પાણી પુરીની પુરી – ફુલેલી અને ક્રીસ્પી બનાવવાની ટિપ્સ અને ટ્રીક્સ સાથે – PaniPuri Ni Crispy Puri

આજે આપણે પાણી પૂરી ની પુરી ફૂલેલી અને ક્રિસ્પી બનાવવાની ટીપ્સ અને ટ્રીક્સ સાથે જોઈશું. આ એકદમ સહેલાય થી બને છે,પાણીપુરી ની પૂરી ઘરે બનાવવા ની ખૂબ જ સરળ રીત જોઈશું.

સામગ્રી

  • મોટો રવો
  • મેંદો
  • પાણી
  • તેલ

રીત

1- પહેલા આપણે જોઈશું કે સોજી કરતા અડધું પાણી લઈશું જો તમે આ માપ થી બનાવશો તો એકદમ બહાર જેવી તમારી પૂરી બનશે, તો હવે એક કપ રવો લઈશું જે મોટો રવો આવે છે તે લઈશું.

2- હવે તેમાં પા કપ મેંદો લઈશું,અને પાણી આપણે સોજી કરતા અડધું લઈશું.હવે પાણી ને ઉકાળી લઈશું, હવે જે રવો અને મેંદા નું મિશ્રણ છે તેમાં એડ કરી લઈશું,હવે એક ચમચી ની મદદ થી હલાવી લઈશું,સેજ ઠંડુ થાય પછી તેને મસળી લઈશું,હવે તેને બે મિનિટ જેવો સરસ મસળી લઈશું.

3- હવે તેને પંદર મિનિટ માટે ઢાંકી ને રહેવા દઈશું,તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ લોટ બંધાય ગયો છે,હવે પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કે લોટ સરસ થઈ ગયો છે,હવે તેની વણવા ની બે રીત જોઈશું,હવે પહેલા આપણે નાના લૂઆ બનાવી લઈશું,

4- આટલા લોટ માંથી એંસી જેટલા લૂઆ બનશે.તેનો પાતળો રોલ કરી લૂઆ બનાવી લઈશું,હવે તેને હાથ થી દબાવી લઈશું,આ કામ તમારે પંખા નીચે ના કરવું નઈ તો લૂઆ સુકાઈ જશે,હવે બધા લૂઆ દબાવી લીધા છે હવે એક નાની ચમચી મેંદો નાખીશું, જેથી કરી ને વણવા માં સહેલું પડે,હવે બધા લૂઆ માં ભેળવી લઈશું,

5- તો હવે લૂઆ વણવા માટે રેડી છે હવે પૂરી વણી લઈશું બહુ નાની નઈ બહુ મોટી નઈ એક સરખી વણી લઈશું, તેને પંખા નીચે નથી સૂકવવા દેવાની એમ જ રહેવા દઈશું, આ પૂરી ને દસ મિનિટ રહેવા દઈશું,હવે બીજી રીત જોઈશું, હવે એક મોટો રોટલો વણવાનો છે અને હવે એક ઢાંકણ ની મદદ થી કટ કરી લઈશું,હવે જે પ્લાસ્ટિક ઉપર જે પૂરી સુકવી છે તેને હવે ફ્રાય કરી લઈશું.

6- જે સૂકો ભાગ છે તે ઉપર જ રાખવાનો છે અને જે ભીનો ભાગ છે તે તેલમાં રાખવાનો છે.એટલે કે નીચે જવા દેવાનો,એટલે પાણી ની વરાળ ને કારણે પૂરી તરતજ ફૂલવા લાગે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.અને ચમચા થી દબાવી એ એટલે પૂરી તરતજ ફૂલી જાય આ કરવું જરૂરી છે.

7- હવે ચાર પૂરી એક સાથે તળો ત્યારે ધ્યાન રાખવાનું છે કે તેનો ભીનો એટલેકે પાણી વારો ભાગ નીચે જવા દેવાનો, અને ચમચા થી દબાવશો તો જ પૂરી ફુલસે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચાર પૂરી સરસ ફૂલી છે.તો હવે આ રીતે બધી પૂરી ને ફ્રાય કરી લઈશું.

8- તો આ રીતે ચાર પૂરી ઉમેરી સરસ દબાવી ને ફ્રાય કરી લેવાની છે,તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બધી પૂરી એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે તો તમે પણ ચોક્ક્સ થી ઘરે બનાવજો.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *