મટર પનીર પુલાવ – હવે જયારે પણ નાની મોટી પાર્ટી કે પ્રસંગ માટે પુલાવ બનાવવાનું વિચારો તો આ રીતે બનાવજો…

મટર પનીર પુલાવ :

ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી એવો આ પુલાવ પનીર અને થોડા વેજીટેબલ ઉમેરી બનાવી શકાય છે. બાસમતી રાઇસના એરોમેટીક ટેસ્ટ સાથે પનીરના બ્લેંડ ટેસ્ટમાં થોડા સ્પાયસીસ ઉમેરીને લાજવાબ ટેસ્ટ્નો આ મટર પનીર પુલાવ બનાવવો ખૂબજ ક્વીક એન ઇઝી છે. બધાજ ને ખાવો માફક આવે એવા આ મટર પનીર પુલાવની મારી રેસિપિ ફોલો કરીને તમે બધા પણ ચોક્કાસથી બનાવજો.

મટર પનીર પુલાવ બનાવવા માટેની સામગ્રી:

  • 2 કપ બાસમતી રાઇસ
  • 5 કપ પાણી
  • 200 ગ્રામ પનીરના નાના ક્યુબ
  • ½ ટી સ્પુન સોલ્ટ
  • 1 મોટી ઓનિયન –બારીક સમારેલી
  • 2 મોટા ટમેટા – બારીક સમારેલા
  • 1 કપ ફ્રેશ મટર
  • 2 ટેબલ સ્પુન ઘી
  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • 3-4 તજના ટુકડા
  • 3-4 લવિંગ
  • 2 તજ પત્તા
  • 12-15 આખા કાજુ ના ટુકડા
  • 20-25 કીશમીશ
  • 3 એલચી થોડી ફોલીને
  • 1 ટી સ્પુન જીંજર ગાર્લીક પેસ્ટ
  • 1 ટી સ્પૂન લેમન જ્યુસ
  • 1 ટી સ્પુન કાશમીરી લાલ મરચુ
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • ½ ટી સ્પુન પુલાવ મસાલો અથવા ગરમ મસાલો
  • સોલ્ટ સ્વાદ મુજબ ½ ટી સ્પુન સુગર ( ઓપ્શનલ )
  • 2 ટેબલ સ્પુન કોથમરી
  • 2 લીલા મરચાના બારીક સમારેલ પીસ

મટર પનીર પુલાવ બનાવવાની રીત :

સૌ પ્રથમ બાસમતી રાઇસને ધોઈને 15-20 મિનિટ પાણીમાં પલાળી રાખો.

ત્યારબાદ એક પેનમાં 5 કપ પાણી મૂકીને ઉકાળો. પાણી ઉકળે એટલે તેમાં રાઇસ ઉમેરી મિક્ષ કરી લ્યો. ½ ટી સ્પુન સોલ્ટ અને 1 ટી સ્પુન ઘી ઉમેરી 80 પર્સેંટ કૂક કરી છુટ્ટા થાય એવા કૂક કરો. પાણી હોય તો ચાળણીમાં કાઢી નિતારી ફરી થોડું પાણી ઉમેરી નિતારી લ્યો. સરસ લાંબા અને એરોમેટીક બાસમતી રાઇસ રેડી છે. હવે તેને એકબાજુ રાખો.

ત્યારબાદ થોડુંપાણી ગરમ મૂકી તેમાં ફ્રેશ લીલા વટાણા કૂક થાય ત્યાં સુધી બોઇલ કરી પાણી નિતારી લ્યો. એકબાજુ રાખો.

હવે એક મોટા લોયામાં 2 ટેબલ સ્પુન ઘી અને 2 ટેબલ સ્પુન ઓઇલ મિડિયમ ફ્લેમ પર ગરમ મૂકો.

ગરમ થાય એટલે તેમાં 3-4 તજ ના ટુકડા, 3-4 લવિંગ, 2 તજ પત્તા અને 3 એલચી થોડી ફોલીને ઉમેરી સાંતળી લ્યો. ત્યારબાદ તેમાં 1 મોટી ઓનિયનના બારીક પીસ ઉમેરી અધકચરા કૂક થાય એટલે તેમાં 12-15 આખા કાજુના ટુકડા અને 20-25 કીશમીશ ઉમેરી સાંતળી લ્યો. કાજુના ટુકડા પિંક કલરના થાય ત્યાં સુધી સાંતળો.

ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન જીંજર ગાર્લિક પેસ્ટ, 2 મોટા ટમેટા – બારીક સમારેલા અને 2 લીલા મરચાના બારીક સમારેલ પીસ ઉમેરી મિક્ષ કરો. 1 મિનિટ કૂક કરો.

હવે તેમાં બોઇલ કરલા ફ્રેશ ગ્રીન વટાણા અને 200 ગ્રામ પનીરના નાના ક્યુબ ઉમેરી મિક્ષ કરો. તેમાં 1 ટી સ્પુન કાશમીરી લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન હળદર પાવડર, ½ ટી સ્પુન પુલાવ મસાલો અથવા ગરમ મસાલો અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન સુગર (ઓપ્શનલ ) અને 1 ટી સ્પૂન લેમન જ્યુસ ઉમેરી મિક્ષ કરી 1 મિનિટ કૂક કરી લ્યો.

હવે તેમાં રાઇસ ઉમેરી હલકા હાથે મિક્ષ કરી લ્યો. 1 મિનિટ ફરી કૂક કરી લ્યો.

હવે ખૂબજ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ મટર પનીર પુલાવ સર્વ કરવા માટે રેડી છે. આ પુલાવ ચટણી, રાયતુ, ટોમેટો સૂપ કે કઢી સાથે સર્વ કરવાથી ખૂબજ ટેસ્ટી લાગશે.

તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી મટર પનીર પુલાવ બનાવજો. બાળકોના નાસ્તા બોક્ષમાં આપવા માટે એક આદર્શ નાસ્તો કહી શકાય. ઉપરાંત આવેલા ગેસ્ટને જમાવા માં સર્વ કરી શકાય.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *