મિક્સ દાળ પાલક – ખુબ જ હેલ્થી અને ટેસ્ટી કહી શકાય તેવી મિક્સ દાળ પાલક બનાવની રેસીપી

આજે આપણે એક ખુબ જ હેલ્થી અને ટેસ્ટી કહી શકાય તેવી મિક્સ દાળ પાલક બનાવની રેસીપી જોઇશુ. આ દાળ બનાવામાં પણ ખુબ જ સરળ છે તમે લંચ કે દીનાર માં પરાઠા , રોટલી , નાન , રાઈસ સાથે સર્વ કરી શકો.

સામગ્રી :

  • ૨ કપ તુવેર દાળ
  • ૧/૨ કપ ચાના દાળ
  • ૨ કપ મગ ની ફોતરાં વળી દાળ
  • ૧/૪ કપ અડદ ની દાળ
  • દાળ બાફવા માટે
  • ૨ ગ્લાસ પાણી
  • થોડું મીઠું
  • અડધી ચમચી હળદર
  • હિંગ

દાળ વઘાર માટે :

  • ૨ ચમચી તેલ
  • ૨ ચમચી ઘી
  • ૧/૨ ચમચી રાય
  • ૧/૨ ચમચી જીરું
  • ૨ નાના ટુકડા તજ ના
  • ૧/૨ ચમચી હિંગ
  • ૧/૨ ચમચી હળદર
  • ૨ ડુંગળી જીણી સમારેલી
  • ૧ ચમચી લીલું મરચું અને આદુ ની પેસ્ટ
  • ૧ કપ – લીલું લસણ જીણું સમારેલું
  • ૧ કપ જીણું સમારેલું ટામેટું
  • ૧/૨ ચમચી મીઠું
  • ૧.૫ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧ ચમચી ધાણાજીરું
  • ૧ ચમચી મીઠું ( ફરીવાર )
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૨ કપ સમારેલી પાલક
  • ૧ ગ્લાસ પાણી

સૌ થી પેલા સામગ્રી માં જણાવેલી દાળ ને બરાબર પાણી થી ધોઈ લેવાની છે. અને પછી કુકર માં નાખી દઈ , ૨ ગ્લાસ પાણી ઉમેરી દો,

થોડું મીઠું , અડધી ચમચી હળદર , હિંગ નાખી દો અને ૩ વિસલ સુધી દાળ ને બાફી લેવાની છે. કુકર ઠંડુ થાય એટલે તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે.

હવે એક કડાઈ માં ઘી અને તેલ ગરમ કરવા મુકો , ગરમ થાય એટલે તેમાં રાય અને જીરું નાખી દો ,

બંને વસ્તુ ફૂટે એટલે તજ , હિંગ , હળદર નાખી દો , ત્યાર બાદ સમારેલી ડુંગળી નાખી દો, આદુ મરચું ની પેસ્ટ નાખી દો, લીલું લસણ નાખી દો, ૧ મિનિટ સુધી સાંતળી લો ,

પછી જીણું સમારેલું ટામેટું નાખી દો, મીઠું નાખી અને મિક્સ કરી લો , ઢાંકી અને ૨-૩ મિનિટ કૂક થવા દેવાનું છે ત્યાર પછી લાલ મરચું પાવડર નાખો, ધાણાજીરું નાખો , મીઠું નાખો , ૧ ચમચી ગરમ મસાલો નાખો

પછી તેમાં જીણી સમારેલી પાલક નાખી અને મિક્સ કરી લો. પછી તેમાં ૧ ગ્લાસ પાણી લો તમારે જેટલી પાતળી કે ઘટી દાળ પસંદ હોય તે રીતે પાણી નાખવું , ઢાંકી અને ૨ મિનિટ ચડવા દો .

ત્યાર પછી સમારેલી કોથમમીર નાખી દો. બસ તૈયાર છે એકદમ હેલ્થી અને ટેસ્ટી દાળ

જરૂર થી બનાવો અને તમારો અભિપ્રાય જણાવો.

વિડિઓ :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *