રેસ્ટોરેન્ટ સ્ટાઇલ મેંદુવડા ઘરે કેવી રીતે બનાવવા તેની ખાસ ધ્યાન રાખવા જેવી પરફેક્ટ સિક્રેટ ટિપ્સ

આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેંદુ વડા ઘરે કેવી રીતે બનાવવા તેની ખાસ ધ્યાનમાં રાખવા જેવી પરફેક્ટ સિક્રેટ ટિપ્સ જોઈશું. હંમેશા વડા બનાવીએ ત્યારે બહુ કડક બની જતા હોય છે.

1- જ્યારે આપણે વડા બનાવીએ ત્યારે નાની નાની વાતનું ખાસ ધ્યાન રાખવાનુ છે કે ક્રશ કરતી વખતે અને દાળ પલાડતી વખતે. અને વડા ઉતારતી વખતે આ નાની નાની વાત નું ધ્યાન રાખશો તો જે વડા છે એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે. તો સૌથી પહેલા દાળને આપણે પલાડતા હોય છે.તો દાળ લઈ ધોઈને પલાળી દેવાની છે. જ્યારે આપણે દાળ પલાળી એ ત્યારે તેને ૪ થી ૫ કલાક પલાળી રાખવાની હોય છે.ઓવર નાઈટ નથી પલાડવાની.


2- જ્યારે આપણે દાળ પીસીએ ત્યારે તેને કકરી પીસવાની છે. આ પેસ્ટને લીસી નથી કરવાની. જ્યારે આપણે દાળ ક્રશ કરતા હોય ત્યારે તેની અંદર મસાલા નથી ઉમેરવાના. એટલે કે મીઠું છે આદુ એ બધું કશું ઉમેરવાનું નથી. એનું કારણ એ છે કે તેનાથી તેનું પાણી છૂટે તો ખીરું ઢીલું થઇ જાય છે.

આપણે જે ખીરું તૈયાર કરીએ તેને એક બાઉલમાં લઈ લેવાનું છે. ત્યારબાદ તેને હાથ થી ફીણી લેવાનું છે. ખીરુ લગભગ 5 થી 6 મિનિટ માં એકદમ વાઈટ થઈ જશે. આમ કરવાથી તમારા વડા જે છે બહાર જેવા જ તૈયાર થશે. એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે. હવે આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરી શું.


3- હવે આપણે બે ચમચી ચોખા નો લોટ એડ કરીશું. જ્યારે આપણે એક કપ અડદની દાળ લેતા હોય ત્યારે તેનું ખીરું તૈયાર કરતા હોય ત્યારે તેની અંદર બે ચમચી ચોખા નો લોટ એડ કરવાનો.જો ખીરા ની અંદર પાણી હશે તો સોસાય જશે અને તમારું ખીરું એકદમ પરફેક્ટ બનશે. અને બીજું ચોખા ના લોટ ને કારણે છે જે વડા ની ક્રિસ્પી નેસ છે તે મળે છે.

4- હવે તેમાં ચોખાનો લોટ, મીઠું, હિંગ, લીલા મરચા અને કોથમીર આ બધી વસ્તુ ઉમેરી ને મિક્સ કરી લેવાનું છે.હવે તમે હાથ થી ખીરા ને ફીણી લીધું છે તો તમે ખીરા ને જોસો તો ખીરું એકદમ લાઇટ દેખાશે. હવે ખીરું તૈયાર થઈ ગયું છે. સરસ રીતે તૈયાર થયું છે કે નહીં જો તમારે ખાતરી કરવી હોય તો શું કરવાનું કે એક ચમચી ખીરું લેવાનું છે અને એક બાઉલમાં પાણી લઈ તેમાં એક ચમચી ખીરું ઉમેરશો.તમારું ખીરું ઉપર તરવા લાગશે.

નીચે બેસી નઈ જાય. એટલે સમજી લેવાનું છે કે તમારું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. બસ આ રીતે ખીરું તૈયાર થાય એટલે હવે એકદમ સરસ વડા તૈયાર થશે ને થશે.


5- હવે હાથ ને પાણીવાળો કરી લેવાનો છે. આંગળી પાણીવાળી કરી આંગળી વડે ખીરું લઇ લેવાનું છે. અને વચ્ચે હોલ કરી અને ગરમ તેલમાં આપણે વડા તળી લઈશું. જો તમે આ ટિપ્સને ફોલો કરશો તો તમારા વડા પણ એકદમ પરફેક્ટ જ છે. તમે ઘરે ટ્રાય ચોક્કસથી કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *