નાચોઝ વીથ ડીપ – બહાર હોટલમાં ખાતા જ હશો હવે ઘરે પણ બનાવો, શીખો પરફેક્ટ રીત…

હું આજે તમારી સમક્ષ મેક્સિકન વાનગી માંથી લોકપ્રિય એવી (nacos with dip) લઈ ને આવી છું. આ વાનગી આપડે સ્ટાર્ટ તરીકે અથવા તો કિટ્ટી પાર્ટી હોય ત્યારે મહેમાનો ને આ આપી શકીયે . આ બાળકો ના તો ખુબ પ્રિય જ હોય છે .પણ મોટાઓ ને પણ એટલાજ પ્રિય હોય છે .

તો આજે બાર જેવા જ હું તમને શીખવીશ .અને હું જે ડીપ શીખવીશ ને એ ચીઝ નું બનવાનું હોય છે તો જાણી લઇ એ ચીઝ કેટલું હેલ્થી છે ??

એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ લગભગ 40 ગ્રામ જેટલું ચીઝ ખાવાથી સ્ટ્રોક અને હાર્ટ અટેકનો ખતરો ઓછો થઈ શકે છે. ચીઝમાં ભરપૂર વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન હોય છે.

સામગ્રી :

નાચોસ માટે ની સામગ્રી :

– 1 કપ મકાઈ નો લોટ

– 1/4 કપ મેંદા નો લોટ

– 1/2 ચમચી અજમા

– સ્વાદ મુજબ મીઠું

– 2 ચમચી મોણ

– જરૂર મુજબ પાણી

– 1/2 ચમચી હળદર

ડીપ માટે ની સામગ્રી :

– 1 અમુલ ફ્રેશ ક્રિમ

– 3 ચીઝ ક્યુબ

– સ્વાદ મુજબ મીઠું

– 1 કપ દુધ

રીત :

નાચોઝ ની રીત :

સ્ટેપ :1

એક ડીશ માં મકાઈ અને મેંદો લઈ તેમાં હળદર ,મીઠું ,અજમા અને મોણ લઈ બરાબર મિક્ષ કરી જરુર મુજબ પાણી લઇ કણક બાંધવો .આ કણક રોટલી વણાય એટલો કણક બાંધવો .

સ્ટેપ :2

હવે ,એક ગોરનું લઇ પાટલા ઉપર લઇ જરુર મુજબ અટામણ લઇ મોટી રોટલી વેલણ થી વણવી .હવે ,આ રોટલીને પીઝા કટર થી ત્રિકોણ શેપ માં કટ કરી .કાંટા ની મદદ થી આકા પાડી લેવા જે થી કરી ને નાચોઝ ફૂલે નહિ .

Step:3

એક કડાઈ માં નાચોઝ ડૂબે એટલું તેલ લઇ ગરમ થાય એટલે બધાં નાચોઝ તળી લેવાં .હવે ,આ તળાઈ ગયેલા નાચોઝ ને એક પ્લેટ માં કાઢી લેવા .

ડીપ બનાવા માટે :

સ્ટેપ :1

એક પેન માં અમુલ ફ્રેશ ક્રિમ લઈ તેમાં છીણેલું ચીઝ ઉમેરી .હવે ,આ બંનેવ બરાબર મિક્ષ થાય એટલે કે ચીઝ પીગળે ત્યાં સુધી ગરમ કરી .તેમાં થોડું મિલ્ક ઉમેરી તેમાં મીઠું ઉમેરી ગેસ બંધ કરી એક બોવેલ માં કાઢી લેવું .તો તૈયાર છે આપણું ડીપ .

સર્વિંગ માટે :

એક પ્લેટ માં નાચોઝ લઇ તેની ઉપર ચીઝ ડીપ પાથરી .હવે ,તેની ઉપર મેક્સિકન સીઝનિંગ જેવા કે ચિલ્લી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિન્કલ કરવા.

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *