શિયાળું સ્પેશિયલ મિર્ચી વડા બનાવવાની પરફેક્ટ રેસિપી…

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “શિયાળું સ્પેશિયલ મિર્ચી વડા” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે.જોતા જ ફટાફટ ખાવાનું મન પણ થઈ જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવા ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા મિર્ચી વડા એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.મારી ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરજો. કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???


સામગ્રી

  • લાલ મરચું પાવડર
  • બેસન
  • હળદર
  • હિંગ
  • મીઠું
  • સૂકા આખા ધાણા
  • વરીયાળી
  • ધાણાજીરું પાવડર
  • આદુ મરચાની પેસ્ટ
  • બટાકા બાફેલા
  • જીરું
  • ઈનો

રીત-

1- સૌથી પહેલા ચણા ના લોટ નું બેટર તૈયાર કરીશું.હવે દોઢ કપ બેસન લઈશું.તેમાં અડધી ચમચી હળદર નાખીશું.અને ચપટી હિંગ નાંખીશું.ત્યાર બાદ અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શું.હવે બરાબર મિક્સ કરી લઈશું.હવે ધીમે ધીમે પાણી નાખીશું.હવે મિક્સ કરી લઈશું.


2- હવે બેટર ને ચેક કરીશું.તેમાં એક ચમચી થી નાખી ને ચેક કરીશું.જે વધારાનું બેટર હસે તે નીચે પડી જશે. આ રીતે તમે બેટર ચેક કરી શકો છો.તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. ચાલો હવે મરચા તૈયાર કરી લઈએ. મરચાને પહેલા ધોઈ લેવાના છે.અને કોરા કરી લેવાના છે. પછી મરચામાં એક કટ કરીશું.અને મરચા માંથી બીયા કાઢી લઈશું.તે પ્રમાણે બધા મરચા તૈયાર કરી લઈશું.

3- હવે તેનું સ્ટફિંગ તૈયાર કરીશું.તેમાં એક ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. તેમાં એક નાની ચમચી જીરું નાખી શું. એક ચમચી હિંગ નાખીશું. આમાં હિંગનો સ્વાદ આગળ પડતો હોય છે. એક ચમચી વરિયાળી નાખીશું. ત્યારબાદ એક ચમચી આખા સૂકા ધાણા નાખી શું. હવે તેને થોડી વાર સાંતળી લઈશું.

4- હવે તેમાં એક ચમચી આદુ મરચાની પેસ્ટ નાંખીશું.હવે આપણે 3 બાફેલા બટાકા નાખી શું. તેને હાથથી તોડીને નાખીશું. હવે તેને દબાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું. સૌથી પહેલા પ્રમાણે મીઠું નાખીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું.ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. ત્યારબાદ એક ચમચી આમચૂર પાવડર નાખી શું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.


5- હવે આપણે થોડા લીલા ધાણા નાંખી શું. લગભગ અડધી વાડકી જેટલા. હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે તેને થોડું ઠંડુ થવા દઈશું. હવે મસાલો ઠંડો થઈ ગયો છે.હવે આપણે મરચામાં મસાલો ભરી લઈશું. હવે આપણે બહાર થી પણ ભરવાના છે. ઉપરથી થોડા કવર કરી લેવાના છે. એટલે જેથી ચણાનો લોટ અંદરના જા.

6- આ રીતે આપણે બધા જ મરચા તૈયાર કરી લઈશું. હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું. આપણે બેટર માં થોડો ઈનો નાખી દઇશુ.હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે મરચા લઈશું.હલકા હાથે ડીપ કરી તેને ફ્રાય કરી લઈશું. જે વધારાનું બેટર છે તે નીચે પડી જવા દઈશું.હવે આપણે તેલ માં મુકીશું.

7- પહેલા આપણે ધીમા ગેસ પર ફ્રાય કરી લઈશું. પછી ગેસ ફાસ્ટ કરીશું.જેથી મરચું ચડી જાય.હવે તેને એક પ્લેટ માં કાઢી લઈશું.તે રીતે બધા મરચાં તળી લઈશું.જોઈ ને જ મોઢામાં પાણી આવી જાય.તેવા બન્યા છેને? તો તમે ગરમા ગરમ ટામેટા સોસ સાથે સર્વ કરી શકો છો.બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *