મૂળાના પરાઠા – મૂળાનું શાક અને સલાડ તો ખાતા અને બનાવતા જ હશો હવે પરાઠા પણ બનાવજો…

મૂળા ઠંડીમાં ખાવામાં આવતું એક એવું શાક છે. મોટાભાગે જેનો ઉપયોગ લોકો સલાડમાં કરતાં હોય છે. જોકે બહુ ઓછા લોકો મૂળાના ગુણો અને ફાયદા જાણે છે. મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે. તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે. મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. તો આજે આપણે બનાવતા શીખીશુ મૂળાના પરાઠા.

શિયાળામાં મૂળા એ દરેકના રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કોઈને મૂળાના પરાઠા ગમે છે, તો કોઈને મૂળાનું શાક ખાવાનું પસંદ છે. કેટલાક લોકો સલાડમાં કાચા મૂળા ખાય છે. ઘણા લોકોને મૂળોનું અથાણું પણ ખાય છે. એવા લોકો પણ છે જેઓ મૂળાને દૂરથી જોવાનું પસંદ કરતા નથી. જો તમે પણ તે જ લોકોમાંથી છો, તો જાણો આના ફાયદાઓ. એકવાર તમે તેને ખાવાના ફાયદાઓ વિશે જાણશો તો તમે તમારા આહારમાં ચોક્કસ સામેલ કરશો.તો આજેજ બનાવો …પરાઠાં …

સામગ્રી:

  • – 3 નંગ મૂળા છીણેલા
  • – 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ
  • – 2 મોટી ડુંગળી (જીણી સમારેલી)( optional)
  • – 300 ગ્રામ ઘઉંનો લોટ
  • – 1/2 ટી સ્પૂન આમચૂર પાઉડર
  • – પ્રમાણનુસાર મીઠું
  • – 1 ચમચી મરચું
  • – 1/2 ચમચી હળદર
  • – 2 ચમચી તેલ
  • – ચપટી હીંગ
  • – સેકવા માટે તેલ

બનાવવાની રીત :

સ્ટેપ :1

સૌપ્રથમ મૂળાને છીણી લો.,તેમાં કોથમીર, મીઠું મરચું ,આદુ મરચાની પેસ્ટ મિક્સ કરો. તેમાં થોડું તેલ ઉમેરો અને આખુ મિશ્રણ તૈયાર કરો.હવે તેમાં ઘઉંનો અને ચણાનો લોટ ઉમેરો અને તે પછી તેમાં મરચું પાવડર ,હળદર ,હિંગ અને આમચૂર પાવડર ઉમેરી વ્યવસ્થિત કણક બાંધો.લોટ બાંધવા પાણી બોવ નહિ જોઈએ ..કેમકે મૂળા નું પાણી છૂટશે એટલે .જરૂર મુજબ ઉમેરવું .

સ્ટેપ :2

આ કણકને 20 એક મિનીટ રહેવા દો, બાદમાં તેના લુવા પાડી લો,અને તેને ગોળ કે ત્રિકોણ વણી લેવાં

સ્ટેપ :3

હવે ,આ પરાઠાં ને ઘીમાં અથવા તેલ માં શેકી લો .અને ફુદીનાની ચટણી કે માખણ સાથે સર્વ કરો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *