સ્પ્રિંગ ઓનિયન વિથ ફ્રેશ મેથી – ફટાફટ બની જતી આ સબ્જી ગરમાગરમ ખાવાની ખુબ મજા આવે છે…

સ્પ્રિંગ ઓનિયન વિથ ફ્રેશ મેથી :

ખૂબજ જુના સમયથી જાણીતી એવી ફ્રેશ (કે ડ્રાય)મેથી ખોરાક તરીકે, મસાલા તરીકે અને દવા તરીકે વાપરવામાં આવે છે. મેથી તેની સ્ટ્રોંગ અરોમા માટે ખૂબજ પોપ્યુલર છે. શિયાળામાં ખૂબજ સરસ ફ્રેશ મેથી માર્કેટમાં મળતી હોવાથી એ સમય દરમ્યાન મેથીની વાનગીઓ સારા એવા પ્રમાણમાં બનતી રહે છે. મેથીના પાનની સુકવણી કરીને વર્ષ સુધી સ્ટોર કરીને પણ ઉપયોગમાં લઇ શકાય છે. મેથીનો ઉપયોગ કરીને મેથીના થેપલા, હાંડવો, મેથીના ગોટા, ખાખરા, રિંગણ મેથીનું શાક વગેરે બનાવી શકાય છે.

અહીં હું આપ સૌ માટે સ્પ્રીંગ ઓનિયન વીથ મેથીની ભાજીની રેસિપિ આપી રહી છું, જે સ્વાસ્થ્ય માટે ખૂબજ હેલ્થફુલ છે. ખૂબજ ટેસ્ટી, ઇઝી અને ક્વીક બની જતી મારી આ રેસિપિ ફોલો કરીને તમે ચોક્કસથી ટ્રાય કરી ટેસ્ટ કરજો.

સ્પ્રિંગ ઓનિયન વીથ મેથી બનાવવા માટેની સામગ્રી :

  • 4 કપ ફ્રેશ મેથીના પાન
  • 1 કપ સ્પ્રિંગ ઓનિયન બારીક સમારેલી
  • 2 ટેબલ સ્પુન ફ્રેશ –ગ્રીન બારીક સમારેલું લસણ
  • 3 મોટા ટમેટા બારીક સ્મારેલા
  • 3 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
  • 2-3 ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટી સ્પુન આખુ જીરુ
  • 1 તજ પત્તુ
  • 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
  • 1 ટેબલ સ્પુન + 1 ટેબલ સ્પુન ધાણા જીરુ પાવડર
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • 1 ટી સ્પુન સુગર
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • 2 ટેબલ સ્પુન ચણાનો શેકેલો લોટ
  • પાણી જરુર મુજબ

સ્પ્રિંગ ઓનિયન વીથ મેથી બનાવવાની રીત :

સૌ પ્રથમ મેથીની ભાજીના પાન ને 2-3 વાર પાણીથી ધોઇ લ્યો. પાણી નિતારીને, ત્યારબાદ બારીક સમારી લ્યો. એજ રીતે સ્પ્રિંગ ઓનિયનને ગ્રીન્સ સાથે બારીક સમારી લ્યો.

એક પેનમાં 2 થી 3 ટેબલ સ્પુન ઓઇલ મૂકી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. ઓઇલ વઘારી શકાય તેવું ગરમ થાય એટલે તેમાં 1 ટી સ્પુન આખુ જીરુ અને 1 તજ પત્તુ ઉમેરો. બરાબર સંતળાઇ જાય એટલે તેમાં 1 કપ સ્પ્રિંગ ઓનિયન બારીક સમારેલી ઉમેરી દ્યો.

ઓનિયન અધકચરી સંતળાય એટલે તેમાં 2 ટેબલ સ્પુન બારીક સમારેલું લીલુ (ફ્રેશ ) લસણ ઉમેરી મિક્સ કરી તેને પણ સાથે સાંતળો. હવે તેમાં 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ, 1 ટેબલ સ્પુન ધાણા જીરુ પાવડર અને ½ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી મિક્ષ કરો.

મસાલા બરાબર સાથે સંતળાઇ જાય એટલે તેમાં 3 મોટા ટમેટા બારીક સ્મારેલા અને 3 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી ઉમેરીને મિક્સ કરી લ્યો. તેમાં સ્વાદ મુજબ સોલ્ટ અને 1 ટી સ્પુન સુગર ઉમેરી મિક્સ કરી લ્યો. 1 મિનિટ કૂક કરો.

ત્યારબાદ તેમાં 4 કપ બારીક સમારેલી ભાજી ઉમેરી મિક્ષ કરો. ભાજીમાં ½ કપ પાણી ઉમેરી ઢાંકીને કૂક કરી લ્યો. જરા ઓઇલ છૂટું પડતું દેખાય એટલે તેમાં ફરી 1 ટેબલ સ્પુન ધાણા જીરું ઉમેરો. સાથે 1/2 ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો. તેમ કરવાથી ભાજીની અરોમા સાથે ટેસ્ટ પણ વધારે એન્હાન્સ થશે.

હવે તેમાં 2 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ ઉમેરી મિક્ષ કરી લ્યો. ફરી ½ કપ પાણી ઉમેરી મિક્ષ કરી સ્લો ફ્લૈમ પર ઘટ્ટ થાય ત્યાંસુધી કૂક કરો. હવે ગરમાગરમ સ્પ્રિંગ ઓનિયન વીથ ફ્રેશ મેથીની ભાજી સર્વ કરવા માટે રેડી છે.

એરોમેટીક, હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી ટુ મેઇક એવી ભાજી પરોઠા, બાજરી કે જુવારના રોટલા સાથે સર્વ કરવાથી વધારે સ્વાદિષ્ટ લાગશે. મેથીની ભાજી ના ભાવતી હોય તેને પણ આ રીતે બનાવેલી ભાજી ખૂબજ ભાવશે.

તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *