ઉનાળું સ્પેશિયલ પાન શોટ્સ બનાવવાની એકદમ પરફેક્ટ રેસિપી- How To Make Paan Shots At Home

કેમ છો મિત્રો? ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ગઈ છે અને હવે બપોરે અને સાંજે કાંઈક ઠંડુ ખાવાનું કે પીવાનું મન થતું જ હશે. તમે સિકંજી અને ઘણાબધા શરબત બનાવ્યા હશે પણ શું તમે ક્યારેય પાન ફ્લેવરના શોટ બનાવ્યા છે? ના તો આજે જ શીખો મારી આ સરળ રીતે અને એકવાર તો ખાસ બનાવજો. જયારે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે આ શોટ બનાવજો બધા ખુશ થઇ જશે અને તમારા ખુબ વખાણ થશે. આજે આપણે બનાવીશું પાન શોટ બનાવવાની એકદમ પરફેક્ટ રેસિપી જોઈશું.પાન તો નાના થી મોટા બધા ને જ ભાવે.તો ચાલો જોઈ લઈએ.

નાના બાળકોને આપણે સોપારી વાળું પાન ખાવા માટે ના કહીએ છીએ પણ આખરે તેઓ જીદ્દ કરે અને આપણે તેમને સોપારી વગરનું પાન ઘણીવાર આપતા હોઈએ છીએ તો હવે જયારે પણ બાળકો પાન ખાવાની જીદ્દ કરે તેમને ખાસ બનાવી આપજો આ પણ શોટ.

સામગ્રી

  • કલકત્તી પાન
  • વેનીલા આઈસ્ક્રીમ
  • મીઠો મસાલો
  • ગુલકરી

રીત

1- સૌથી પહેલા કલકત્તી પાન સાત થી આઠ લઈશું.હવે પાન ની કતરણ કરી લઈશું.ઉનાળા ની ગરમી માં પાન શોટ પીવાની મજા જે કંઇક ઓર છે.હવે કતરણ રેડી છે.હવે એક મિક્સર જાર લઈ લઈશું. હવે પાન ની કતરણ તેમાં એડ કરીશું.

2- હવે તેમાં એક ચમચી ગુલકરી નાખીશું.હવે તેમાં એક ચમચી મીઠો મસાલો નાખીશું.બીજો આપણે ગાર્નિશ માટે રહેવા દઈશું.હવે બે ચમચી વેનીલા આઈસ્ક્રીમ લઈશું.હવે તેને ક્રશ કરી લઈશું.

3- હવે આપણે સર્વે કરીશું.હવે બે નાના ગ્લાસ લઈશું.હવે તેમાં આપણે પોર કરીશું.હવે આપણે જે મીઠો મસાલો રાખ્યો હતો ગાર્નિશ માટે તેની ઉપર ગાર્નિશ કરીશું.

4- તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય અને તમે સર્વે કરો તો મજા આવી જશે.તો રેડી છે ગરમી માં ઠંડક આપતું ઠંડુ ઠંડુ પાન શોટ.તો જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *