પનીર આલુ પરોઠા – બાળકો અને પરિવારજનો આલુ પરોઠામાં પણ નવીનતા માંગે છે? તો હવે આ રીતે જરૂર બનાવજો.

આલુ પરોઠા તો આપણે બધાજ લોકો બનાવતા જ હોઇએ છીએ પણ જો એક જ જેવા આલુ પરોઠા ખાઇને જો કંટાળી ગયા હોવતો આલુ પરોઠામાં કાઇક થોડુ વેરીએશન લાવીને અલગ સ્ટાઇલથી આલુ પરોઠા બનાવી શકાય આમ કરવાથી આલુ પરોઠાનો સ્વ‍ાદ પણ માણી શકાશે ‍અને કાંઇક ડિફરન્ટ ટેસ્ટ કરવાનો આનંદ પણ મળશે.

તો ચાલો બનાવીએ,

પનીર આલુ પરોઠા

મે અહીં ચાર વ્યક્તિ જેટલી સામગ્રી લીધી છે.

સામગ્રી:

• ૩ થી ૪ મોટા બટેટા

• ૧ મોટી ડુંગરી

• પા ઇંચ આદુ

• ૨૦૦ ગ્રામ પનીર

• ૧ ચમચી ગરમ મસાલો

• ૧ ચમચી લાલ મરચું

• પા ચમચી હળદર

• મીઠું સ્વાદઅનુસાર

• ૨ ચમચી દળેલી ખાંડ(તમે આખી ખાંડ પણ લઇ શકો છો)

• ૧ લીંબુ

• સ્હેજ હિંગ

• પરોઠાનો લોટ

• શેકવા માટે તેલ

રીત:


૧. બટેટાને બાફી લેવા અને છાલ ઉતારીને મેશર વડે મેશ કરીને બટેટાનો સરસ માવો તૈયાર કરવો.

૨. એક કડાઇમાં બે ચમચી તેલ ગરમ કરી હિંગ તતળાવવી અને તેમા ઝીણી સમારેલી ડુંગરી અને છીણેલું આદુ એડ કરવું.

૩. ડુંગરી અને આદુ સ્હેજ સોંતળાય અને ડુંગરી ગુલાબી રંગની થાય એટલે તેમા મીઠું,લાલ મરચું,હળદર,ગરમ મસાલો,ખાંડ અને લીંબુ એડ કરવા.

૪. બધા મસાલા સરખા મિક્ષ કરીને તેમા બટેટાનો માવો એડ કરવો અને સરખી રીતે મિક્ષ કરી લેવો.

૫. પરોઠાનો નરમ લોટ બાંધીને તૈયાર રાખવો.

૬. પરોઠાના લોટમાંથી એક ગોયણુ લઇને મધ્યમ આકારનું એક પરોઠુ વણી લેવું.

૭. પરોઠાની વચ્ચે રેડી કરેલું બટેટાનું સ્ટફીંગ મુકવુ.

૮. બટેટાના સ્ટફીંગ ઉપર પનીર ખમણી લેવું.

૯. પરોઠાને વચ્ચે ભર્યા બાદ વચ્ચેથી અડધુ વાળી લેવું.

૧૦. પરોઠાને અડધુ વાળ્યા બાદ થોડીક જગ્યા રાખીને બાકીની વધારાની કીનારી કાપી લેવી.

૧૧. પરોઠુ કાપતા જેટલી કીનારી વધી છે તેને અંદરની બાજુએ દબાવી લેવી.

૧૨. હવે પરોઠાને અટામણમાં રગદોળીને હળવા હાથે મિડીયમ સાઇઝનું ગોળ વણી લેવું.

૧૩. વળેલા પરોઠાને લોઢીમાં તેલ મુકીને મધ્યમ ગેસે લાઇટ બ્રાઉન કલરનું શેકી લેવું.

લ્યો તૈયાર છે આપણા પનીર આલુ પરોઠા ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *