ફરાળી સૂકી ભાજી – એકલા બટેકાની સુકીભાજી નહિ હવે બનાવો આ નવીન ટ્વીસ્ટ વાળી સૂકી ભાજી…

ફરાળી સૂકી ભાજી :

હંમેશા દરેક ઘરમાં વ્રતના ઉપવાસમાં ગૃહિણીઓ બટેટા – સાબુદાણાની સૂકી ભાજી બનાવતા હોય છે. એમાં શેકેલા શિંગદાણા નો અધકચરો પાવડર અને થોડા કાજુ-કિસમિસ અને લેમન જ્યુસ સાથે થોડી સુગર ઉમેરી બનાવવામાં આવે તો ખરેખર ખુબજ પૌષ્ટિક અને ટેસ્ટી બને છે.

તો એના માટે હું અહીં ફરાળી સૂકી ભાજીની રેસિપિ આપી રહી છું. જે ફોલો કરીને ઉપવાસ માં જરુર થી બનાવજો.

ફરાળી સૂકી ભાજી માટેની સામગ્રી:

  • 1 કપ સાબુદાણા
  • 1/3 કપ શેકેલી શિંગ નો ભૂકો
  • 5 મિડિયમ સાઇઝના બટેટા
  • 2 ટમેટા બારીક સમારેલા
  • 2-3 સ્ટ્રિંગ મીઠો લીમડો
  • 2 ટેબલ સ્પુન લીલા મરચા બારીક સમારેલા
  • 1 ટેબલ સ્પુન ખમણેલુ અથવા પેસ્ટ
  • 10-12 કાજુ ના ટુકડા
  • 15-20 કિસમિસ
  • સ્વાદ મુજબ મીઠુ
  • ½ ટી સ્પુન ગરમ મસાલો (ઓપ્શનલ)
  • ½ ટી સ્પુન હળદર પવડર (ઓપ્શનલ)
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • 1 ટી સ્પુન ખાંડ
  • 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ
  • 2 ટેબલ સ્પુન ઓઇલ વઘાર માટે
  • 1 ટી સ્પુન આખુ જીરું
  • 6-7 કાળા મરી
  • 1 નાનો પીસ તજ
  • 3-4 લવિંગ
  • 1 તજ પત્તુ – તમાલપત્ર
  • ગાર્નિશિંગ માટે કોથમરી અને લાલ મરચાની રિંગ,કાજુ – કિસમિસ

ફરાળી સૂકી ભાજી બનાવવાની રીત :


સૌ પ્રથમ સાબુદાણા 2-3 પાણીથી ધોઇને હુફાળા પાણીમાં 1 કલાક પલાળો.


ત્યારબાદ બટેટા બાફી લ્યો. ત્યારબાદ તેની છાલ ઉતારી અધકચરા મેશ કરો અથવા બારીક સમારો.


હવે એક થીક પેનમાં 2 ટેબલસ્પુન વઘાર માટે ઓઇલ ગરમ મૂકો.

ગરમ થાય એટલે તેમાં 1 ટી સ્પુન આખુ જીરું, 6-7 કાળા મરી, 1 નાનો પીસ તજ, 3-4 લવિંગ અને 1 તજ પત્તુ – તમાલપત્ર ઉમેરી સાંતળો.

બધું બરાબર સંતળાઇ જાય અટલે તેમાં 2-3 સ્ટ્રિંગ મીઠો લીમડો, 2 ટેબલ સ્પુન લીલા મરચા બારીક સમારેલા, 1 ટેબલ સ્પુન ખમણેલુ અથવા પેસ્ટ, 10-12 કાજુ ના ટુકડા અને 15-20 કિસમિસ ઉમેરી મિક્ષ કરી કાજુ બદામી કલરના થાય ત્યાંસુધી સાંતળો.

હવે તેમાં ½ ટી સ્પુન ગરમ મસાલો (ઓપ્શનલ), ½ ટી સ્પુન હળદર પવડર (ઓપ્શનલ) અને 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તે વઘારના મિશ્રણમાં 1 કપ સાબુદાણા 1 કલાક પળાળીને પાણી નિતારેલા, બારીક સમારેલા બાફેલા બટેટા, 1/3 કપ શેકેલી શિંગ નો ભૂકો, 2 ટમેટા બારીક સમારેલા અને સ્વાદમુજબ મીઠું અને 1 ટી સ્પુન ખાંડ ઉમેરી મિક્ષ કરો.

બરાબર હલાવીને 2-3 મિનિટ માટે ઢાંકી દ્યો. જેથી બધા મસાલા બરાબર ચડી જાય.

ઢાંકણ ખોલી તેમાં બારીક કાપેલી કોથમરી અને લેમન જ્યુસ ઉમેરી મિક્ષ કરી લ્યો. તો હવે રેડી છે ફરાળી સુકી ભાજી સર્વ કરવા માટે … તે ખરેખર ટેસ્ટ માં બેસ્ટ છે. ફરાળ કરવામાં બધાને જરૂરથી ભાવશે.

ગાર્નિશિંગ:

હવે એક બાઊલમાં ગરમા ગરમ ફરાળી સૂકી ભાજી જરા પ્રેસ કરીને ભરો. ત્યાર બાદ તેના પર એક સર્વિંગ પ્લેટ ઉંધી મૂકો.

હવે તે બન્નેને સાથે પલટાવી લ્યો. ત્યારબાદ બાઉલ ઉપરથી જરા ટેપ કરીને હળવેથી બાઉલ લઈ લ્યો.

જેથી સૂકીભાજી સર્વિંગ પ્લેટમાં રહેશે.

હવે સૂકી ભાજી પર કાજુના નાના પીસ, કિસમિસ, લાલ મરચાની રિંગ અને કોથમરીથી ગાર્નીશ કરો.

પ્લેટમાં પણ ફરતે કોથમરી, કાજુ અને કિસમિસ સ્પ્રિંકલ કરો. સાથે થોડો ફરાળી ચેવડો સર્વ કરો.

બધાની ફેવરિટ એવી આ સૂકી ભાજી મારી આ રેસિપિને ફોલો કરીને જરુરથી બનાવજો. સૌને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *