નાયલોન ખમણ – ખમણ બનાવો છો પણ હંમેશા માપમાં ગડબડ થઇ જાય છે? તો હવે આ રીતે બનાવજો.

નાયલોન ખમણ એટલે આપણા ગુજરાતીઓ ની ફેમસ આઇટમ ઘરે કોઇપણ મહેમાન આવે કે પછી કાઇપણ પ્રસંગ હોય જમવાની થાળી તો ખમણ વગર જાણે અધુરી લાગે.

પણ તમે લોકો ઘરે નાયલોન ખમણ બનાવો છો કે નહિ?

જો ના બનાવતા હોય તો જટપટ નોંધી લો મારા આ ટેસ્ટી,સોફ્ટ અને સ્પોન્જી નાયલોન ખમણ ની રેસીપી.

સામગ્રી:

• ૧ વાટકો ચણાનો લોટ

• ૨ ચમચી રવો

• ૩ એક કપ ખાટુ દહીં

• ‍૧ ચમચી ઈનો

• અડધી ચમચી મીઠું

વઘાર માટે:

• ૩ થી ૪ લીમડાના પાન

• ૧ લીલા મરચાં ના કટકા

• થોડીક ઝીણી સમારેલી કોથમીર

• ૩ ચમચી ખાંડ

• ૧ ગ્લાસ પાણી

રીત:

અનેકવિધ ૧ ચણાનો લોટ,રવો અને દહીં ત્રણેય ને સરખું મીક્ષ કરીને અંદર મીઠું ઉમેરીને ઢોકળાં જેવુ ખીરું તૈયાર કરવું જરૂર પડે તો સ્હેજ પાણી ઉમેરવું આ ખીરા ને ૫/૬ કલાક પલાળી રાખવુ.

૨ ખીરા મા ૬/૭ કલાક મા સરસ આથો આવી જાસે.

૩ ઢોકળાં સ્ટીમર કે તપેલા મા અંદર કાઠો મુકીને પાણી ગરમ મુકવુ અને એક ડીશ ને તેલથી ગ્રીસ કરીને તેમા મુકી દેવી.

૪ ખીરા મા એક ચમચી ઇનો નાખવો.

૫ ખીરા ને બીટર અથવા ચમચા થી એક દીશામાં સતત હલાવવુ તેનાથી ખીરું એકદમ ફ્લપી થઇ જાસે.

૬ ખીરા ને ગરમ થવા મુકેલી ડીશ મા રેડી અને તરત જ ઢાંકીને ૧૦ મિનીટ જેટલું સ્ટીમ થાવા દેવુ ખમણ સરખા બફાઇ જાય એટલે તેને ગેસ ઉપરથી ઉતારી લેવા.

૭ એક પેન મા તેલ એક ચમચો તેલ મુકીને તેમા રાઇ તતડાવવી અને તેમા લીમડા ના ૪/૫ પાન અને એક લીલા મરચા ના કટકા ઉમેરવા.

૮ લીમડો અને મરચા તતડે એટલે તેમા એક ગ્લાસ પાણી અને ખાંડ ઉમેરવા પાણી ને છણછણે તેટલું ગરમ કરવુ.

૯ વઘાર વાળુ પાણી સ્હેજ ઠરે અને નવશેકુ હોય ત્યાં ખમણને કટ કરીને પાણી બધી બાજુ રેડી દેવુ.

૧૦ કોથમીર થી ખમણ ને ગાર્નિશ કરવા. લ્યો તૈયાર થઈ ગ્યા એકદમ બહાર જેવા જ નાયલોન ખમણ.


રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *