કુમચા સ્ટાઇલ પાણીપુરી ઘરે કેવી રીતે બનાવવી તેના માટે ધ્યાનમાં રાખવા જેવી પરફેક્ટ સિક્રેટ ટિપ્સ

આજે આપણે કુમચા સ્ટાઇલ પાણીપુરી ઘરે કેવી રીતે બનાવવી તેના માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી સીક્રેટ ટિપ્સ જોઈશું.

1- જ્યારે આપણે પાણી પુરી બનાવીએ ત્યારે તેનો આધાર પાણી પર રહેલો છે. તેમનો જે મસાલો હોય તે પણ જોરદાર હોય છે. તો તેની સીક્રેટ ટિપ્સ જોઈશું. સૌથી પહેલાં તો કોથમીર અને ફુદીનો બધા જ લેતા હોય છે. પાણીપુરી બનાવવામાં આ વસ્તુ ની જરૂર પડે છે. જ્યારે પાણી બનાવતા હોય ત્યારે તે લોકો તેમાં બે ભાગ ફુદીનો અને એક ભાગ કોથમીર લેતા હોય છે. અત્યારે તમે 50 ગ્રામ કોથમીર લેતા હોય તો સો ગ્રામ ફૂદીનો લેવાનો. અને તીખાશ તમને ગમે તેવી.


2- હવે જ્યારે ક્રશ કરો ત્યારે તેની અંદર આઈસ ક્યૂબ અથવા તો એકદમ ઠંડુ પાણી ઉમેરજો.જેના કારણે કલર શ્યામ ના થઈ જાય. કારણ કે ફુદીના ના કારણે ફુદીનાનું પાણી તેનો કલર શ્યામ પડી જાય છે. ત્યારબાદ તેમાં એક ચમચી વરિયાળી અને એક ચમચી આખા ધાણા અને એક ચમચી જીરૂ એડ કરીશું. અને ચાર થી પાંચ દાણા મરીના ઉમેરીશું. મરીની તીખાશ એકદમ સ્ટ્રોંગ ના હોવી જોઈએ. ક્રશ કરતી વખતે એડ કરવાના છે.તે એકદમ નઈ પીસાય તેની ફ્લેવર્સ આવશે.

3- તો આ ચાર સામગ્રી છે તે ખાસ યાદ રાખજો. વરીયાળી, આખા ધાણા, આખું જીરૂ અને મરી આ ચાર વસ્તુ ઉમેરવાની છે. અને પછી મીઠું અને દોઢ ચમચી સંચળ પાવડર ઉમેરી શું. અને પછી તેને ક્રશ કરી લેવાનું છે.અને લીંબુ ખાસ યાદ રાખજો.લીંબુ ક્રશ કરતી વખતે જ ઊમેરજો.નઈ તો પાણી કાળુ પડી જશે.


4- આમાં લગભગ બે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. હવે આ મિશ્રણ તૈયાર થાય તેને ક્રશ કરી લેવાનું છે. અને પછી તેને ગાળવાનું નથી.તે પેસ્ટ ને સાથે જ લઈ લેવાની છે એક તપેલી માં.હવે બાકી નું પાણી ઉમેરી દઈશું.એટલે લગભગ બે મોટા ગ્લાસ જેટલા પાણી ઉમેરી શકો છો. પછી પાણીપુરી નું પાણી તૈયાર થઈ જશે. હવે આ જે પાણી તૈયાર થયું છે તેમાં તમે જલજીરા પાવડર ઉમેરી શકો છો. અથવા પાણીપુરીનો મસાલો હોય તે પણ તમે ઉમેરી શકો છો.

5- જ્યારે તમે કુમચા સ્ટાઇલ પાણીપુરી બનાવો ત્યારે તેની અંદર જલજીરા પાવડર ઉમેરતા હોય છે. અને પછી તેને ફ્રીઝમાં ઠંડુ કરવા રાખી દેવાનું. ચારથી પાંચ કલાક પાણીને રહેવા દેવાનું છે. જેથી કરીને ફુદીનાની ફ્લેવર એકદમ સરસ પાણીમાં મિક્સ થઈ જાય. અને પાણી એકદમ ટેસ્ટ ફૂલ બની જશે. અને પછી તેને ગાળી લેવાનું છે. પછી તેને ઉપયોગમાં લઈ શકો છો. આ રીતે પાણીપુરી નુ પાણી એકદમ ટેસ્ટી કુમચા સ્ટાઇલ પાણી ઘરે બનાવી શકો છો. તમે ચોક્કસથી ઘરે બનાવજો.


6- હવે મસાલો બનાવવા માટે સંચળ, જીરું અને મીઠું આ ત્રણ વસ્તુ ઉમેરવામાં આવે છે. તમે જોશો તો તેનો મસાલો થોડો કાળાશ પડતો હોય છે. જીરું જે છે તેને બહુ સારા એવા પ્રમાણમાં માં શેકી લેવામાં આવે છે.ત્યાર બાદ સંચર ઉમેરી અને તેને પીસી લેવાનું.અને થોડા પ્રમાણમાં મીઠું નાખીશું.તો તેની સામે એક ચમચી સંચર એડ કરીશું. પછી જીરુ છે તેને ક્રશ કરી લેવાનું અને પછી તેની અંદર સંચર ઉમેરી દેવાનું છે. પછી જે મસાલો છે તે ડાર્ક કલર નો થઈ જશે.આ જ મસાલો જ્યારે પકોડી ખાતા હોય ત્યારે તેની પર છાંટીને આપતા હોય છે. આ મસાલો પણ ઘરે જ બનાવજો. અને એટલી ટેસ્ટી પાણીપુરી બનશે ને તમારા મોઢામાં પાણી આવી જશે. તે ચોક્કસ કે પાણીપુરી નું પાણી બનાવજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *