પાંદડા / પાત્રા – બનાવવાની ટેસ્ટી અને સરળ રીત…

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. પર્યાવરણ દિવસ નિમિત્તે હું આપ સૌ ને માટે એક ખૂબજ સરસ ફરસાણ લાવી છું પણ ઊભા રહો એમ કંઈ ઉતાવળે આંબા ના પાકે હોં….!!! મારે એક ખાસ વાત કરવી છે.

હું જ્યારે આ બનાવવા જઈ રહી હતીને ત્યારે જ મને ઈશ્વરનો આભાર માનવાનું મન થઈ ગયું હતું કારણકે જેવા મેં અળવીના પાનને હાથમાં લીધું કે તરત જ મને એમાં ફેફસાંનો આકાર દેખાયો….. કુદરતની આ રચના તો જુઓ…!!!!

અળવીના પાન અને ફેફસાં બન્ને એક્દમ સરખાં જ લાગે. જેમ જેમ એની નસો કાપતી ગઈ તેમ તેમ મને ફેફસાંની નસો યાદ આવતી ગઈ.

મને આ પાંદડાં બનાવતી વખતે પ્રકૃતિએ આપણને આપેલાં ઓક્સિજનને યાદ કરીને સૌને એક વિનંતી કરવી છે કે જો શક્ય હોય તો એક વૃક્ષ જરૂર વાવજો.

કારણકે જેટલાં પ્રકૃતિથી દૂર એટલાં જ વિક્રૃતીથી નજીક.

તો આપ સૌના ફેફસાંને કાર્યરત રાખવામાં મદદરૂપ કરવા લઈને આવી છું અળવીના પાન. બનાવતા અને ખાતા પહેલાં આપણને મળેલા આ પાનનો ખૂબ ખૂબ આભાર માનવો રહ્યો.

અળવીના પાન હા એને પતરવેલીયાના પાન અથવા પાંદડાંના નામે પણ ઓળખવામાં આવે છે.

કેટલાક ફરસાણ એવાં હોય છે જે નવા આવવા છતાંય એમનું સ્થાન યથાવત્ જાળવી શક્યાં છે એમાનું એક ફરસાણ એટલે પતરવેલીયાના પાન.

ચાલો શીખીએ….

સામગ્રી..

અળવીના પાન

ચણાનો લોટ

ગરમ મસાલો

લાલ મરચું

હળદર

મીઠુ

ખાંડ

આમચૂર મસાલો

સોડા

તલ

લીમડો

તેલ

બનાવવાની રીત.

સૌ પ્રથમ બધા પાનને ધોઈ લુછી લો.

હવે દરેક પાનની વધારાની નસો કાપી લો.

હવે પાન ઊપર લગાવવામાં આવેલું બેસન તૈયાર કરીએ.


એક બાઉલમાં ચણાનો લોટ તથા સમગ્ર સામગ્રી મિક્સ કરીને એમા જરૂર મુજબ પાણી નાંખીને સહેજ જાડું ખીરું તૈયાર કરો.


હવે એક એક પાન લેવા એને ઊંધા કરીને તૈયાર કરેલું ખીરું લગાવો એના ઊપર બીજું પાન એના ઊપર ખીરું એમ વારંવાર ચાર પાન પર આ ખીરૂ લગાવી એને ગોળ વાળીને તૈયાર કરો.


બધા જ પાન ને આ રીતે તૈયાર કરો.


હવે ઈડલીના કુકરમાં વરાળથી બાફી લો.


લગભગ 20 મિનિટમાં બફાઈ જશે. ઠંડા કરવા મૂકો.

ઠંડા થયેલા પાનને નાના નાના ગોળાકારમાં કાપી લો.

હવે વઘાર કરીએ.

એક કડાઈમાં 3 ચમચી તેલ મૂકો. એમાં રાઈ નાંખો રાઈ તતડે એટલે સમારેલા લીલા મરચા, હીંગ લીમડો અને તલ નાંખો.


ગેસ બંધ કરી દો.


હવે આ વઘાર સજાવેલા પાન ઉપર રેડો.


જો ગમે તો કોપરાંની છીણ પણ ઊપર ભભરાવી શકાય.

છે તો જુનું ફરસાણ… પણ કહેવાય છે ને કે બનાવનારના હાથમાં સ્વાદ હોય છે એટલે ગમ્યાં હોય તો અચુક જણાવજો…. બીજી વાનગી ની પ્રતિક્ષા….

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *