મિક્સ દાળના મુઠીયા ઢોકળા – ઢોકળા ભાવે છે તો આ મુઠીયા પણ તમને જરૂર પસંદ આવશે…

મિત્રો, આપણે ગુજરાતી લોકો ખમણ તેમજ ઢોકળા ખાવાના શોખીન, આપણે અવારનવાર ઘરે ઢોકળા તેમજ ખમણ બનાવતા હોઈએ છીએ. બાજરીના લોટ તેમજ દૂધીના મુઠીયા ઢોકળા પણ ખાવાની ખુબ મજા પડે છે.તો આજે હું મુઠિયા ઢોકળા કંઈક અલગ રીતથી બનાવવા જઈ રહી છું જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે તેમજ સૌને ખુબ જ પસંદ પડશે. તો ચાલો બતાવી દઉં કઈ રીતે બનાવીશું આ અલગ પ્રકારના મુઠિયા ઢોકળા.

સામગ્રી:-

૧/૨ કપ લોટ ( ૧ કપ ચોખા, ૧/૨ કપ ચણા ની દાળ, ૧ ટે.સ્પૂન તુવેરની દાળ, ૧ ટે.સ્પૂન મગ દાળ અને ૧ ટે.સ્પૂન અડદ ની દાળ મિક્સ માં કરકરો દળાવવો)

૧/૪ કપ બેસન.

૧ કપ દૂધી.

અડધો કપ ગાજર.

૧/૪ કપ કોથમીર.

આદુ, મરચાં, લસણ ની પેસ્ટ. (પેસ્ટ બનાવવા માટે ૧ ઇંચ આદું, બે લીલા મરચાં ને ૭ – ૮ લસણ ની કળી)

૧/૨ ટે.સ્પૂન લાલ મરચું.

૧/૨ મીઠું.

૧/૨ હળદળ.

૧ ટે.સ્પૂન ખાંડ.

૧/૨ ધાણાજીરું.

ચપટી અજમાં.

૧ ટે.સ્પૂન ઓઇલ.

૧/૪ ટે.સ્પૂન કૂકિંગ સોડા.

૧/૨ ટે.સ્પૂન લીંબુ નો રસ.

૨ ટે.સ્પૂન દહીં.

રીત:

1) સૌ પ્રથમ આપણે મિક્સ દાળના કરકરા લોટને એક મોટા બાઉલમાં લઈશું ત્યારબાદ તેમાં બેસન એડ કરીશું. અહીંયા આપણે ઘરે દળેલો ચણાનો લોટ પણ લઈ શકીયે.

2) ત્યારબાદ તેમાં ખમણેલી દૂધી, ખમણેલું ગાજર, ફ્રેશ કોથમીર, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચું, મીઠું, હળદળ, ખાંડ, ધાણાજીરું તેમજ અજમાને હાથથી વાટીને એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લેવું.

3) ત્યારપછી તેમાં એક ટેબલ સ્પૂન તેલ, ચપટી કુકીંગ સોડા અને અડધી ચમચી લીંબુનો રસ એડ કરવો. તેમજ ધહીં એડ કરી મિક્સ કરી લો.

4) થોડું થોડું પાણી એડ કરી મુઠીયા વાળી શકાય તેવો લોટ બાંધી લો.જો લોટ સોફ્ટ થઈ જાય તો બેસન એડ કરી શકાય.

5) હવે તેમાંથી નાના નાના મુઠીયા વાળી લો મુઠીયા હળવા હાથે બનાવવા જેથી સોફ્ટ બને.

6) હવે આપણે મૂઠિયા સ્ટીમ કરવાના છે તે માટે સ્ટીમરમાં પાણી ઉકાળવા મુકો, પાણી ઉકળે એટલે પ્લેટમાં મુઠીયા ગોઠવી દો તેમજ ઢાંકણ ઢાંકી 20 મિનિટ માટે માધ્યમથી થોડી ઓછી ફ્લેમ રાખી સ્ટીમ થવા દો.

7) 20 મિનિટ પછી ઢાંકણ ખોલી ચરી વડે ચેક કરો, જો ચરી ઢોકળાંમાં ખુંચાડયા બાદ સાફ આવે તો સમજો મુઠીયા બરાબર ચડી ગયા છે નહીતો થોડી વાર ફરી ચડવા દેવા.

8) ત્યારબાદ મુઠીયાને પ્લેટમાં કાઢી લો. આ મુઠીયાને આમ જ ચટણી કે સોસ સાથે ખાઈ શકાય પરંતુ મુઠીયાને વઘારીએ તો ખુબ ટેસ્ટી લાગે છે.

9) મૂઠિયા ને વઘારવા માટે સ્લાઇસમાં કાપી લેવા તેમજ વઘાર માટે બે ટે.સ્પૂન કૂકિંગ ઓઇલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ૧/૪ ટે.સ્પૂન રાઇ, ૧/૪ ટે.સ્પૂન જીરૂ એડ કરો. રાઈ બરાબર તતડી જાય તેમજ જીરું બ્રાઉનિશ થાય એટલે ૧/૪ ટે.સ્પૂન કાળા તલ, ૧/૪ ટે.સ્પૂન સફેદ તલ, ચપટી હિંગ, મીઠો લીંબડો એડ કરો.

10) ત્યારબાદ તેમાં મુઠીયા એડ કરી બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે આ ટેસ્ટી મિક્સ દાળના મુઠીયા ઢોકળા, લીલા મરચા તેમજ કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

મુઠિયા ઢોકળા બનાવાની આ રીત થોડી અલગ છે. કારણ કે મેં આમાં દાળ, ચોખા લીધેલ છે. તેથી આ મુઠિયા ઢોકળા ખુબજ ટેસ્ટી બને છે. તો એક વખત ચોક્કસ બનાવજો બધાને ખીબ જ પસંદ પડશે. તેમજ એકવાર નીચે આપેલ વિડીયો જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મુઠીયા ઢોકળા :

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *