નેચરલ ઓરેન્જ કેક બનાવવાની સાથે શીખો પારલેજી બિસ્કીટમાંથી એક સરપ્રાઈઝ રેસિપી બનાવતા…

આજે આપણે ઓરેન્જ કેક બનાવીશું. તેના માટે કોઈપણ ઓરેંજ એન્સેસ નો ઉપયોગ નથી કરવાના. નેચરલ ઓરેન્જ નો ઉપયોગ કરીને બનાવવાના છે. તો ચાલો તેની રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

  • દળેલી ખાંડ
  • ઓરેન્જ
  • દહીં
  • બટર
  • મેંદો
  • બેકિંગ સોડા
  • ઓરેન્જ ફૂડ કલર

રીત-

1- સૌથી પહેલા તેના માટે એક ઓરેન્જ લઈશું. તેની છાલને ધીમે ધીમે ખમણી લેવાની છે. હવે તેને સાઈડ પર રાખી દઈશું. હવે જે ઓરેન્જ હતું તેનું જ્યુસ કાઢી લઈશું. હવે તેને પણ સાઇટ પર મૂકી દઈશું.

2- હવે એક બાઉલ લઈ લઈશું. તેમાં અડધો કપ દળેલી ખાંડ નાખીશું. ત્યાર બાદ અડધો કપ દહી લઈશું. દહી ખાટું ના હોય તેનું ધ્યાન રાખવું. હવે આપણે જે ઓરેન્જ ની છાલ કાઢીને રાખી હતી તે લઈ લઈશું. હવે ત્રણેય વસ્તુ ને મિક્સ કરી લઈશું. હવે તેમાં ૧/૪ કપ પીગળેલું બટર એડ કરીશું.હવે મિક્સ કરી લઈશું.

3- હવે એક ચાયણી લઈ લઈશું.તેમાં એક કપ મેંદો લઈ લઈશું. ત્યારબાદ અડધી ચમચી બેકિંગ સોડા નાખીશું. ત્રણેય વસ્તુ નેચાળી લઈશું.જેથી તે મિક્સ થઈ જાય.

4- હવે તેમાં ઓરેન્જ જ્યુસ નાખવાનો છે. બધો એક સાથે નથી નાખવાનો પહેલા બે ચમચી જેટલો જ્યુસ એડ કરીશું. હવે તેને મિક્સ કરી લઈશું. હવે ફરીથી બે ચમચી એડ કરીશું. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે.

5- હવે એક ચપટી જેટલો ઓરેંજ ફૂડ કલર એડ કરીશું. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે કેક ની પેન ને તેલ થી ગ્રીસ કરી લો ત્યાર બાદ થોડો કોરો લોટ નાખી લઈશું. હવે તેમાં બેટર એડ કરીશું.

6- હવે આપણે ઓવનમાં બેક કરી લઈશું. હવે આપણી કેક તૈયાર થઈ ગઈ છે. તમે કઢાઈમાં પણ બનાવી શકો છો. 10 કે 15 મિનિટ પછી ઠંડી થઈ જાય પછી તેને કટ કરવાની છે. હવે એક પીસ કટ કરીને જોઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સોફ્ટ કેક બની છે. ગાર્નિશીંગ માટે એક ઓરેન્જ ની સ્લાઈસ મૂકી દો. તો છે ને એકદમ ઈઝી કેક ની રેસિપી તો તમે ચોક્કસ બનાવજો.

આજે આપણે ખુબજ ઈઝીલી ચોકલેટ ના લાડુ બની જાય તેની રેસિપી જોઈશું. માત્ર દસ જ મિનિટમાં બની જાય તેવા લાડુ પારલે જી બિસ્કીટ નો યુઝ કરીને બનાવીશું.

સામગ્રી

  • પારલે જી બિસ્કીટ
  • ડાર્ક ચોકલેટ
  • ઘી
  • સુગર બોલ્સ

રીત-

1- સૌથી પહેલા પારલે જી બિસ્કીટ લઈશું. તેના નાના પીસ કરી દઈશું.હવે તેને ક્રશ કરી લઈશું.હવે બિસ્કીટ નો પાવડર તૈયાર કરી લઈશું.

2- હવે એક નાના વાસણમાં ગરમ પાણી લઈશું. તેમાં અડધો કપ ડાર્ક ચોકલેટ લઈશું.હવે ગરમ પાણી અંદર એક વાડકી મૂકી દેવાની છે. અને તેમાં ડાર્ક ચોકલેટ એડ કરીશું. જેથી ચોકલેટ ધીમે ધીમે ઓગળતી જશે.

3- હવે તેને સતત હલાવતા રહીશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચોકલેટ બધી સરસ ઓગળી ગઈ છે. હવે પારલેજી ના પાવડર માં એડ કરી દઈશું. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું.

4- હવે તેમા એક ચમચી ઘી એડ કરીશું. હવે તેને મિક્સ કરી લઈશું. હવે તેને હાથ થી લડુું બનાવી દઈશું. હવે આપણા બધા જ લડ્ડુ તૈયાર થઈ ગયા છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હવે તેમાં સુગર બોલ્સ થી ગાર્નીશ કરીશું. તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *