માણેકચોકની પ્રખ્યાત પાઇનેપલ આઇસક્રીમ સેન્ડવિચ – ઉનાળુ સ્પેશિયલ ઠંડી ઠંડી લાજવાબ સ્વાદ

આજે આપણે બનાવીશું માણેકચોક ની પ્રખ્યાત પાઈનેપલ આઈસક્રીમ સેન્ડવીચ. સેન્ડવીચ ઘણા પ્રકાર ની હોય છે.આલુ મટર સેન્ડવીચ,ચીઝ સેન્ડવીચ,વેજીટેબલ સેન્ડવીચ પણ આજે આપણે જે જોઈશું.તે માણેકચોક ની પ્રખ્યાત એવી સેન્ડવીચ છે.એ છે પાઈનેપલ આઈસક્રીમ સેન્ડવીચ.આ સેન્ડવીચ કઈક અલગ છે. તીખી નથી પણ આમાં બધા જ ટેસ્ટ આવે છે. જમ્યા પછી કઈક નવું ખાવાનું મન થાય તો આ સેન્ડવીચ ખાય શકો છો. આ ઘર માં નાના બાળકો થી મોટા વડીલો ને પણ બવ જ ભાવશે.આ સેન્ડવીચ લાઈફ માં ક્યારેય નય ખાધી હોય આવી સેન્ડવીચ.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • સેન્ડવીચ બ્રેડ
  • ચીઝ
  • પાઈનેપલ
  • બટર
  • પાઈનેપલ જામ

રીત

1- સૌથી પહેલા સેન્ડવીચ બ્રેડ લઈશું. હવે તેની સાઈડ ને કટ કરી લઈશું. માણેક ચોક માં આ સેન્ડવીચ ખૂબ પ્રખ્યાત છે. સૌથી પહેલા બ્રેડ ઉપર બટર લગાવી લઈશું. બટર ને થોડો સમય પહેલા ફ્રીજમાંથી બહાર કાઢી લેવાનું.જેથી બ્રેડ પર લગાવવા માં સરળ રહે.

2- આ સેન્ડવીચ માં ત્રણ બ્રેડ લઈશું. એટલે ત્રણેય બ્રેડ પર બટર લગાવી લઈશું. હવે તેની પર પાઈનેપલ જામ લગાવી લઈશું. અહીંયા આપણે તૈયાર પાઈનેપલ જામ લીધો છે. આના થી સેન્ડવીચ નો ટેસ્ટ ખૂબ સરસ આવે છે.

3- બધા જ ટેસ્ટ આમાં આવશે. હવે તેની પર ચીઝ ને છીણી લઈશું. ચીઝ થી જ તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. પાઈનેપલ ના પીસ તમને તૈયાર મળી જતા હોય છે.જેમ કે કોઈ સુપર માર્કેટ માં કે કોઈપણ દુકાન માં મળી જશે.

4- હવે તેની ઉપર પાઈનેપલ મૂકી દઈશું. પાઈનેપલ ની આખી સ્લાઈસ પણ આવે છે. તે પણ તમે લઈ શકો છો. પણ જે ફ્રેશ પાઈનેપલ મળે છે. તે યુઝ ના કરવો. તેનો ટેસ્ટ એટલો સારો નઈ આવે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે પાઈનેપલ મૂકી દીધા છે.

5- હવે તેની ઉપર બીજી બ્રેડ ની સ્લાઇસ હતી તે મૂકી દઈશું. હવે તેની ઉપર થોડું બટર લગાવી લઈશું. તેના થી બ્રેડ સોફ્ટ થાય છે.હવે તેની ઉપર થોડું ચીઝ છીણી લઈશું. હવે ફરી તેના પર થોડા વધુ પાઈનેપલ માં પીસ ઉમેરી દઈશું.

6- જો તમારે આઈસ ક્રીમ ના મૂકવો હોય તો તેની પર પાઈનેપલ ના પીસ મૂકી ને બ્રેડ મૂકી શકો છો. પણ અહીંયા આપણે પાઈનેપલ આઈસક્રીમ સેન્ડવીચ બનાવવાના છે.જે માણેક ચોક માં પ્રખ્યાત છે.હવે તેની પર આઈસક્રીમ મુકીશું.

7- આપણે અહીંયા વેનીલા આઈસ્ક્રીમ યુઝ કરવાના છે. આઈસક્રીમ ને થોડો વહેલો બહાર કાઢી લીધો હતો જેથી તેને ફેલાવા માં સરળ રહે.હવે તેને થોડું દબાવી ને ફેલાવી લઈશું. હવે તેની ઉપર ત્રીજી બ્રેડ મૂકી દઈશું. તેને થોડું દબાવી લઈશું. હવે તેના પીસ કરી લઈશું.

8-તેના આપણે નવ પીસ કરી લઈશું. હવે તેને ગાર્નિશ પ્લેટ માં કાઢી લઈશું. અને હવે સર્વે કરીશું. હવે તેની ઉપર થોડું ચીઝ છીણી લઈશું. હવે ગાર્નિશ માટે થોડા બીજા પાઈનેપલ ના પીસ મૂકી દઈશું. હવે આપણી સેન્ડવીચ તૈયાર છે.

9- હજુ તેનો ટેસ્ટ વધારવા માટે થોડો ચાટ મસાલો ભભરાવી લઈશું. જેથી તેનો અલગ ટેસ્ટ ફીલ થશે. જો તમારી પાસે સેન્ડવીચ મસાલો હોય તો તે પણ નાખી શકો છો. તો આપણી આ પાઈનેપલ આઈસક્રીમ સેન્ડવીચ તૈયાર છે ખાવા માટે. આ બનાવ્યા પછી આને વધારે ટાઈમ મૂકી નથી રાખવાની કારણકે તેની અંદર આઈસક્રીમ છે.

10- આપણી આ આઈસક્રીમ સેન્ડવીચ તૈયાર છે. આ તમે વીડિયોમાં જોઈ ને જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *