ઇન્સ્ટન્ટ ઘઉં ના લોટ ના વેજ ઉત્તપમ – ખાવામાં હેલ્થી અને બનાવવામાં સરળ…

ઉત્તપમ એ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે, ઘણી બધી અલગ અલગ ટાઈપ ના ઉત્તપમ બનતા હોય છે આજે આપણે થોડા અલગ અને ખુબ જ ઝડપ થી બની જતા એવા મિક્સ વેજ ઘઉં ના લોટ નું ઉત્તપમ બનાવીશું.

આ ઉત્તપમ બનાવવા માટે એકદમ ઓછી સામગ્રી અને ટાઈમ ની જરૂર પડશે, આ ઉત્તપમ માં આથો લાવવાની પણ જરૂર નથી અને બેટર ને રેસ્ટ આપવાની એવી કોઈ પ્રોસેસ નથી તો ચાલો ઇન્સ્ટન્ટ ઘઉં ના લોટ ના વેજ ઉત્તપમ બનાવની રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૧ કપ ઘઉં નો લોટ
  • ૧ ચમચી મીઠું
  • ૧ કપ દહીં
  • ચપટી મીઠું
  • લીંબુ નો રસ
  • થોડું લાલ મરચું પાઉડર
  • થોડી જીણી સમારેલી કોબી
  • થોડા જીણા સમારેલા ગાજર
  • થોડા જીણા સમારેલા ટામેટા
  • કોથમીર

સૌ થી પેલા એક મિક્સિંગ બાઉલ માં ઘઉં નો લોટ લઇ લો , તેમાં ૧ ચમચી મીઠું નાખી દો, તેમાં દહીં નાખતા જઈ અને મિક્સ કરતા જાઓ , મિક્સ કરતા જઈ અને એક સ્મૂથ બેટર બનાવવાનું છે.

હવે તેમાં ૧ ચમચી સોડા નાખી દો , સોડા ને એક્ટિવેટ કરવા માટે ઉપર થોડો લીંબુ નો રસ નાખી દો અને ૧ મિનિટ સુધી હલાવવાનું છે.

હવે નોન સ્ટિક લોઢી ગરમ થાય એટલે બેટર ને ગોળ શેપ માં ઉત્તપમ બનાવી લેવાના છે.

હવે તેમાં ઉપર જીણી સમારેલી કોબી ,થોડા જીણા સમારેલા ગાજર , જીણા સમારેલા ટામેટા , કોથમીર નું ટોપિંગ કરી લો , હળવે થી પ્રેસ કરી લો, પછી ઢાંકી દઈ અને ૩-૪ મિનિટ સુધી કૂક થવા દેવાનું છે ,

ત્યાર બાદ ફરતી બાજુ કિનારી પર થોડું તેલ લગાવી લો , ઉપર થોડું લાલ મરચું પાઉડર ભભરાવી દો , હવે બીજી બાજુ ફેરવી દેવાનું છે હવે બીજી બાજુ ૨-૩ મિનિટ સુધી કુક થવા દેવાનું છે,

કૂક થઇ જાય એટલે એક પ્લેટ માં નીકળી લો , અને આવી રીતે બધા ઉત્તપમ બનાવી લેવાના છે.

ખુબ જ સરળ અને ઇન્સ્ટન્ટ એવા આ હેલ્થી અને ટેસ્ટી ઉત્તપમ ખરેખર બનાવવા જેવાના છે. તમારા ઘરે પણ આ જરૂર થી ટ્રાય કરો.



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *