કાશ્મીરી દમ આલુ – રેસ્ટોરેન્ટ સ્ટાઇલ કાશ્મીરી દમ આલૂ બનાવવાની સરળ રેસિપી

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “રેસ્ટોરેન્ટ સ્ટાઇલ કાશ્મીરી દમ આલૂ” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે?? જોતા જ ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું શાક એક વખત બનાવીને ખાશો તો સ્વાદ એટલો બેમિસાલ આવશે કે ખાધા પછી પણ દાઢે જ વળગી જશે અને સામેથી બીજીવાર બનાવાનું કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • નાના બટેકા
  • મીઠું
  • તેલ
  • સૂંઠ પાવડર
  • કાશ્મીરી લાલ મરચું
  • હળદર
  • હિંગ
  • દહી
  • વરિયાળી પાવડર
  • સૂકા આખા ધાણા
  • તજ પાવડર
  • લવિંગ પાવડર
  • ઈલાયચી પાવડર
  • ધાણાજીરું પાવડર
  • શેકેલા જીરાનો પાવડર
  • કોથમીર
  • ગરમ મસાલો

રીત-

1- સૌથી પહેલા નાના બટેટા લઈશું. અને તેને ફોગથી કાણા પાડી લઈશું. અને કુકરમાં એક સીટી વગાડી લઈશું.તેમાં મીઠું પણ એડ કરીશું.હવે તેને તેલ માં ફ્રાય કરી લઈશું.હવે તેલ ગરમ થઈ ગયું છે.તો તેમાં બટેકા એડ કરીશું.

2- હવે તેને ધીમા તાપે ફ્રાય કરીશું.અને ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું.તે ધીમા તાપે ફ્રાય ત્યાં સુધી આપણે દહી તૈયાર કરી લઈશું. આપણે બે કપ દહીં લઈશું. હવે મીડીયમ ખાટું હોય તેવું લેવાનું.હવે તેમાં દોઢ ચમચી સૂંઠ પાવડર એડ કરીશું. અને દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેને સાઈડ માં મૂકી દઈશું.

3- આ રેસિપી કાશ્મીરી ટાઈપની છે જેમાં લસણ નહીં આદુ, ડુંગળી, ટામેટા આ કોઈ પણ વસ્તુ નો ઉપયોગ નથી કરવાનો. આમાં સૂંઠ પાવડર અને અમુક ગરમ મસાલા જ ઉપયોગ માં લઈશું. આ શિયાળામાં ખાસ ખાવું જોઈએ કારણ કે તેના થી ગરમા ઓ મળે.એટલે આ શિયાળાની ડીશ છે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ ગોલ્ડન બ્રાઉન બટેકા થઈ ગયા છે.તો તેને ટિસ્યુ પેપર પર કાઢી લઈશું.

4- હવે આપણે ગ્રેવી તૈયાર કરીશું. હવે તેમાં તેલ એડ કરીશું.હવે તેમાં ચપટી હિંગ નાંખીશું. અડધી ચમચી હળદર નાખીશું. અને આખા ધાણા ને મિક્સી માં ક્રશ કરી લઈશું.તે એક ચમચી એડ કરીશું.અને એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું.હવે ગેસ ધીમો જ રાખીશું.હવે તેમાં પાણી એડ કરીશું.હવે પાણી ગરમ થઈ ગયું છે. હવે તેમાં દોઢ ચમચી વરિયાળી પાવડર નાખીશું. હવે તેમાં એક નાની ચમચી ઈલાયચી પાવડર નાખીશું. ત્યારબાદ એક ચમચી ધાણાજીરું પાવડર નાખી શું.

5- હવે આપણે અડધી ચમચી તજ પાવડર નાખીશું.હવે એક નાની ચમચી લવિંગ પાવડર નાખીશું.અને એક નાની ચમચી શેકેલું જીરું પાવડર એડ કરીશું. હવે તેને ઉકળવા દઈશું.હવે આપણે જે મિક્સર તૈયાર કર્યું હતું તે એડ કરીશું.હવે તેને એડ કરી ને હલાવતા જઈશું.તેને સતત હલાવતા રહીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગ્રેવી ઉકળવા લાગી છે.હવે ચાર મિનિટ થઈ ગઈ છે.હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું.હવે ફ્રાય કરેલા બટાકા એડ કરીશું.હવે તેને હલાવી લઈશું.હવે ઢાંકીને કુક કરી લઈશું.

6- હવે ગેસ ધીમો જ રાખવાનો છે.હવે હલાવી લઈશું.હવે તેમાં થોડો ગરમ મસાલો એડ કરીશું.ફરી થી સાત થી આઠ મિનિટ કુક કરી લઈશું.હવે સાત મિનિટ થઈ ગઈ છે.હવે હલાવી લઈશું.અને આપણી ગ્રેવી સરસ પકી ગઈ છે.હવે ગેસ બંધ કરી દઈશું.તો ચાલો હવે આપણે સર્વે કરીશું.એક પ્લેટ માં કાઢી લઈશું. હવે ગાર્નિશીંગ માટે કોથમીર એડ કરીશું.તમે ચોક્ક્સ થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *