મિનીસ્ટ્રોંન સૂપ – એક હેલ્થી અને ટેસ્ટી સૂપ જે છે એક વેજિટેબલથી ભરપૂર…

મિનીસ્ટ્રોન સૂપ

આપણે સૂપ આપણા જમવા પહેલા લેતા હોઈ છે, સૂપ એક લિક્વિડ પ્રકાર નું ફૂડ છે તેના થી આપણું પેટ થોડુંક ભરાઈ જાય છે સૂપ બહુ જ પ્રકાર હોય છે મુખ્ય સૂપ ટોમેટો હોય છે

મે મારા આ સૂપ માં બહુજ વેજેટેબલે થી ભરપૂર લીધું છે ડિનર માં ભૂખ ઓછી લાગી હોય તો સૂપ ફુલ પેટ થઇ જશે આમા મે ટોમેટો વધારે લીધા છે તેમાં ફોલિક એસિડ વિટામિન A વધારે હોઈ છે દૂધી લીધી તે બોડી માં ઠંડક આપે છે બીટ થી હિમોગ્લોબીન વધે છે આ એક હેલ્થી સૂપ છે બીટ સૂપ કલર ભી સરસ આવે છે

સામગ્રી

  • 6 ટોમેટો
  • 1 કપ કટ દૂધી
  • 1 કપ કટ આલુ
  • 1 કટ ઓનિઓન
  • 10 કળી લસણ
  • 1 કપ બોઈલ કોર્ન, ગાજર એન્ડ ગ્રીન બિનસ બિનસ
  • 1 કપ બિનસ
  • 1/2 કપ મેક્રોની
  • 2 સ્પૂન બટર
  • 2 સ્પૂન ઘી
  • 2 સ્પૂન જીરું
  • 1 સ્પૂન મીઠુ.
  • 2 સ્પૂન મિક્સ હર્બ
  • 1/2 કપ બીટરૂટ
  • તજ
  • લવિંગ
  • 1 સ્પૂન ખાંડ

રીત

એક તપેલી માં ટોમેટો, દૂધી એન્ડ બટાકા બોઈલ કરી લો 10 મિનિટ કૂકર માં હવે એ થઇ જય એટલે તેને એક હેન્ડ મિક્સર થી ક્રશ કરી લો

હવે એક પેન માં ઘી ગરમ કરો તેમાં જીરું તજ લવિંગ નાખો પછી તેમાં કટ કરેલા ઓનિઓન એન્ડ ગાર્લિક નાખી દો હવે તેને 4 મિનિટ માટે ફ્રાય કરો હવે તેને અંદર ક્રશ બીટરૂટ નાખો 1મિનિટ માટે થવા દો

હવે તેને અંદર ક્રશ કરેલા ટોમેટો દૂધી એન્ડ બટાકા નાખો તેને 6 મિનિટ માટે ઉકાળો. હવે તે ઉકળી જાય એટલે તેને ફરી થી ક્રશ કરી લો હેન્ડ મિક્સર થી

હવે તેને ગરણી મદદ થી ગળી લો હવે ગાજર, કોર્ન, વટાણા એન્ડ બિનસ બોઈલ કરી લો મેક્રોની બોઈલ કરી લો કઠોળ બિનસ બોઈલ કરી લો

હવે એક તપેલી લો તેને અંદર બોઈલ કરેલા વેજ લો બધા હવે ક્રશ એન્ડ ગાળેલુ ટોમેટો ક્રશ લો ..

બંને એક સાથે બોઈલ કરો તેમાં મેક્રોની, કઠોળ બિનસ , નાખો

હવે 2 સ્પૂન બટર, 2 સ્પૂન મિક્ષ હર્બ, મીઠુ એન્ડ ખાંડ નાખો હવે આ સૂપ ને 5 મિનિટ માટે ઉકાળો

હવે ઉપર થી ચીઝ નાખી ગાર્નિશ કરો સૂપ ગાર્લિક બ્રેડ એન્ડ પરોઠા સાથે સર્વ કરો આ સૂપ બહુજ મસ્ત બંને છે

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *