લસણિયા સેવ મમરા – બહાર મળે છે એનાથી પણ વધુ ટેસ્ટી અને મસાલેદાર…

આજે આપણે લસણિયા સેવ મમરા ઓછા ખર્ચ માં સ્વાદિષ્ટ નાસ્તો બનાવીશું.બહાર ના મમરા સ્વાદિષ્ટ તો હોય જ છે તેમાં તેલ નો ઉપયોગ બહુ વધુ કરવામાં આવે છે કીમત પણ વધુ લેવામાં આવે છે એટલી કીમત માં ખુબ જ વધારે પ્રમાણ માં લસણીયા સેવ મમરા તમે ઘરે બનાવી શકો છો.અને ખૂબ જ ઓછી મહેનત થી બનાવી શકો છો અને તેલ નો ઉપયોગ તમે તમારી રીતે ઓછું કે બધું કરી શકો છો.અને સ્વાદ એકદમ બહાર ના પેકેટ જેવો જ આવે છે આ ઓછા ખર્ચ માં બની પણ જશે અને ઘર માં બધા ને પસંદ આવશે,તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.


સામગ્રી

  • લસણ
  • મમરા
  • લાલ મરચું પાવડર
  • કાશ્મીરી લાલ મરચું પાવડર
  • મીઠું
  • તેલ
  • હિંગ

રીત

1- સૌથી પહેલા એક મોટા લોયા માં ૨૫૦ ગ્રામ મમરા ને શેકી લઈશું આ મમરા જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને શેકી લઈશું તમે તેને તડકા માં પણ મૂકી શકો છો હવે આને હલાવતા હલાવતા ચાર થી પાંચ મિનિટ શેકી લઈશું.


2- આ મમરા ને શેકી ને તેનો દાણો હાથ માં લઇ દબાવી જોવાનો.જો એ સરસ ક્રિસ્પી થઈ ગયો હશે તો તે સરસ દબાઈ જશે હવે આ મમરા શેકાય ગયા છે હવે તેની માટે આપણે લસણ ની ચટણી રેડી કરી લઈશું હવે સાત થી આઠ લસણ ની કડી લઈ લઈશું.

3- હવે એક ખલ માં લસણ ની કડી લઈ લઈશું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્યારબાદ એક ટી સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું ત્યારબાદ તેમાં બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું જો તમને વધારે તીખું જોઈતું હોય તો તમે વધારે મરચું લઈ શકો છો.

4- તમારે કાશ્મીરી લાલ મરચું વધારે લેવુ પડશે તો તેનો કલર સારો આવશે આ ચટણી ને બને એટલી વાટી લઈશું હવે એક લોયું લઈશું ઘણા લોકો મમરા ને તળતા પણ હોય છે અહીંયા આપણે તળવાના નથી હવે આપણે બે થી ત્રણ ચમચી તેલ લઇ લઈશું.

5- હવે તેલ ને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થાય એટલે ચેક કરવાનું છે હીંગ ઉમેરી ને,હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી લસણ ની ચટણી એડ કરીશુ,હવે ગેસ બંધ કરી ને મિક્સ કરી લઈશું,જેથી મરચું કાળુ ના પડી જાય.


6- જેથી મમરા નો કલર પણ નઈ આવે અને મજા નઈ આવે એટલે આપણે જરૂર પડતો ગેસ ચાલુ રાખીશું,અને ચટણી ને પહેલા સરસ મિક્સ કરી લઈશું જે તમે વીડિયોમાં જોઈ શકો છો હવે તેમાં મમરા એડ કરી લઈશું આ બહુ સિમ્પલ રેસિપી છે.

7- આપણે આમાં હળદળ પણ નથી એડ કરી કારણકે આમાં આપણે લાલ કલર જોઈએ છે તો આપણે બધા જ મમરા ને સારી રીતે મિક્સ કરી લઈશું મમરા ને એકસાથે નથી એડ કરવાના તેને ધીમે ધીમે જ એડ કરીશું તો હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધા મમરા સરસ મિક્સ થઈ ગયા છે.

8- તમે જોઈ શકો છો કે તેનો કલર પણ સરસ આવી ગયો છે અને સુગંધ પણ બવ જ સરસ આવે છે હવે આપણે આની અંદર સેવ ઉમેરી દઈશું તમારે હજુ લાલ મમરા જોઈએ તો વધારે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી શકો છો.

9- હવે આપણે દોઢ કપ ઝીણી સેવ નાખીશું અહીંયા આપણે નાયલોન સેવ લીધી છે તમે થોડી જાડી સેવ લઈ શકો છો તમે ઘરે બનાવેલી સેવ પણ લઈ શકો છો અને બહાર થી લાવી ને પણ ઉપયોગ માં લઇ શકો છો.

10- આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ એકવાર બનાવી ને ડબ્બો ભરી લેશો જ્યારે ખાવાનું મન થાય ત્યારે તમે ખાઈ શકો છો,આ હેલ્ધી પણ છે અને સ્વાદ પણ સરસ આવશે તો તમે જરૂર થી બનાવો આવા લસણીયા સેવ મમરા તો તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *