મોરીંગા ની ભાજી – ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેલ્શિયમની ઉણપ ધરાવતા મિત્રો માટે ફાયદાકારક વાનગી…

હેલો ફ્રેન્ડઝ આજ ફરી એકવાર એક હેલ્ધી અને સુપર ફુડ ની રેસીપી લાવી છું જેનુ નામ છે મોરીંગા ની ભાજી.

હવે તમારો પ્રશ્ન એ હશે કે મોરીંગા ની ભાજી એટલે શું? અને તેને શા માટે સુપર ફૂડ તરીકે ગણવા આવે છે? તો સૌ પ્રથમ તો મોરીંગા એટલે આપણે જે સરગવો ની સીંગ નુ વ્રૃક્ષ હોય તેના પાંદડા ને મોરીંગા ની ભાજી તરીકે ઓળખાય છે. જેમ સરગવા ની સીંગ હેલ્ધી છે તેમ તેના પાન પણ હેલ્ધી છે. હવે તે શા માટે સુપર ફૂડ કહેવાય છે તે જાણો, સો પ્રકારના રોગ ની એક દવા તરીકે મોરીંગા ઓળખાય છે, ડાયાબિટીસ, આૅથરાઈટસ, બ્લડપ્રેશર, ઓસ્ટોપોરાસીસ, શરીર મા આયૅન, કેલશિયમ ની ઉણપ… વગેરે જેવા કેટલા બધા રોગ ની સામે રક્ષણ આપે છે. મોરીંગા મા કેલશિયમ, એનટીઓકસીડેન્ટ, વિટામિન બી, સી, એ, ઝિંક ના તત્વો રહેલા છે, તે ટાઈપ ટુ ડાયાબિટીસ ને મટાડવા માટે ખુબ ઉપયોગી સાબિત થઇ ચૂક્યું છે. માટે તેને સુપર ફુડ કહેવા મા આવે છે, તેને જો ઔષધી તરીકે વાપરવુ હોય તો મોરીંગા ના પાન ને મિકસર મા પીસી ને તેનો જ્યુસ પીવા થી ખુબ ફાયદા કારક છે. પરંતુ જ્યુસ નો સ્વાદ આપણે ભાવે તેવો ના લાગે, તેથી આપણે તે પીવા નૂ ટાળીએ છીએ.

પરંતુ જો મોરીંગા ના પાન માથી વાનગી બનાવી ને ખાઈએ તો પણ સ્વાથ્ય માટે ફાયદાકારક રહે છે, મે આ પહેલા તમને મોરીંગા ના ઢેબરા ની રેસીપી આપી હતી અને આજ મોરીંગા ની ભાજી બનાવતા શીખવાડીશ તો ચાલો નોંધી આ સુપર ફુડ ને બનાવવા ની સામગ્રી…

* સામગ્રી —-


* 3કપ મોરીંગા ની ભાજી

* 3 નાના નાના ટામેટાં

* 1 મોટો કાંદો

* 2-3 ટેબલસ્પૂન તેલ

* 1 ટેબલસ્પૂન લાલ મરચુ

* 1/2 ટીસ્પૂન હળદર

* 1/2 ધાણાજીરું

* સ્વાદ અનુસાર મીઠું

* એક ટુકડો લીલુ નાળિયેર

* રીત —


1– સૌ પ્રથમ મોરીંગા ની ભાજી ના પાન ને ચુંટી લેવા અને તેનીદાંડલી કાઢી લો. તેને બારીક સમારી લો અને તેને પાણી થી ધોઇ લો. પાન બહુ કુણા હોય તો તેને સુધાયૉ વગર પણ બનાવી શકો છો.


2– ત્યાર બાદ એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકો તેમા રાઈ જીરુ નો વઘાર કરી ને તેમા વાટેલુ લસણ નાખીને તેને એક મિનિટ સુધી સાંતળી લો અને તેમા બારીક સમારેલા કાંદા ઉમેરો.


3– કાંદા સંતળાઈ જાય એટલે તેમાં ઉપર જણાવ્યા મુજબ ના મસાલા નાખી ને ફરી વખત સાંતળો. ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવી નહી તો મસાલા બળી જશે.


4– ત્યાર બાદ ધોયેલા મોરીંગા ના પાન ને થોડા દબાવી ને નિતારી લો અને તેને કાંદા મા ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો પાંચ થી સાત મિનીટ સુધી ધીમા તાપે ચઢવા દો.


5– ભાજી ચઢવા આવે એટલે તેમાં ટામેટાં ખમણી લો અને તેમા ઉમેરો. ફરી તેને મિકસ કરી લો અને ઢાંકણ ઢાંકી ને સીઝવા દો, પાંચ મિનિટ બાદ ટમેટા અને ભાજી એકરસ થઇ જાય એટલે ગેસ બંધ કરીદો અને તેને કોથમીર અને લીલું કોપરૂ ખમણેલૂ ભભરાવી ને ગારનીશ કરી લો અને તેને ભાખરી, જુવાર બાજરી ના રોટલા કે પરાઠા સાથે પીરસી દો.


* ધ્યાન મા રાખવા ની બાબત —


ભાજી ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ભાજી એકદમ તાજી અને તેના પાન કુણા હોય તેવા જ લેવા, કારણ કે જો તેના પાન વાસી હશે તો ભાજી ને રંધાતા ખુબ જ સમય લાગે છે.

* જો પાન કુણા ના હોય તો તેને રાંધતા પહેલા પાણી મા બાફી લેવી અને પછી તેને ઉપર ની રીત પ્રમાણે જ બનાવવી.

તો ચાલો ફ્રેન્ડઝ તમે બનાવો આ સ્વાદિષ્ટ સુપર ફુડ અને હેલ્ધી રહો, અને હુ કરુ બીજી હેલ્ધી રેસીપી ની તૈયારી ત્યાં સુધી બાય અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *