ફાડા લાપસી – હજી પરફેક્ટ ફાડા નથી બનતા? તો આ પરફેક્ટ માપ સાથે બનાવો એકદમ સરળ રીતે.

કેમ છો મિત્રો? “ફાડા લાપસી” નામ વાંચીને જ ખાવાનું મન થઇ ગયું ને? આજે હું લાવી છું પરફેક્ટ માપ સાથે બનાવી શકો એવી રેસિપી. ઘણા મિત્રોથી ફાડા લાપસી હજી પરફેક્ટ બનતી નહિ હોય. ઘણીવાર ઢીલી તો ઘણીવાર ચૌવડ બની જતી હશે. મસ્ત મૂડ આવ્યો હોય ફાડા ખાવાનો અને એમાં પણ જો ફાડા બરાબર ના બને તો તકલીફ થાય. એટલા માટેજ આજે લાવી છું પરફેક્ટ રેસિપી જેનાથી તમારા ફાડા એકદમ પરફેક્ટ બનશે.

સામગ્રી

  • ઘઉંના ફાડા – 1 વાટકી
  • પાણી – 4 વાટકી
  • ગોળ – અડધી વાટકી
  • ખાંડ – અડધી વાટકી
  • ઘી – 4 ચમચી
  • ડ્રાયફ્રુટ – 2 થી 3 ચમચી અધકચરા ક્રશ કરેલા
  • ઈલાયચી પાવડર – એક ચપટી
  • જાયફળ – એક ચપટી

1. સૌથી પહેલા એક જાડા તળિયાવાળી કઢાઈમાં ઘી લઈશું.

2. હવે તેમાં ફાડા ઉમેરો.

3. ફાડાને ઘીમાં શેકવાના છે. ફાડા ઘીમાં ધીમે ધીમે ફુલશે એટલે કે તેની ધાણી તૈયાર થશે. થોડીવારમાં તમે જોશો કે ફાડા એકદમ સફેદ ફૂલી જાય એટલે સમજો કે ફાડા બરાબર શેકાઈ ગયા છે.

4. હવે આમાં આપણે ગરમ પાણી ઉમેરીશું. (હૂંફાળું ગરમ હશે તો પણ ચાલશે અને વધારે ગરમ હશે તો પણ ચાલશે.)

5. હવે પાણી સાથે ફાડામાં આપણે અધકચરા ડ્રાયફ્રુટ ઉમેરીશું.

6. હવે એ કઢાઈ પર ઢાંકણું કે થાળી ઢાંકીને ફાડા ચઢવા દઈશું.

7. થોડીવાર પછી તમે કઢાઈમાં જોશો કે ફાડા થોડા થોડા ચઢવા લાગ્યા હશે વચ્ચે વચ્ચે તેને હલાવતા પણ રહેવું.

8. આપણે તેને બરાબર ઉકળવા દેવાનું છે.

9. થોડીવારમાં પાણી બળી જશે અને તેમાંથી ઘી છૂટું પડશે.

10. હવે આપણે ફાડામાં ગળપણ ઉમેરીશું. તેમાં હવે ગોળ અને ખાંડ ઉમેરી લઈશું.

11. બધું બરાબર મિક્સ કરી લેવું. જેનાથી ખાંડ અને ગોળ બરાબર મિક્સ થઇ જશે.

12. હવે તેમાં ઉપરથી જાયફળ છીણી લો. તમે આ સમયે સાથે ઈલાયચી પાવડર પણ ઉમેરી શકો.

13. હવે થોડીવારમાં તમે જોશો કે ફાડા એકદમ પરફેક્ટ બની ગયા છે.

તો તમને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. આ ફાડા મને તો ગરમ કરતા થોડા ઠંડા થાય પછી જ વધારે પસંદ છે. તમને આ ફાડા કેવીરીતે ખાવા પસંદ છે? મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

VIDIO

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *