મીઠા લીંમડાની ચાના અદ્ભુત સ્વાસ્થ્યપૂર્ણ લાભો

મીઠા લીંમડાની ચાના અદ્ભુત સ્વાસ્થ્યપૂર્ણ લાભો

 

મીઠા લીમડા વગર ગુજરાતી દાળ તૈયાર ન થઈ શકે, કે પછી સુકી ભાજી પણ તૈયાર ન થઈ શકે. ગુજરાતીઓને દાળભાત વગર ન ચાલે અને મીઠા લીંમડા વગર દાળનો વઘાર ન થાય. એટલે આપણે બધા ગુજરાતીઓ મીઠા લીમડાનું મહત્ત્વ સારી રીતે જાણીએ છીએ. પણ કદાચ એ નહીં જાણતા હોઈએ કે મીઠા લીંમડાના નિયમિત સેવનથી આપણા સ્વાસ્થ્યને કેટલો ફાયદો થઈ શકે તેમ છે. તો આજની અમારી આ પોસ્ટમાં અમે લાવ્યા છીએ મીઠા લીંમડાની ચા બનાવવાની રીત અને તે ચાના નિયમિત સેવનથી થતાં સ્વાસ્થપૂર્ણ લાભો વિષેની માહિતી.

 

મીઠા લીમડાના પાન દક્ષિણ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. તે આપણા સ્વાસ્થય અને સુંદરતા માટે ફાયદાકારક હોય છે. પણ શું તમે જાણો છો કે, મીઠા લીમડાના પાન મેદસ્વીતા ઓછી કરવાની ક્ષમતા ધરાવે છે ? એટલું જ નહિ, તેની ચા બનાવીને રોજ પીવાથી તમારી ચરબી ઓગળશે, તેમજ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ ઉપાય રામબાણ જેવો સાબિત થશે. તો જાણી લો, મીઠા લીમડાના પાનથી તમે કેવી રીતે તમારું સ્વાસ્થ્ય સુધારી શકશો.

 

– વધુ કેલેરીવાળો ખોરાક ખાવાથી શરીરમાં વધુ માત્રામાં ટોક્સિન જમા થઈ જાય છે. મીઠા લીમડાથી શરીરમાં જમા થયેલું ટોક્સીન બહાર નીકળી જાય છે. તે બોડીને ડિટોક્સ કરે છે અને શરીરમાંથી વધુને ધુ ફેટ બાળવામાં મદદ કરે છે.

 

– મીઠા લીમડાની ચા પીવાથી પાચનક્રિયા સારી થઈ જાય છે. તેનાથી ડાયેરિયા જેવી બીમારી માં રાહત મળે છે.

– જો તમારા શરીરમાં શુગર લેવલ વધુ છે, તો તે એકસ્ટ્રા શુગરને તે ફેટમાં કન્વર્ટ કરી દેશે. જે તમારા શરીરમાં જમા થતું જશે. પરંતુ મીઠા લીમડાની ચા પીવાથી બ્લડ શુગર નહિ વધે. પરંતુ શરીરમાં ફેટ બર્ન થતી રહેશે અને સાથે જ ડાયાબિટીસ જેવી બિમારી પણ દૂર થતી રહેશે.

 

– કાર્બાઝોલ આલ્કાલોઈડ નામનું કેમિકલ કંપાઉન્ડ ધરાવતા મીઠા લીંબડાના પાન શરીરમાંના ખરાબ બેક્ટેરીયાનો નાશ કરે છે અને તે રીતે આપણા શરીરને તે ઇન્ફ્લેમેશન અને વિવિધ જાતના ચેપથી દૂર રાખે છે.

– મીઠા લીંબપડાના પાનની ચા તમારી યાદશક્તિમાં સુધારો કરે છે. અને ગઢપણમાં જે અલઝાઈમર થવાનો ભય હોય છે તે ઓછો કરે છે. તમે મીઠા લીંબડાના પાનનો ઉપયોગ તમારા રોજીંદા ખોરાકમાં પણ કરી શકો છો અને તેને ગરમ પાણીમાં પલાળીને તેની ચાનું સેવન કરીને પણ કરી શકો છો.

 

– અરે વૈજ્ઞાનિકોને પણ આશા છે કે ભવિષ્યમાં મીઠા લીંબડાના પાનમાંથી કાઢેલા અર્કનો ઉપયોગ કરીને એમ્નેશિયાની અસરને દૂર કરીને અલ્ઝાઈમર રોગની દવા પણ શોધી શકાશે.

– મીઠા લીંબડાના પાનની ચાનું નિયમિત સેવન કરવાથી માનસિક તાણ ઓછી થાય છે અને તમારા મગજને આરામ આપે છે. માટે ઓફિસથી આવ્યા બાદ અથવા તો બૌદ્ધિક કામ કર્યા બાદ તમારે આ ચાનું સેવન કેરવું જોઈએ તેનાથી તમારા મગજને આરામ મળશે.

– મીઠા લીમડાના પાનમાં એક કેમિકલ કમ્પાઉન્ડ જોવા મળ્યું છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે અને શરીરમાં જમા થઈ રહેલા બેક્ટેરિયાથી મુક્તિ આપવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં ઈન્ફેક્શન પણ નથી થતું કે નથી તો કોઈ પ્રકારનો સોજો આવતો. આ ઉપરાંત શરીરમાંથી સુગંધ પણ આવવા લાગે છે.

 

– જો તમને મોર્નિંગ સીકનેસની ફરિયાદ રહ્યા કરતી હોય તો તમારે રોજ સવારે નિયમિત પણે મીઠા લીંમડાની ચાનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારી આ ફરિયાદ દૂર થઈ જશે.

ખાસ કરીને પ્રેગ્નન્ટ સ્ત્રીઓને આ ફરિયાદ રહ્યા કરતી હોય છે. કે તેમને સવારની બાજુએ ઉલટી ઉબકાની ફરિયાદ રહેતી હોય છે તો તે માટે મીઠા લીંમડાની ચાનો ઉપાય ઉત્તમ છે.

My eye

– આ ઉપરાંત ચા બનાવ્યા બાદ ચા ગાળી લીધા પછી જે મીટા લીંબડાના પાન વધે છે તેનો તમે મલમ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. એટલે કે જો તમને ક્યાંય છોલાયું, કે વાગ્યું હોય તો તમે તે ઘા પર આ પાંદડાનો મલમ લગાવી શકો છો. તેનાથી ઘામાં ઝડપથી રાહત મળશે.

– જો નિયમિત પણે રોજીંદા ધોરણે એક કપ મીટા લીંમડાની ચાનું સેવન કરવામાં આવે તો તેમાં રહેલા કેમિકલ કંપાઉન્ડથી મેદસ્વીતા તો ઘટે જ છે પણ સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ ઓછું થવા લાગે છે.

– મીઠા લીંમડાના પાનમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. અને વિટામીન એ તમારી આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી વિટામિન છે. જો નિયમિત પણે મીઠા લીંમડાના પાનની ચાનું સેવન કરવામાં આવે તો તમારી દ્રષ્ટિ તેજ બને છે અને તમારા આંખો પર જે ચશ્માના નંબર હોય છે તે પણ ઓછા થાય છે.

– એક સંશોધન પ્રમાણે મીઠા લીંમડાના પાનમાં એક ચોક્કસ પ્રકારનું કાર્બોઝોલ આલ્કાલોઈડ્સ આવે છે જે ખાસ કરીને લ્યુકેમિયા અ પ્રોસ્ટેટ કેન્સરના સેલ પર અસરકારક સાબિત થાય છે.

 

– માટે જો તમે નિયમિત પણે મીટા લીંમડાના પાનની ચાનું સેવન કરશો તો તમે જાણે અજાણ્યે તમારા શરીરને કેન્સર જેવા ભયંકર રોગથી પણ બચાવી શકશો.

– આ ચા તમારી પાચન શક્તિ વધારશે. તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધારી દેશે. ખાસ કરીને આંતરડા સ્વસ્થ રાખશે. આ પાંદડામાં કબજિયાત દૂર કરવાની કમાલની તાકાત છે. જો ડાયેરિયા કે ફૂડ પોઈઝનિંગમાં આ ચા રેગ્યુલર પીવામાં આવે તો બહુ જ રાહત મળે છે.

મીઠા લીંમડાની ચાના ફાયદાઓ તો જાણી લીધા. હવે તેને કેવી રીતે બનાવવી તે વિષે ફણ જાણી લો.

મીઠા લીંમડાની ચા બનાવવા માટે

સામગ્રી

એક કપ પાણી

40-45 મીઠા લીંમડાના પાન

ચા બનાવવાની રીત

સૌ પ્રથમ એક કપ પાણીને એક તપેલીમાં ઉકાળી લેવું. પાણી ઉકળી ગયા બાદ તપેલીને ફ્લેમ પરથી નીચે ઉતારી લેવી. અને તેમાં 40-45 મીઠા લીંમડાના પાન ઉમેરી દેવા અને તેને ઢાંકીને 2-3 કલાક બાજુ પર મુકી દેવું.

 

2-3 કલાક બાદ પાણીને ગાળી લેવું અને ફરી થોડું ગરમ કરી લેવું. હવે તેમાં એક ચમચી મધ અને થોડું લીંબુ એડ કરી થોડું સ્વાદિષ્ટ બનાવી લેવું. અને ચા પી લેવી.

આ રીતે મીઠા લીંમડાની ચા બનાવી તેનું નિયમિત સેવન કરવું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *