ત્વચા પર જોવા મળતા આવા લક્ષણો પણ હોય શકે છે કોરોના, જાણો તમે પણ…

મિત્રો, કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે. તાવ, સૂકી ઉધરસ અને સ્નાયુઓનો દુ:ખાવો એ કોરોનાના ચેપના સામાન્ય લક્ષણો છે. આ લક્ષણો ઘણા લોકોને અસર કરે છે અને ચેપની ગંભીરતા અને પ્રકાર પણ સૂચવી શકે છે. આ સમસ્યાના અન્ય કેટલાક સંભવિત સંકેતો પણ જોખમી હોય શકે છે પરંતુ, ઘણીવાર આ લક્ષણો ધ્યાનમા આવતા નથી. તમે શરીરના અમુક લક્ષણોના આધારે ત્વચા પર કોરોના ચેપની અસરને ત્વરિત ઓળખી શકો છો.

image source

સામાન્ય રીતે ત્વચા પર સામાન્ય ફોલ્લીઓને એલર્જીના લક્ષણો માનવામા આવે છે પરંતુ, આ સામાન્ય ફોલ્લીઓ, લાલાશ અને મોટી ફોલ્લીઓ કોવિડ-૧૯ના ગંભીર લક્ષણો હોઈ શકે છે. ત્વચાના લક્ષણોથી પીડાતા ૬ માંથી લગભગ ૧ દર્દીને હોસ્પિટલમાં જવાની જરૂર છે. આ લક્ષણોને મટાડવામાં અઠવાડિયા અને મહિનાઓનો સમય લાગે છે. તેથી, આ લક્ષણોને હળવાશમા લેવા નહિ. અભ્યાસોમા એમ પણ દર્શાવ્યુ છે કે, નાના બાળકોમા પણ ફોલ્લીઓ ચેપના મુખ્ય લક્ષણો છે. આ લક્ષણો પુખ્ત વયના લોકો કરતા ઘણા જુદા લાગે છે.

image source

અમુક અભ્યાસોમાં જાણવા મળ્યુ છે કે, શ્વસન સાથે સંકળાયેલી બીમારીઓ અને સ્થૂળતા સહિતના લાંબા ગાળાના રોગોથી પીડાતા લોકોમાં કોવિડ-૧૯ ચેપનુ જોખમ વધારે પડતુ જોવા મળે છે. કોરોના વાયરસના ચેપમાંથી બહાર આવેલા ડાયાબિટીસના દર્દીઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ એટલા માટે છે કારણકે, તેમને ત્વચામાં ચેપ થવાની સંભાવના વધુ છે.

image source

કોવિડ-૧૯થી પીડાતા ઘણા લોકોમા આ વાયરસ નસો અને ધમનીઓમાં ફેલાઈ શકે છે અને બળતરા પેદા કરી શકે છે. તે ત્વચા પર પણ દેખાય છે. વધુ બળતરાને કારણે ફોલ્લીઓ થઈ શકે છે. તેનાથી ત્વચા પર ખંજવાળ આવે છે. આ સિવાય હાથ, પગ, પેટ અથવા પીઠની ત્વચા પર નાના બાળકો અને શિશુઓને ડાઘા પડી શકે છે અથવા તો ત્વચા ખરબચડી થઇ શકે છે.

image source

આ સિવાય બ્લડપ્રેશર વધઘટ થવાના કારણે શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ પણ ખોરવાઈ શકે છે. આ ઉપરાંત વધુ ઠંડી અને આંચકા સાથે તાવ પણ ચેપના લક્ષણો હોય શકે છે. કોરોના વાયરસના ચેપથી પીડાતા લોકોની ત્વચા શુષ્ક હોય શકે છે. આ સમય દરમિયાન ત્વચા શુષ્ક બનાવી અને ત્વચા પર પોપડા બનવા એ ખૂબ જ સામાન્ય વાત છે.

image source

આ સિવાય ગળાની અંદર દુ:ખાવો અને મોઢાની અંદર દુ:ખાવો પણ થઈ શકે છે. આ સિવાય હાઇડ્રેશન અને પુન:પ્રાપ્તિ દરમિયાન પૂરતા પોષકતત્વો ના લેવાને કારણે પણ તમારી ત્વચા શુષ્ક બની શકે છે અને તમારે ત્વચા સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તો આ નાની-નાની બાબતો અંગે વિશેષ સાવચેતી રાખવી. જેથી, તમારી ત્વચા સુંદર અને આકર્ષક રહે, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *