ઓનિયન ટોમેટો ઉત્તપમ – ઓનિયન ટોમેટોનું થોડા સ્પાઈસ સાથે ટોપિંગ તમારા ખાવાનો આનંદ ડબલ કરી દેશે…

ઓનિયન ટોમેટો ઉત્તપમ :

ઓનિયન ટોમેટો ઉત્તપમ એ સાઉથ ઇન્ડિયન સ્નેક છે. ખાસ કરીને બ્રેકફાસ્ટ કે ડીનરમાં લેવાતા હોય છે. ચોખા અને અડદની દાળ પલાળીને તેને ફર્મેન્ટ કરીને બનાવવામાં આવતા હોય છે. તેની થિક પેનકેક બનાવીને તેના પર ઓનિયન ટોમેટોનું થોડા સ્પાઈસ સાથે ટોપિંગ કરવામાં આવતું હોય છે. સાથે સાંભાર અને ચટણી સર્વ કરવામાં આવે છે. ઓનિયન ટોમેટો ઉત્તપમ ખરેખર ખુબજ ટેસ્ટી અને હેલ્ધી છે. તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ટ્રાય કરજો. નાના મોટા બધાને ખુબજ ભાવશે.

ઓનિયન ટોમેટો ઉત્તપમ બનાવવા માટેની સામગ્રી :

બેટર બનાવવા માટેની સામગ્રી :

  • ૩ કપ સાદા ચોખા
  • ૧ કપ અડદની દાળ
  • ૩ ટેબલ સ્પુન પૌઆ
  • સોલ્ટ ટેસ્ટ મુજબ

ટોપિંગ બનાવવા માટેની સામગ્રી :

  • ૩ બારીક સમારેલી મોટી ઓનિયન
  • ૩ બારીક સમારેલા મોટા ટામેટા
  • ૨ ટેબલ સ્પુન લસણની લાલ ચટણી + ૧ ટેબલ સ્પુન પાણી
  • ૧ ટી સ્પુન આખું જીરું
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • ૩ ટેબલ સ્પુન કોથમરી

ઓનિયન ટોમેટો ઉત્તપમ બનાવવાની રીત :

સૌ પ્રથમ ૩ કપ સાદા ચોખા અને ૧ કપ અડદની દાળ એક વાસણમાં લઇ મિક્ષ કરી તેને ૨-૩ વાર પાણીથી ધોઈ લ્યો. પાણી નીતારી બીજું પાણી ઉમેરી ૫-૬ કલાક પલાળી ઢાંકી રાખો.

૬ કલાક બાદ ગ્રાઈન્ડર જારમાં ૩ ટેબલ સ્પુન પૌઆ ઉમેરી સાથે તેમાં પલાળેલા દાળ ચોખાનું થોડું જ મિશ્રણ ઉમેરો. જેથી બરાબર ગ્રાઈન્ડ થઇ શકે. હવે પૌઆ, દાળ અને ચોખાને ગ્રાઈન્ડ કરી એકદમ સ્મુધ પેસ્ટ બનાવી લ્યો. આ રીતે બાકીના બધા થોડાથોડા જ દાળ ચોખા ગ્રાઈન્ડ કરી સ્મુધ પેસ્ટ બનાવી એક મોટા વાસણમાં ભરો. ( કેમકે તેમાં આથો લાવવાનો હોવાથી કોન્ટીટી વધી જશે). બધું ચમચા વડે સરસથી મિક્ષ કરી, ઢાકીને હુંફાળી જગ્યાએ રાખો. તેથી આથો સારો આવે.

૭-૮ કલાક બાદ ખુબજ સરસ આથો આવીને બેટર એકદમ ફ્લફી થઇ ગયું હશે. એ તમે વીડીઓમાં જોઈ શકો છો. હવે આ આથો આવેલા બેટરમાં સ્પુન ફેરવી બરાબર મિક્ષ કરી લ્યો.

હવે તેમાં સોલ્ટ મિક્ષ કરી ફરીથી મિક્ષ કરો.

હવે ટોપિંગ બનાવવા માટે એક બાઉલમાં ૩ બારીક સમારેલી મોટી ઓનિયન, ૩ બારીક સમારેલા મોટા ટામેટા ઉમેરી મિક્ષ કરો. હવે ૨ ટેબલ સ્પુન લસણની લાલ ચટણીમાં ૧ ટેબલ સ્પુન પાણી ઉમેરી તે બનેલી થોડી લુઝ લસણની ચટણી તેમાં ઉમેરો. હવે તેમાં ૧ ટી સ્પુન આખું જીરું અને સ્વાદ મુજબ સોલ્ટ અને કોથમરી ઉમેરી મિક્ષ કરી લ્યો. જે તમે વિડીયોમાં જોઈ શકો છો.

હવે નોન સ્ટિક તવી કે આયર્નની થિક બોટમવાળી તવી ગરમ મુકો. ગરમ થાય એટલે તેના પર ઓઈલ ગ્રીસ કરો. ગ્રીસ કરેલા ભાગ પર ૨ મોટા ચમચા રેડી કરેલ બેટર ઉમેરી તેને રાઉન્ડ શેઈપ આપી થિક ઉત્તપમ બનાવો.

તરતજ તેના ઓનિયન ટોમેટોનું રેડી કરેલું ટોપીંગ ઓલ ઓવર સ્પ્રીન્કલ કરી દ્યો. તેના પર ૧ ટેબલ સ્પુન ઓઈલ પણ સ્પ્રેડ કરો. ત્યારબાદ ટોપિંગ પર હલકા હાથે તવેથાથી જરા પ્રેસ કરી લ્યો જેથી ટોપિંગ ઉત્તપમ પર બરાબર બેસી જાય.

એ દરમ્યાનમાં ઉત્તપમ નીચેથી કુક થઈને તેની બોર્ડરનો કલર થોડો ચેન્જ થયેલો જોવા મળશે.

ત્યારબાદ હવે ઉત્તપમને ફ્લીપ કરી લ્યો. ( વિડીઓમાં બતાવ્યા પ્રમાણે ).

હવે તેની સાઈડ પર ફરતે થોડું થોડું ઓઈલ મૂકી કુક કરો. નીચે આવેલું ટોપિંગ કુક થાય ત્યાં સુધી કુક થવા દ્યો. હવે ઓનિયન ટોમેટો ઉત્તપમ રેડી છે. પ્લેટમાં ટ્રાન્સફર કરો.

આ પ્રમાણે બાકીના ઓનિયન ઉત્તપમ બનાવી લ્યો.

હવે ગરમાગરમ ઓનિયન ટોમેટો ઉત્તપમ સર્વીગ પ્લેટમાં સર્વ કરો. સર્વ કરતી વખતે તેના પર ગ્રેટેડ ચીઝ સ્પ્રિન્કલ કરો. જેથી બાળકોને ખુબજ ભાવશે.

ટેસ્ટી અને હેલ્થી ગરમાગરમ ઓનિયન ટોમેટો ઉત્તપમ સાથે સાઉથ ઇન્ડિયન ચટણી અને સાંભાર સર્વ કરો. નાના મોટા બધાને ખુબજ ભાવશે. તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ઘરે જ બનાવજો. ત્યારબાદ રેસ્ટોરન્ટમાં, ઓનિયન ટોમેટો ઉત્તપમનું ડીનર લેવા જવું નહી પડે. મારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *