મિક્સ વેજ પરાઠા – બાળકોને સ્કૂલના ડબ્બામાં ભરીને આપવા માટે બેસ્ટ ઓપશન…

આજે આપણે બાળકો ને લંચબોક્સ માં આપી શકાય અને ઘરે પણ બનાવી ને ખાઈ શકાય તેવા મિક્સ વેજ પરાઠા બનાવની રેસિપી જોઇશુ. આ એક ખુબ જ હેલ્થી છે બાળકો માટે તો જરૂર થી બનાવી ને આપો . ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી:

કણક બાંધવા માટે:

  • ૩ કપ ઘઉં નો લોટ
  • ૨ ચમચી તેલ
  • અડધી ચમચી મીઠું
  • પાણી જરૂર મુજબ

સ્ટેફીન્ગ માટે :

  • ૧ કપ – કોબી જીણી સમારેલી
  • ૨ ડુંગળી – જીણી સમારેલી
  • ૧ કપ – છીણેલું ગાજર
  • ૨ લીલા મરચા – જીણા સમારેલા
  • ૧ કપ ખમણેલું ચીઝ
  • ૧ ચમચી – ચાટ મસાલો
  • ૧ ચમચી મીઠું
  • ૧ કપ જીણી સમારેલી કોથમીર
  • તેલ કે ઘી – પરોઠું શેકવા માટે .

સૌ થી પેલા એક મિક્સિંગ બાઉલ માં લોટ લઇ લો , તેમાં મોણ માટે તેલ નાખી ડો , મીઠું નાખી દો અને જરૂર મુજબ પાણી નાખતા જય અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે.

લોટ સરસ ભેગો થઇ જાય એટલે તેમાં ઉપર તેલ લગાવી લઇ અને ૩-૪ મિનિટ સુધી મસળી લેવાનો છે , જેથી લોટ એકદમ સોફ્ટ થઇ જાય , હવે ઢાંકી દઈ અને ૩-૪ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે.

એક બાઉલ માં સ્ટફિગ માટે જે સામગ્રી બતાવી છે તે બધી બરાબર મિક્સ કરી લો.

હવે પરોઠા બનાવવા માટે જે લોટ બાંધી ને તૈયાર કર્યો છે તેને થોડી વાર મસળી લઇ અને તેમાં થી લુઆ તૈયાર કરી લેવાના છે.

પેહલા લુઆ માં થી વાટકી જેવો શેપ બનાવી લઇ અને તેમાં ૧ ચમચી જેટલું સ્ટફ ભરી લો, ત્યાર બાદ ધીમે ધીમે કિનારી પેક કરતા જઈ આખું પરોઠું પેક કરી લેવાનું છે.

પછી પાટલી પર મૂકી ઉપર કોરો લોટ ભભરાવો અને હાથે થી થાય તેટલું મોટું કરી લો ,

ત્યાર બાદ વેલણ ની મદદ થી વણી લેવાનું છે , એકદમ હળવા હાથે. સેજ જાડું રાખવાનું છે. વણાઈ જાય પરોઠું એટલે ગરમ લોઢી ઉપર મૂકી પેહલા બંને બાજુ કોરું શેકી લેવાનું છે, ત્યાર પછી બંને બાજુ ઘી કે તેલ લગાવી લઇ શેકી લેવાનું છે, ધીમા ગેસ પર પ્રેસ કરતા જઈ અને શેકી લેવાનું છે ઉપર નું પદ કિરસપી થાય ત્યાં સુધી.

આવી રીતે બધા પરોઠા બનાવી લેવાના છે, તો એકદમ તૈયાર છે મિક્સ વેજ પરાઠા બાળકો ને જરૂર થી બનાવી ને આપો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *