લગ્ન પ્રસંગમાં બનતો હલવાઈ સ્ટાઇલ ગાજરનો હલવો બનાવવાની પરફેક્ટ રીત

આજે આપણે લગ્ન પ્રસંગમાં બનતો હલવાઈ સ્ટાઈલ ગાજરનો હલવો બનાવવાની પરફેક્ટ રીત જોઈએ. તો ચાલો એકદમ સરળ રીત થી ઘરે બનાવી લઈએ ગાજરનો હલવો.

સામગ્રી

  • ગાજર
  • દૂધ
  • ખાંડ
  • મોળો માવો
  • ઈલાયચી પાવડર
  • કાજુ, બદામ

રીત-


1- સૌથી પહેલા દોઢ કિલો ગાજર લઈશું. એકદમ લાલ અને એકદમ કૂણાં ગાજર લેવાના છે. સૌથી પહેલા ગાજર ની છાલ કાઢી લઈશું. ત્યાર બાદ તેને ધોઈ ને છીણી લેવાના છે.

2- હવે આપણું છીણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક મોટી કઢાઈ લઈશું. ત્યારબાદ તેમાં બે મોટી ચમચી ઘી લઈશું. ગેસ હમણાં મીડીયમ રાખીશું. ત્યાર બાદ તેમાં ગાજર ની છીણ નાખી શું. હવે ૪ થી ૫ મિનિટ સતત હલાવતાં સાંતળી લેવાની છે.

3-હવે ઘી માં સાંતળવાથી તેનો કલર અને ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઇ ગયો છે. અને ગાજરમાંથી તેનું પાણી પણ છૂટું પડવા માંડ્યું છે. અને ગાજર થોડા સોફ્ટ પણ થઇ ગયા છે. હવે તેમાં આપણે દૂધ નાખીશું.

4- હવે આપણે દોઢ કપ મલાઈ સાથે દૂધ એડ કરીશું. દૂધ બળી જાય ત્યાં સુધી કુક કરી લઈશું. વચ્ચે-વચ્ચે હલાવતા રહીશું. આ સ્ટેજ પર ગેસ ફાસ્ટ કરી દઈશું. દૂધ બળે નહી ત્યાંસુધી તેને કુક કરી લઈશું.

5- હવે બીજી બાજુ એક પેન લઈશું. તેમાં એક ચમચી ઘી નાખીશું. એક વાડકી કાજુ અને એક વાડકી બદામ નાખીશું.હવે તેને રોસ્ટ કરી લઈશું.રોસ્ટ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે.હવે આપણા કાજુ, બદામ સરસ રોસ્ટ થઈ ગયા છે.તેના પર સરસ કલર આવી ગયો છે.અને ક્રિસ્પી પણ થઈ ગયા છે.

6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે દૂધ લગભગ બળી ગયું છે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે. હજુ થોડું દૂધ છે તો સતત હલાવતા રહીશું. ગાજરનો હલવો સરસ થાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું. હવે દૂધ બધું જ બળી ગયું છે. હવે આ સ્ટેજ પર દોઢ કપ ખાંડ નાખી શું.


7- જો એક કિલો ગાજર હોય તો ૧ કપ ખાંડ નાખવાની અને દોઢ કિલો ગાજર હોય તો દોઢ કપ ખાંડ નાખવાની. ખાંડનું પાણી છૂટી જાય અને તે બળી જાય ત્યાં સુધી કુક કરી લઈશું. હવે કાજુ બદામ ઠંડા થઇ ગયા છે તો તેને ખલમાં ખાંડી લઈશું.

8- હવે કાજુ અને બદામ ને વાડકીમાં કાઢી લઈશું અને સાઈડ માં મૂકી દઈશું. હલવા ને આપણે હલાવતા રહીશું. હવે બધું જ પાણી બળી ગયું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો. અને કલર પણ એકદમ સરસ આવ્યો છે. હવે આ સ્ટેજ પર એક મોટી ચમચી દેશી ઘી નાખીશું. ઘી નાખવાથી હલવા માં એકદમ સાઈનિંગ આવી જાય છે. અને તેને સરસ મિક્સ કરી લઈશું. આજે આપણે હલવાઈ સ્ટાઇલ હલવો બનાવીએ છે એટલે અડધો કપ મોડો માવો નાખીશું.

9- હવે બધું મિક્સ કરી લઈશું. જો તમારી પાસે મોડો માવો ના હોય તો તમે મિલ્ક પાવડર પણ નાખી શકો છો. હવે એકથી બે મિનિટ માટે કુક કરી લઈશું. ત્યારબાદ અડધી નાની ચમચી ઇલાયચી પાઉડર નાખીશું. અને આપણે જે કાજુ બદામનો પાવડર કરીને રાખ્યો હતો તે અડધો નાંખીશું. અડધો આપણે ગાર્નીશિંગ કરીશું ત્યારે નાખીશું. હવે તેને સરસ મિક્સ કરી લઈશું.

10- હવે ફરીથી એક મિનિટ માટે તેને કુક કરી લઈશું. હવે આપણો હલવો તૈયાર થઇ ગયો છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને? હવે ગેસ બંધ કરી દઈશું. ગાજરના હલવા નેઆપણે સર્વે કરીશું. હવે તેને એક થાળીમાં લઈ લઈશું. ઉપરથી માવો અને કાજુ, બદામ નાખીશું.આ હલવાને તમે ગરમ અને ઠંડો બંને રીતે ખાઇ શકો છો. તો તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *