા મરચાં
  • ખાંડ
  • સોજી
  • ઈનો
  • મીઠું
  • દહી
  • હળદર

રીત

1- સૌથી પહેલા બ્રેડ લઈ લઈશું તેને હાથ થી તોડી લઈશું તમે મિક્સર માં પણ ક્રશ કરી શકો છો ત્યારબાદ અડધો કપ સોજી નાખીશું ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું ત્યારબાદ એક લીલું મરચું સમારી ને એડ કરીશું.

2- હવે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું ત્યારબાદ અડધો કપ દહી નાખીશું દહી ખાટું હોય તેવું લેવાનું જેથી ઢોકળા નો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લઈશું.

3- હવે બેટર માં થોડું પાણી એડ કરીશું તેને મિક્સ કરતું જવાનું છે હવે તેમાં અડધો કપ પાણી એડ કરીશું હવે તેને દસ મિનિટ રહેવા દઈશું હવે દસ મિનિટ પછી એક ચમચી તેલ નાખીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે બેટર આ રીત નું તૈયાર કરવાનું છે.

4- હવે એક ચમચી ઈનો ઉમેરી તેના પર એક ચમચી પાણી એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું જ્યારે તમે હળદર નાખો ત્યારે ઈનો જ યુઝ કરવાનો.હવે ઢોકળા સ્ટીમ કરવા માટે એક ડબ્બા માં એડ કરીશું આ ડબ્બા ને પહેલા થી તેલ થી ગ્રીસ કરી ને રાખવાનું.

5- હવે સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકી દેવાનું.હવે કડાઈ માં પાણી ગરમ થઇ ગયું છે હવે તેમાં વચ્ચે સ્ટેન્ડ મૂકી જે ડબ્બા માં મિક્સર તૈયાર કર્યું હતું તે ડબ્બો મૂકી દઈશું.

6- હવે તેને ઢાંકી ને દસ મિનિટ માટે કુક કરી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે દસ થી બાર મિનિટ થઇ જાય એટલે ચપ્પા થી ચેક કરી લેવાનું કે સાફ બહાર નીકળે એટલે ઢોકળા રેડી છે.હવે તેને બહાર કાઢી ઠંડુ થવા દઈશું.

7- હવે ઢોકળા ની સાઈડ અલગ કરી કટ કરી લઈશું હવે તેની પર એક પ્લેટ મૂકી ઊંધું કરી લઈશું જેથી બહાર આવી જાય તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલા સોફ્ટ બન્યા છે હવે ઢોકળા ને કટ કરી લઈશું.

8- હવે વઘાર કરી લઈશું તેની માટે એક પેન લઈ લઈશું તેમાં એક ચમચી તેલ એડ કરીશું હવે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાય નાખીશું ત્યારબાદ બે લીલા મરચા પાતળી સાઈઝ માં કટ કરેલા એડ કરીશું.

9- હવે આઠ થી દસ મીઠા લીમડાના પાન નાખીશું હવે તેને એક મિનિટ માટે સાંતળી લઈશું હવે તેમાં ૧/૪કપ પાણી એડ કરીશું.ખાંડ ઓગળી ના જાય ત્યાંસુધી તેને હલાવતા રહીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે.

10- હવે પાણી ગરમ થઇ ગયું છે હવે ગેસ ને બંધ કરી દઈશું હવે આ વઘાર ને બધા જ ઢોકળા પર રેડી દેવાનું છે એકદમ રસદાર સ્પોન્જી ઢોકળા બની ને તૈયાર થઈ ગયા છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *